Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 15
________________ જૈન સંસ્કૃતિનું હૃદય wwwww w www૫૦, ૦૦૦/~~~ ~~~~~~~~~~ મઘ-માંસ વગેરે સાત વ્યસનને નાબૂદ કરવાને તથા એમને ઓછાં કરવાને જૈન વર્ગે એટલે બધા પ્રયત્ન કર્યો છે કે જેને લીધે તે એ વ્યસનમાં ડૂબેલી અનેક જાતિઓમાં સુસંસ્કાર નાખવા શક્તિશાળી બનેલ છે. જોકે બૌદ્ધ વગેરે બીજા સંપ્રદાય પણ પિતાની પૂરી તાકાતથી આ સુસંસ્કારને માટે પ્રયત્ન કરતા હતા, પણ તેને પ્રયત્ન આ દિશામાં અત્યાર સુધી ચાલુ છે અને જ્યાં જેને પ્રભાવ સારો છે ત્યાં, આ સ્વૈરવિહારના સ્વતંત્ર યુગમાં પણ, મુસલમાન અને બીજા માંસાહારી લેકે સુધ્ધાં ખુલ્લંખુલ્લા માંસ-દારૂને ઉપયોગ કરતાં સંકોચ અનુભવે છે. લોકમાન્ય તિલકે સાચું જ કહ્યું છે કે ગુજરાત વગેરે પ્રાતિમાં પ્રાણુરક્ષા અને નિમિસ ભોજનને જે આગ્રહ છે તે જૈન પરંપરાને જ પ્રભાવ છે. જેન વિચારસરણીને એક મૌલિક સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુને વિચાર વધારેમાં વધારે પાસાં અને વધારેમાં વધારે દષ્ટિબિંદુઓથી કરે, અને વિવાદાસ્પદ વિષયમાં પોતાના સાવ વિરોધી પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે, જેટલી સહાનુભૂતિ પિતાના પક્ષ તરફ હોય; અને અંતે સમન્વયરૂપે જ જીવનવ્યવહારનો ફેસલે કરે. આમ તે આ સિદ્ધાંત બધાય વિચારકના જીવનમાં, એક કે બીજે રૂપે, કામ કરતા જ રહે છે, એના સિવાય પ્રજાજીવન ને તે વ્યવસ્થિત બની શકે છે કે ન તે શાંતિ મેળવી શકે છે; છતાં જૈન વિચારકોએ એ સિદ્ધાંતની એટલી બધી ચર્ચા કરી છે, અને એના ઉપર એટલે બધો ભાર દીધું છે કે જેને લીધે કટ્ટરમાં કટ્ટર વિરોધી સંપ્રદાયને પણ કંઈ ને કંઈ પ્રેરણા મળતી જ રહી છે. રામાનુજ વિશિષ્ટાદ્વૈત, એ ઉપનિષદની ભૂમિકા ઉપર ઊભે થયેલ અનેકાંતવાદ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21