________________
છ૭
જૈન સંસ્કૃતિનું હૃદય માટે ભયાનક યુદ્ધ શરૂ થયું. છેવટે ઠંદ્વયુદ્ધ દ્વારા નિકાલ લાવવાનો નિશ્ચય થશે. ભરતને પ્રચંડ પ્રહાર નિષ્ફળ ગયો. જ્યારે બાહુબલીને વારે આવ્યો અને ભારત કરતાં વધારે શક્તિશાળી બાહુબલીને એમ લાગ્યું કે મારા મુષ્ટિપ્રહારથી ભરતની અવસ્ય દુર્દશા થશે, ત્યારે એણે ભાઈ ઉપર વિજય મેળવવાની પળને પિતાની જાત ઉપર વિજય મેળવવામાં ફેરવી નાખી. એણે એમ વિચાર્યું કે રાજ્યને માટે યુદ્ધમાં વિજય મેળવવા અને વેર-પ્રતિવેરનાં અને કુટુંબકલેશનાં બી વાવવાં એના કરતાં સાચે વિજય અહંકાર અને તૃષ્ણા ઉપર વિજય મેળવવામાં જ છે. એણે પિતાના બાહુબળનો ઉપયોગ ક્રોધ અને અભિમાન ઉપર જ કર્યો, અને અવેરથી વૈરને પ્રતિકાર કરવાને જીવંત દાખલો બેસાડ્યો. પરિણામ એ આવ્યું કે અંતે ભરતને લેભ અને ગર્વ પણ ખંડિત થઈ ગયો.
એક સમય એવો હતો કે જ્યારે કેવળ ક્ષત્રિયમાં જ નહીં, બધાય વર્ગોમાં માંસ ખાવાની પ્રથા હતી. રોજબરોજના ભોજન માટે, સામાજિક ઉત્સવમાં, ધાર્મિક અનુષ્ઠાને અવસરે પશુ-પક્ષીઓને વધ એવો જ પ્રચલિત અને પ્રતિષ્ઠિત હતા કે જેથી આજે નારિયેળ અને ફળની ભેટ. એ યુગમાં યદુનંદન નેમિકુમારે એક અજબ પગલું ભર્યું. એમણે પિતાના લગ્ન વખતે ભોજન માટે કતલ કરવામાં આવનાર નિર્દોષ પશુ-પક્ષીઓની વેદનાભરી મૂક વાણુથી કવિત થઈને નિશ્ચય કર્યો કે જેમાં નિર્દોષ પશુ-પક્ષીઓને બિનજરૂરી વધ થતું હોય એવા લગ્નથી સયું! આવો ગંભીર નિશ્ચય કરીને તેઓ, કાઈની વાત કાને ધર્યા વિના, જાનમાંથી તરત જ પાછા ફરી ગયા. અને દ્વારકાથી સીધા ગિરનાર પર્વત ઉપર જઈને એમણે તપસ્યા આદરી. કુમાર અવસ્થામાં જ રાજપુત્રીને ત્યાગ કરીને અને ધ્યાન-તપનો ભાગ અપનાવીને એમણે એ લાંબા સમયથી પ્રચલિત પશુ-પક્ષી-વધની પ્રથા ઉપર, પિતાની જાતના દાખલા ઉપરથી, એટલે સખ્ત પ્રહાર કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org