________________
જૈનધમ ના પ્રાણ
બૂરાઈ અને અકલ્યાણુથી બચી નથી શકતો. કાઈ પણ માંદો માણસ અપથ્ય અને ક્રુપથી નિવૃત્ત થવાથી જીવતા નથી રહી શકતો; સાથે જ સાથે એણે પથ્યનુ સેવન પણ કરવું જ જોઈએ. જીવનને માટે શરીરમાંથી ખગાડવાળા લાહીને કાઢી નાખવુ. જેટલું જરૂરી છે એટલું જ એની નસામાં નવા લોહીના સંચાર કરવા એ પણ જરૂરી નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ
૮૦
ઋષભદેવથી લઈ તે આજ સુધી નિવૃત્તિગામી કહેવાતી જૈન સંસ્કૃતિ પણ કાઈ ને કાઈ રીતે જીવિત રહી છે, તે એક માત્ર નિવૃત્તિના અળ ઉપર નહીં, કિંતુ કલ્યાણકારી પ્રવૃત્તિને આધારે. જો પ્રવકધી બ્રાહ્મણોએ નિવૃત્તિમાર્ગનાં સુંદર તત્ત્વાને અપનાવીને એક વ્યાપક, કલ્યાણકારી, એવી સ'સ્કૃતિનુ નિર્માણ કર્યું કે જે ગીતામાં સજીવન અતીને આજે નવા ઉપયેગી સ્વરૂપમાં ગાંધીજી દ્વારા કરી પોતાનુ સંસ્કરણ કરી રહી છે, તો નિવૃત્તિલક્ષી જૈન સસ્કૃતિ પણ કલ્યાણલક્ષી જરૂરી પ્રવૃત્તિનો આધાર લઈને જ અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં જીવંત રહી રાકરો. જૈન સંસ્કૃતિમાં તત્ત્વજ્ઞાન અને આચારના જે મૂળ નિયમે છે, અને એ જે આદર્શોને આજ લગી પોતાની પૂંજી માની રહેલ છે, એને આધારે એ પ્રવૃત્તિના એવા મગલકારી યેાગ સાધી શકે છે કે જે બધાને માટે કલ્યાણકર થાય.
જૈન પરંપરામાં પહેલું સ્થાન છે ત્યાગીઓનુ અને ખીજું છે ગૃહસ્થાનુ . ત્યાગીઓને પાંચ મહાવ્રત સ્વીકારવાની જે આજ્ઞા છે તે વધારેમાં વધારે સદ્ગુણામાં પ્રવૃત્તિ કરવાની કે સદ્ગુણપેષક પ્રવૃત્તિને માટે શક્તિ પેદા કરવાની પ્રાથમિક શરત માત્ર છે. હિંસા, અસત્ય, ચારી, પરિગ્રહ વગેરે દોષોથી બચ્યા વિના સદ્ગુણમાં પ્રવૃત્તિ થઈ જ નથી શકતી. અને સદ્ગુણપોષક પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપ્યા વિના હિ'સા વગેરેથી બચી જવુ, એ પણ સથા અસંભવ છે. જે વ્યક્તિમાં સાર્વભૌમ મહાત્રતાને સ્વીકારવાની શક્તિ ન હોય એને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org