Book Title: Jain Satyaprakash 1936 04 SrNo 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન મૂર્તિઓ લેખક : શ્રીયુત રતીલાલ ભીખાભાઈ ધાર્મિક દૃષ્ટિએ મૂર્તિપૂજાની ચર્ચા નહિ કરતાં, જે ઐતિહાસિક પુરાવા મળે છે તેથી મૂર્તિ કે મૂર્તિપૂજા ક્રાઈસ્ટ પહેલાં પણ હતી તે, નીચેના દાખલાઓ ઉપરથી, સાબીત થાય છે – ૧. ફર્સ્ટ ડીનેસ્ટીના એક ઇજીપશ્યન રાજાની મૂર્તિ, હાથી દાંત ઉપર કાતરેલી, મળે છે કે જે ક્રાઈસ્ટ પહેલાં ૩૪૦૦ વર્ષ પૂર્વે કોતરવામાં આવી હતી અને તેના અવશેષો અત્યારે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. આ રાજા ઇજીપ્તને આબાઈડોઝને રાજા હતે. ૨. નિમુદ્રમાંથી હાથીદાંત ઉપર કોતરેલા અને ઇજીપ્તની સંસ્કૃતિ બતાવતાં ઘણા અવશેષો મળે છે, જે ક્રાઇસ્ટ પહેલાંના નવમાથી સાતમા સૈકા સુધીના હોવાનું મનાય છે. અને તે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. ૩. એક જાતના લીલા રંગના પત્થર જેને અંગ્રેજીમાં Jade કહે છે તેના ઉપર કોતરેલ શેષનાગની આકૃતિવાળા પત્થર તેમ જ બીજા કેટલાક અવશેષો ચીકાગના નેચરલ હીસ્ટરીના ફીલ્ડ મ્યુઝીયમમાં મળે છે. ક્રાઈસ્ટ પહેલા ૧૧ર-૫૫ ના હોવાનું મનાય છે. ૪. ઇ-ડીયા એરીસે જેને ફોટો પાડેલ છે અને જે ક્રાઈસ્ટ પહેલાં આઠમા નવમા સૈકાની હોવાનું મનાય છે કે, શંકર અને પાર્વતીના લગ્નની પૌરાણિક કથા પ્રમાણે કરેલ ચિત્રના અવશેષો એલીફન્ટાની ગુફામાં આજે પણ જોવામાં આવે છે. ૫. અજન્ટા અને ઇલોરાની ગુફાઓમાં દ્રાવી અને જૈન કળાથી જાણીતી, બુદ્ધ અને હિંદુ સંસ્કૃતિવાળાં મંદિરે મળી આવે છે. ૬. રંગુનમાં પેગડાને સ્તૂપ ૩૫૦ ફીટ ઉંચે મળી આવ્યો છે. ૭. ઓલીમ્પીયાના હરામંદિરના અવશેષો મળી આવે છે કે જે કાઈટ પહેલાંની ૧૦ કે ૭મી સદીના હોવાનું ગણાય છે. ૮. મેટા ધર્મગુરુ તરીકે મનાતા આમેનનું ગ્રેનાઈટના પત્થરમાંથી કોતરેલું બાવલું અત્યારે બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. આ બાવલું ત્રણ ફુટ ઉંચું છે અને ક્રાઈસ્ટના પહેલાં ૨૦૦૦ વર્ષ પહેલાંનું મનાય છે. ૯. ઐતિહાસિક ડોકટર ઇમટેપનું બાવલું, જે અત્યારે બ્રિટીશ મ્યુઝીયમમાં છે તે ક્રાઈસ્ટ પહેલાં ૨૯૦૦ વર્ષ પહેલાંનું મનાય છે. ૧૦. ક્રાઈસ્ટ પહેલાંના ૨૩૫-૨૫૦ વર્ષ પહેલાંના એડફના જુના ઈજીપ્તના મંદિર ઉપરથી ઇજીપ્તની જુની કારીગરીને ખ્યાલ આવે છે. જગતની પ્રજાઓ કાઈટ પહેલાં મૂર્તિપૂજા કરતી હતી એ આથી સિદ્ધ થાય છે. મૂર્તિપૂજાને સંબંધ યોગદ્વારા માનસિક શક્તિ ખીલવવાને હતો એમ મારું નમ માનવું છે, [ જુઓ જોડેનું ૩૩૪મું પાનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44