________________ જૈન સંસ્કૃતિનું હૃદય જેને પરંપરામાં આશુત્રની રચના કરીને ધીમે ધીમે નિવૃત્તિ તરફ આગળ વધવાનો માર્ગ પણ રાખવામાં આવ્યો છે. આવા ગૃહસ્થને માટે હિંસા વગેરે દેશોથી અમુક અંશે બચવાનું વિધાન કરવામાં આવ્યું છે, એને અર્થ એ જ છે કે પહેલાં ગૃહસ્થ દેથી બચવા અભ્યાસ કરે. પણ સાથે જ સાથે એના માટે એ આદેશ પણ છે કે જે જે દોષને એ દૂર કરે છે તે દોષના વિરોધી સગુણોને જીવનમાં સ્થાન આપતા જાય. હિંસાને દૂર કરવી હોય તે જીવનમાં પ્રેમ અને આત્મૌપજ્યના સદ્ગણને પ્રગટ કરવા જોઈએ. સત્ય બોલ્યા વગર અને સત્ય બોલવાનું બળ મેળવ્યા વગર અસત્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? પરિગ્રહ અને લેભથી બચવું હોય તે સંતોષ અને ત્યાગ જેવી ગુણષિક પ્રવૃત્તિઓમાં પિતાની જાતને ખપાવી દેવી જ પડશે. સંસ્કૃતિનો સંકેત સંસ્કૃતિમાત્રને સંકેત લાભ અને મેહને ઘટાડવા તથા નિમૂળ કરવા તરફ છે, નહીં કે પ્રવૃત્તિને નિર્મૂળ કરવા તરફ. જે પ્રવૃત્તિ આસતિ વગર ન જ થઈ શકે એવી હોય એ જ ત્યાજ્ય છે; દા. ત., કામાચાર અને વ્યક્તિગત પરિગ્રહ વગેરે. જે પ્રવૃત્તિઓ સમાજનાં ધારણ, પિષણ અને એનો વિકાસ કરનારી છે તે આસક્તિપૂર્વક તેમ જ આસક્તિ વગર પણ થઈ શકે છે. એટલા માટે સંસ્કૃતિ કેવળ આસક્તિના ત્યાગ તરફ જ સંકેત કરે છે. દિઔચિં૦ નં. 2, પૃ૦ 132-142] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org