Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ (૨) મંત્રી દયાલશાહના કિલ્લાનો લેખ લેખક : | મુનિરાજશ્રી હિમાંશુવિજયજી ન્યાય-સાહિત્ય-તીર્થ ગત વર્ષના ઉદયપુરના ચોમાસા પછી અમને મેવાડમાં પર્યટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. તે પર્યટન (વિહાર ) માં મેવાડની સંસ્કૃતિ અને પરિસ્થિતિને ઓળખવાનો સારે પ્રસંગ મળે. મેવાડનાં લાખો અને કરોડોના ખર્ચે તૈયાર થયેલાં પૂર્વકાલીન ગગનચુંબી જૈનમંદિર, ચમત્કારી જૈન મૂર્તિઓ, પહાડ, નદીઓ અને બીજાં બીજાં ધર્મનાં યુદ્ધનાં સ્થાન નિહાળ્યાં. સંખ્યાબંધ મંદિરો, મૂર્તિઓ, ગામનાં દરવાજા અને તલાવ વિગેરે ઉપર લાગેલા શિલાલેખેને જેવાને, લખવાનો સારો લાભ મળે. કોઈ કોઈ ગામમાં સંધ અને જતિઓના હસ્તક રહેલ પુસ્તક ભંડારોને પણ સમયના પ્રમાણમાં તપાસવાને વેગ પ્રાપ્ત થયે. આમ પૂજ્ય મહારાજની સાથે મેવાડમાં વિહાર કરતાં એક બાજુ મેવાડની ભૂમિના આહારવિહાર વિગેરેની કઠોરતાનાં દુઃખો અને બીજી બાજુ ઉપર્યુક્ત સાહિત્ય – સંસ્કૃતિની યોગ્ય જ્ઞાન સામગ્રીથી અનેક પ્રકારને આનંદ અનુભવા. મનુષ્ય જેટલું જુવે છે, જાણે છે અને અનુભવે છે તેને સહસ્ત્રાંશ ભાગ પણ લખતે બોલતા નથી, અને તાજેતરમાં જેટલું લખવાનું મન હોય તે સમયના વ્યવધાનથી શિથિલ થાય છે. તે પછી બીજાં કાર્યો અને વિચારો જન્મે છે તેથી તેમાંથી પણ બહુ જ ઓછો ભાગ લખવા જેટલો ઉત્સાહ રહે છે. બીજું કારણ એ પણ છે કે પૂજ્યપાદ શ્રી વિદ્યાવિજયજી મહારાજે “મારી મેવાડની યાત્રા” શિર્ષક લેખમાળા લખી છે તેમાં મેવાડ વિષે ઘણીખરી જ્ઞાતવ્ય બાબતો લખી છે. તેથી તેની તે વાતનું બીજા શબ્દોમાં પુનરાવર્તન કરવામાં સાર કે મહત્ત્વ નથી. તેથી ફકત શિલાલેખો વિષે જ ટૂંકમાં લખીને ઈચ્છાને સંવરી લઈશ. “મારી મેવાડની યાત્રામાં મેવાડની જે જન પંચતીથીની હકીકત મહારાજજીએ લખી છે તે પાંચ પૈકી એક તીર્થ “દયાલશાહને કિલ્લો” પણ છે. તે કિલ્લો નથી પરંતુ પર્વત-ટેકરી ઉપર એક આલીશાન જિન મંદિર છે. તેની ઘણીખરી હકીકત આ જ માસિકના ગયા-નવમા અંકમાં પ્રકટ થઈ ચૂકી છે. તે મંદિરમાં ચારે બાજુ શ્રાનિંદ્રની મોટી-મનોહર મૂર્તિઓ છે. તે મૂર્તિઓ ઉપર નીચેની પાટડીમાં મોટો લેખ કોતરેલો છે. તેના અક્ષરે સારાં અને શુદ્ધપ્રાય છે. ચારે મૂતિ ઉપર ઘણું કરીને એક જ સરખા લેખ છે. શ્રી ઋષભદેવની એક મૂર્તિને લેખ અમે અક્ષરશઃ વાંચીને ઉતાર્યો છે તે અહીં આપીએ છીએઃ ॥र्द॥ सिद्धि श्री गणेशाय नमः ॥ स्वस्ति श्रीमजिनेंद्राय सिद्धाय परमात्मने धर्मचैत्यप्रकाशाय ऋषभाय नमोनमः । अथ संवत् १७३२ वर्षे शाके १५९७ प्रवर्तमाने वैशाषमासे शुक्लपक्षे सप्तम्यां तिथौ गुरुवासरे। पुष्यनक्षत्रे मेदपाटदेशे बृहत्तटाके चित्रकोटपति सीसोदीयागोत्रे । महाराणा श्रीजगतसिंहजी। तदंशोद्धरणधीरमहाराजाधिराजमहाराणाश्री राजसिंहजी ૧. આ લેખમાલા “જૈન” વિગેરે જુદા જુદા ગુજરાતી પેપરોમાં છપાણી છે. તેને હિન્દી અનુવાદ પણ થાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44