Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 11
________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૧ વાલ્મમાં પ્રામાણ્ય સ્થાપન કરવાને ન તે કોઈ પ્રયત્ન કર્યો કે ન તે બ્રાહ્મણJથે માન્ય રાખેલ કેઈ યજ્ઞયાગાદિ કર્મકાંડને માન્ય રાખ્યો. નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર સેંકડે નહીં બલ્ક હજાર વર્ષ પહેલાંથી ધીમે ધીમે નિવક ધર્મના અંગ-પ્રત્યંગ રૂપે જે અનેક મંતવ્યો અને આચારનો, મહાવીરબુદ્ધના સમય સુધીમાં વિકાસ થઈ ચૂક્યો હતો તે સંક્ષેપમાં આ છે: (૧) આત્મશુદ્ધિ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે, નહીં કે ઐહિક કે પારલૌકિક કઈ પણ પદનું મહત્વ. (૨) આ ઉદેશની પૂર્તિમાં બાધક એવા આધ્યાત્મિક મેહ, અવિદ્યા અને તેમાંથી જન્મેલ તૃષ્ણાને સમૂળગો ઉચ્છેદ કરે. (૩) આ માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના દ્વારા સમગ્ર જીવનવ્યવહારને તૃષ્ણ વગરને બનાવવો. એને સારુ શારીરિક, માનસિક, વાચિક વિવિધ તપસ્યાઓનું તથા જુદા જુદા પ્રકારના ધ્યાન-એગમાર્ગનું અનુસરણ અને ત્રણ, ચાર કે પાંચ મહાવ્રતનું આજીવન પાલન. (૪) આધ્યાત્મિક અનુભવ ધરાવતા કોઈ પણ માણસે કોઈ પણ ભાષામાં કહેલ આધ્યાત્મિક વર્ણનવાળાં વચનોને જ પ્રમાણરૂપ માનવી, નહીં કે ઈશ્વરકૃત કે અપૌરુષેય મનાતા, કાઈ ખાસ ભાષામાં રચાયેલ થોને. (૫) લાયકાત અને ગુરુપદની એકમાત્ર કસોટી જીવનની આધ્યાત્મિક શુદ્ધિને ગણવી, નહીં કે જન્મસિદ્ધ વર્ણવિશેષ. આ દૃષ્ટિએ સ્ત્રી અને શદ્ર સુધ્ધાંને ધર્માધિકાર એટલે જ છે, એટલે એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પુરુષને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21