Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જૈનધર્મને પ્રાણ ફરજે પારલૌકિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય, એનું પાલન કરે. દરેક વ્યક્તિ જન્મથી જ ઋષિઋણ એટલે વિદ્યાધ્યયન વગેરે, પિતૃઋણ એટલે સંતાનોત્પત્તિ વગેરે અને દેવઋણ એટલે યજ્ઞયાગ વગેરે બંધનોથી બંધાયેલી હોય છે. વ્યક્તિ પોતાની સામાજિક અને ધાર્મિક ફરજોનું પાલન કરીને પિતાની તુચ્છ ઈચ્છાનું શોધન કરે, એ છેપણ એને સમૂળગે નાશ કરે એ ન તો શક્ય છે કે ન તે ઈષ્ટ છે. પ્રવર્તક ધર્મ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે, એનું ઉલ્લં ઘન કરીને કોઈ વિકાસ નથી કરી શકો. વ્યક્તિગત નિવાંક ધર્મ નિવર્તક ધર્મ વ્યક્તિગામી છે. એની ઉત્પત્તિ આત્મસાક્ષાત્કારની ઉત્કટ વૃત્તિમાંથી થવાને લીધે એ જિજ્ઞાસુને આત્મતત્ત્વ છે કે નહીં, છે તે એ કેવું છે, એને બીજાની સાથે કેવો સંબંધ છે, એને સાક્ષાત્કાર થઈ શકે એમ હોય તે એ કયા કયા ઉપાયોથી થઈ શકે વગેરે પ્રશ્નો તરફ જ પ્રેરે છે. એ પ્રશ્નો એવો નથી કે જેનું નિરાકરણ એકાંત ચિંતન, ધ્યાન, તપ અને અનાસક્ત જીવન વગર થઈ શકે. આવું યથાર્થ જીવન ખાસ ખાસ વ્યક્તિઓને માટે જ સંભવી શકે એ સમાજગામી બને એ સંભવ નથી. તેથી શરૂશરૂમાં પ્રવર્તક ધર્મ કરતાં નિવર્તક ધમનું ક્ષેત્ર બહુ મર્યાદિત હતું. નિવક ધર્મને માટે ગૃહસ્થાશ્રમનું બંધન હતું જ નહીં; એ તે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર જ વ્યક્તિને સર્વત્યાગની અનુમતિ આપે છે, કારણ કે એનો આધાર ઈચ્છાનું શોધન નહીં પણ એને નિરોધ છે. એટલા માટે નિવક ધમ, વ્યક્તિ સમસ્ત સામાજિક અને ધાર્મિક ફરજેથી બંધાયેલ છે, એમ નથી માનતે. એની માન્યતા પ્રમાણે વ્યકિતને માટે મુખ્ય કર્તવ્ય એક જ છે, અને તે એ કે જેમ બને તેમ આત્મસાક્ષાત્કાર અને એમાં અવરોધ ઊભો કરનારી ઇચ્છાને નાશ કરવાનો પ્રયત્ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21