Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 13
________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૩ વિચારમાં બહિષ્કત મનાયેલ દેવ-દેવીઓ, જેમનો જૈન સંસ્કૃતિના ઉદ્દેશની સાથે કરશે મેળ નથી, તેઓ ફરી પાછો, ભલે ગૌણ રૂપે જ કાં ન હેય, સ્તુતિ-પ્રાર્થના દ્વારા પસી જ ગયાં. જૈન પરંપરાએ ઉપાસનામાં પ્રતીકરૂપે માનવમૂર્તિને સ્થાન આપ્યું, કે જે એના ઉદ્દેશની સાથે સુસંગત છે. પણ સાથે જ એની આસપાસ શૃંગાર અને આડંબરની એટલી સામગ્રી ભેગી થઈ ગઈ કે જે નિવૃત્તિના લક્ષની સાથે સાવ અસંગત છે. સ્ત્રી અને શુદ્રને આધ્યાત્મિક સમાનતાને સગપણે ઊંચે ઊઠાવવાનો તથા સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાને જૈન સંસ્કૃતિને જે ઉદ્દેશ હતો તે એટલી હદે લુપ્ત થઈ ગયો કે, એણે કેવળ શુદ્રોને અપનાવવાની ક્રિયા જ બંધ કરી દીધી, એટલું જ નહીં, બકે એણે બ્રાહ્મણધર્મપ્રસિદ્ધ જાતિની દીવાલ પણ ઊભી કરી દીધી ! તે એટલી હદે કે જ્યાં બ્રાહ્મણ પરંપરાનું પ્રાધાન્ય હતું ત્યાં એણે શુક કહેવાતા લોકોને અજૈન કહીને પિતાના ઘરમાંથી પણ બહાર કાઢી મૂક્યા ! અને શરૂઆતમાં જે જૈન સંસ્કૃતિ જાતિ-ભેદનો વિરોધ કરવામાં ગૌરવ માનતી હતી, એણે દક્ષિણ ભારત જેવા પ્રદેશમાં નવા જાતિભેદનું સંજન કરી દીધું તથા સ્ત્રીઓને પૂર્ણ આધ્યાત્મિક ગ્યતાને માટે અસમર્થ જાહેર કરી દીધી ! આ સ્પષ્ટ રીતે કદર બ્રાહ્મણ પરંપરાની જ અસર છે. મંત્ર, જ્યોતિષ વગેરે વિદ્યાઓ, જેમને જૈન સંસ્કૃતિના ધ્યેયની સાથે કશો સંબંધ નથી, એ પણ જેને સંસ્કૃતિમાં આવી ગઈ. આટલું જ નહીં, બલકે આધ્યાત્મિક જીવન સ્વીકારનારા અનગારેએ સુધ્ધાં એ વિદ્યાઓને અપનાવી. યપવીત [ જનોઈ] વગેરે જે સંસ્કારોને મૂળમાં જૈન સંસ્કૃતિ સાથે કરશે જ સંબંધ ન હતો, એ જ મધ્યયુગમાં દક્ષિણ હિંદુસ્તાનમાં જૈન સંસ્કૃતિનું એક અંગ બની ગયા અને એને માટે, બ્રાહ્મણ પરંપરાની જેમ, જૈન પરંપરામાં પણ એક પુરોહિતવર્ગ કાયમ થઈ ગયો. યજ્ઞયાગાદિનું બરાબર અનુકરણ કરવાવાળા ક્રિયાકાંડ પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પેસી ગયા. આ તેમ જ આવી બીજી અનેક નાની-મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21