________________
જેનધર્મને પ્રાણ
બાબતે એટલા માટે બની ગઈ કે જૈન સંસ્કૃતિને એવા સાધારણ અનુયાયીઓની રક્ષા કરવી હતી કે જેઓ બીજા વિરોધી સંપ્રદાયમાંથી આવીને એમાં સામેલ થયા હતા, અથવા જેઓ બીજા સંપ્રદાયના આચાર-વિચારોથી પિતાની જાતને બચાવી શકતા ન હતા.
હવે આપણે ટૂંકમાં એ પણ જોઈશું કે બીજાઓ ઉપર જૈન સંસ્કૃતિની ખાસ અસર શી પડી ? જૈન સંસ્કૃતિને બીજાઓ ઉપર પ્રભાવ
આમ તે સિદ્ધાંતરૂપે સર્વભૂતદયાને બધાય માને છે, પણ પ્રાણી રક્ષા ઉપર જેટલે ભાર જૈન સંસ્કૃતિએ આપે છે, જેટલી ધગશથી એણે એ માટે કામ કર્યું છે, એનું પરિણામ સમગ્ર ઇતિહાસયુગમાં એ આવ્યું કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જેને એક કે બીજા ક્ષેત્ર ઉપર પ્રભાવ પડયો, ત્યાં ત્યાં સઘળે આમજનતા ઉપર પ્રાણુરક્ષાને પ્રબળ સંસ્કાર પડ્યો; તે એટલે સુધી કે ભારતના અનેક ભાગમાં પિતાને અજૈન કહેનારા તથા જેનવિરોધી માનનારા સાધારણ લેકે પણ જીવમાત્રની હિંસા પ્રત્યે અણગમે સેવવા લાગ્યા. અહિંસાના આ સામાન્ય સંસ્કારને લીધે જ વૈષ્ણવ વગેરે અનેક જૈનેતર પરંપરાઓના આચાર-વિચાર પ્રાચીન વૈદિક પરંપરાથી સાવ જુદા થઈ ગયા છે. તપસ્યાના સંબંધમાં પણ એમ જ થયું. ત્યાગી હોય કે ગૃહસ્થ, બધાય જૈન તપસ્યા તરફ ખૂબ વધારે મૂકે છે. આને પ્રભાવ પાડેસી સમાજે ઉપર એટલે બધો પડ્યો કે એમણે પણ એક કે બીજે રૂપે અનેક પ્રકારની સાત્વિક તપસ્યાઓ અપનાવી લીધી. અને સામાન્ય રીતે સાધારણ જનતા જૈનેની તપસ્યા તરફ આદરભાવ ધરાવતી રહે છે, તે એટલે સુધી કે મુસલમાન સમ્રાટ તથા બીજા સમર્થ અધિકારીઓએ તપસ્યાથી આકર્ષાઈને અનેકવાર જૈન સંપ્રદાયનું કેવળ બહુમાન જ નથી કર્યું, બલ્ક એને અનેક સવલતો પણ આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org