Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જેને સંસ્કૃતિનું હૃદય પ્રવર્તક ધર્મ બીજે વિચારક વર્ગ જીવનમાં શરીર-સુખને સાધ્ય તરીકે તે માને છે, પણ એ માને છે કે વર્તમાન જન્મમાં જેવા સુખને સંભવ છે, એવું જ સુખ પ્રાણું ભરીને પુનર્જન્મ ધારણ કરે છે ત્યારે–જન્મજન્માંતરમાં-પણું ચાલુ રહે છે અને એ રીતે શારીરિકમાનસિક સુખના ઉત્કર્ષ અપકર્ષની પરંપરા ચાલતી રહે છે. જેવી રીતે આ જન્મમાં એવી જ રીતે જન્માંતરમાં પણ જે આપણે સુખી થવું હોય કે વધારે સુખ મેળવવું હોય, તે એ માટે આપણે ધર્માનુષ્ઠાન પણું કરવાં પડશે. અર્થોપાર્જન વગેરે સાધન ભલે વર્તમાન જન્મમાં ઉપકારક થાય, પણ જન્માંતરના ઉચ્ચ અને ઉચ્ચતર સુખને માટે આપણે ધર્માનુષ્ઠાન અવશ્ય કરવાં જોઈશે. આવી વિચારસરણું ધરાવતા લેકે જાતજાતનાં ધર્માનુષ્ઠાન કરતાં હતાં, અને એની દ્વારા પરલેકનાં ઉચ્ચ સુખ મેળવવાની શ્રદ્ધા પણ ધરાવતા હતા. આ વર્ગ આત્મવાદી અને પુનર્જન્મવાદી તે છે જ, પણ એની કલ્પના જન્મજન્માંતરમાં વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરવાની તથા સુખને વધારેમાં વધારે વખત સુધી સ્થિર રાખવાની હોવાને લીધે એમનાં ધર્માનુષ્ઠાનોને પ્રવર્તક ધમ કહેવામાં આવેલ છે. પ્રવર્તક ધર્મને ટ્રકમાં સાર એ છે કે જે અને જેવી સમાજવ્યવસ્થા હોય એને એવી નિયમબદ્ધ અને કર્તવ્યબદ્ધ બનાવવી કે જેથી સમાજને પ્રત્યેક સભ્ય, તિપિતાની સ્થિતિ અને કક્ષા પ્રમાણે, સુખ મેળવે અને સાથેસાથ એવા જન્માંતરની તૈયારી કરે છે જેથી બીજા જન્મમાં પણ એ વર્તમાન જન્મ કરતાં વધારે અને સ્થાયી સુખને મેળવી શકે. પ્રવર્તક ધમને ઉદ્દેશ સમાજવ્યવસ્થાની સાથોસાથ જન્માંતરને સુધારો, એ છે, નહીં કે જન્માક્તરને ઉચ્છેદ કરે. પ્રવર્તક ધર્મ પ્રમાણે કામ, અર્થ અને ધર્મ, એ ત્રણ પુરુષાર્થ છે. એમાં મેક્ષ નામક ચોથા પુરુષાર્થની કઈ કલ્પના નથી. પ્રાચીન ઈરાની આર્યો જેઓ અવેસ્તાને ધર્મગ્રંથ તરીકે માનતા હતા, અને પ્રાચીન વૈદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21