Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈન સંસ્કૃતિનું હૃદય સંસ્કૃતિનું ઝરણું સંસ્કૃતિનું ઝરણું નદીના એવા પ્રવાહ જેવું છે કે જે પિતાના ઉદ્ગમ સ્થાનથી તે અંત સુધી બીજાં નાનાંમેટાં ઝરણુઓ સાથે ભળતું, વધતું અને પરિવર્તન પામતું બીજા અનેક મિશ્રણથી યુક્ત. થતું જાય છે, અને ઉગમસ્થાનમાં પિતાને મળેલ રૂપ, સ્પર્શ, ગંધ. તથા સ્વાદ વગેરેમાં કંઈક ને કંઈક પરિવર્તન પણ પ્રાપ્ત કરતું રહે. છે. જેન તરીકે ઓળખાતી સંસ્કૃતિ પણ સામાન્ય સંસ્કૃતિના આ નિયમને અપવાદ નથી. જે સંસ્કૃતિને આજે આપણે જૈન સંસ્કૃતિના નામે ઓળખીએ છે એને આવિર્ભાવ સૌથી પહેલાં કેણે કર્યો અને એમ-- નાથી એ પહેલવહેલાં કેવા રૂપે ઉદ્ભવી, એનું પૂરેપૂરું યથાર્થ વર્ણન કરવું, એ ઇતિહાસના સીમાડાની બહારની વાત છે. આમ છતાં, એ પ્રાચીન પ્રવાહનું છે અને જેવું ઝરણું આપણું સામે મેજૂદ છે, તથા. એ જે આધારોના પટમાં વહેતું રહ્યું છે, એ ઝરણા અને એ સાધન સંબંધી વિચારણા કરવાથી આપણે જૈન સંસ્કૃતિના હૃદયને થોડું ઘણું પિછાની શકીએ છીએ. જેને સંસ્કૃતિનાં બે રૂપ બીજી સંસ્કૃતિઓની જેમ, જૈન સંસ્કૃતિનાં પણ બે રૂપ છે એક બાહ્ય અને બીજું આંતરિક. બાહ્ય રૂપ એ છે કે જેને એ સંસ્કૃતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 21