________________
જૈનધર્મને પ્રાણ
vvvvvvvvvvv
કે જેથી આખા ગુજરાતમાં, અને ગુજરાતથી પ્રભાવિત થયેલા બીજા પ્રાતમાં પણ, એ પ્રથા નામશેષ થઈ ગઈ અને ઠેર ઠેર આજ સુધી ચાલી આવતી પાંજરાપોળો જેવી લોકપ્રિય સંસ્થાઓમાં પરિવર્તિત થઈ ગઈ
પાર્શ્વનાથને જીવનને આદર્શ કંઈક જુદો જ હતો. એમણે એકવાર દુર્વાસા જેવા સહજ ક્રોધી તાપસ તથા એના અનુયાયીઓની ખફગી વહેરવાનું જોખમ ખેડીને પણ એક બળતા સાપને લીલા લાકડામાંથી બચાવી લેવાનો પ્રયત્ન કર્યો. આનું પરિણામ એ આવ્યું કે આજે પણ જૈનોના પ્રભાવવાળા ક્ષેત્રમાં કોઈ સાપ સુધ્ધાને મારતા નથી.
દીર્ધતપસ્વી મહાવીરે પણ એક વખત પિતાની અહિંસાવૃત્તિની પૂર્ણ સાધનાને આવો જ પરિચય આપ્યો હતો. જ્યારે તેઓ જંગલમાં ધ્યાનમાં ઊભા હતા ત્યારે એક પ્રચંડ વિષધરે એમને ડંખ માર્યો. એ સમયે તેઓ પોતાના ધ્યાનમાં અચલ રહ્યા, એટલું જ નહીં, બબ્બે એમણે એ વિષધર ઉપર મૈત્રીભાવનાને પ્રયોગ કર્યો, જેથી એ પ્રયોગ “ટ્ટિપ્રતિષાચાં તરન્નધૌ દૈત્યા” એ સૂત્રનું જીવન્ત દષ્ટાંત બની ગયું. તેઓ જીવનપર્યત, અનેક પ્રસંગોએ, યજ્ઞયાગાદિ ધાર્મિક કાર્યોમાં થતી હિંસાને રોકવાને પૂર્ણ પ્રયત્ન કરતા જ રહ્યા. આવા આદર્શોથી જ જૈન સંસ્કૃતિ પ્રાણવાન બની રહી છે; અને અનેક મુસીબતોની વચ્ચે પણ એણે પિતાના આદર્શોને હૃદયને ગમે તેમ કરીને સાચવી રાખવાને પ્રયત્ન કર્યો છે, જે ભારતના ધાર્મિક, સામાજિક અને રાજકીય ઈતિહાસમાં જીવિત છે. જ્યારે પણ એવો સુગ સાંપડ્યો ત્યારે ત્યાગી તથા રાજા, મંત્રી અને વેપારી વગેરે ગૃહસ્થ જૈન સંસ્કૃતિના
અહિંસા, સંયમ અને તપના આદર્શોને પિતાની ઢબે પ્રચાર કર્યો છે. સંસ્કૃતિને ઉદ્દેશ
સંસ્કૃતિ માત્રનો ઉદ્દેશ છે માનવતાના કલ્યાણ તરફ આગળ વધવું. આ ઉદ્દેશને એ ત્યારે જ સાધી શકે છે કે જ્યારે એ પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org