Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -------* ** ****** 3४९ શ્રી જૈન સત્ય પ્રકાશ વિશાખ જન્મતિપ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૮૬ ) માં ગ્રંથનું લક્ષણ નીચે મુજબ અપાયેલું છે – “ માત્ર વિચાર કે માત્ર શબ્દરચના એ ગ્રંથ નથી, પણ વ્યવસ્થિત આ પ્રમાણબદ્ધ વિચાર અને તેને દર્શાવનાર સમુચિત શબ્દવિન્યાસ એ બને મળીને ગ્રંથ કહેવાય છે.” પરિચયના માર્ગો–સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપર પ્રમાણે સૂચવાયેલાં લક્ષણોથી લક્ષિત ગ્રંથોને પરિચય મુખ્યતયા બે રીતે થઈ શકે છે. (૧) એના બહિરંગ સ્વરૂપના પરીક્ષણપૂર્વક અને (૨) એના અંતરંગ સ્વરૂપના પરીક્ષણપૂર્વક. અન્ય રીતે વિચારીએ તે શાબ્દિક સ્વરૂપની દૃષ્ટિએ અને આર્થિક સ્વરૂપની દૃષ્ટિએ એમ પણ એ બે રીતે ગ્રંથને પરિચય કરી શકાય છે. બહિરંગ સ્વરૂપની દષ્ટિએ વિચાર કરાય કે પછી શાબ્દિક સ્વરૂપની દષ્ટિએ કરાય—એ ગમે તે દૃષ્ટિપૂર્વકના અવલોકનમાં ગ્રંથના નામકરણને સ્થાન છે –બબ્બે પ્રથમ સ્થાન છે. આનું કારણ એ છે કે કોઈ પણ પદાર્થનો પરિચય કરવો કે કરાવવાને હેય તો તે માટે જે અનેક માર્ગો છે તેમાં એક માર્ગ તેનું નામ જાણવું તે છે. વસ્તુનું નામ જાણવાથી આપણને તે વિષે થોડે ઘણે ખ્યાલ આવે છે. આથી તે આપણા શાસ્ત્રમાં જે ચાર નિક્ષેપ ગણાવેલા છે તેમાં નામ-નિક્ષેપને પણ સ્થાન આપેલું છે. નામ- નામના મુખ્ય બે પ્રકાર પડે છેઃ (૧) યોગિક અને (૨) રૂઢઅન્ય રીતે વિચારતાં નામના ગૌણ ઇત્યાદિ દશ પ્રકારો પણ સંભવે છે. વગીકરણ– આપણે તમામ ગ્રંથરાશિને બે વિભાગોમાં વિભક્ત કરી શકીએ (૧) જે ગ્રંથનું નામ તેના કર્તાએ સચવ્યું હોય તેવા ગ્રંથ અને (૨) જેનું નામ તેના રચના સમય બાદ તેના કર્યા સિવાય અન્ય કોઈએ પાડ્યું હોય તેવા ગ્રંથે. પહેલા પ્રકારના ગ્રંથનું નામ તેના કર્તાએ શા ઉપરથી સૂચવ્યું હશે એને ઉત્તર કર્તાની ને વખતની મનોદશા જાણ્યા વિના યથાસ્થિત રૂપમાં આપવો મુશ્કેલ છે, છતાં તે પરત્વે અનુમાનને અવકાશ છે ખરે. નામની ઉત્પત્તિ – સામાન્ય રીતે કોઈ પણ નામની ઉત્પત્તિ બનતાં સુધી આકસ્મિક હોતી નથી. એની પાછળ કંઈ નહિ ને કંઈ કારણ રહેલું હોય છે ક્યાં તે આસપાસનું વાતાવરણ, અન્યનું અનુકરણ કરવાની પ્રેરણા કે એવું કંઈક કારણ હોય છે. આ સામાન્ય નિયમ ગ્રંથના નામકરણને પણ લાગુ પડે છે. પરાપૂર્વથી ગ્રંથે જાતા આવ્યા ૯-૧૦ તવાથધિગમશાસ્ત્ર (અ ૧. સ. ૬)માં સૂચવાયું છે તેમ પ્રમાણ અને નય એ તોનો પરિચય કરવાના ઉપાયો છે. એ તો વિશિષ્ટ પરિચય કરવા માટે તેનો વિવિધ દષ્ટિએ વિચાર કરવો ઘટે તેને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનો ખુલાસે મેળવવો જોઈએ. આ ઉ૫રથી જણાશે કે મને એ તોનો ઉડે વિચાર કરાવનારાં દ્વાર છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્નોને “વિચારણા કાર’ એવું નામ આપી શકાય. આપણા શાસ્ત્રમાં આને માટે “અનુગ દ્વાર એવી સંજ્ઞા રાખવામાં આવી છે અને તે ઉચિત છે, કેમકે અનુયોગનો અર્થ “વિવરણુ” કે * વ્યાખ્યા” એ થાય છે અને એનાં દ્વાર તે પ્રશ્નો છે. શાસ્ત્રમાં અનુગદ્વારની સંખ્યા વસની નેધાયેલી છે, છતાં અપેક્ષા અનુસાર તત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧. સૂ. ૭-૮)માં ચૌદ નિરશ કરાયો છે. ... ' વે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44