Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249509/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય સંસ્કૃતિનું ઝરણું સંસ્કૃતિનું ઝરણું નદીના એવા પ્રવાહ જેવું છે કે જે પિતાના ઉદ્ગમ સ્થાનથી તે અંત સુધી બીજાં નાનાંમેટાં ઝરણુઓ સાથે ભળતું, વધતું અને પરિવર્તન પામતું બીજા અનેક મિશ્રણથી યુક્ત. થતું જાય છે, અને ઉગમસ્થાનમાં પિતાને મળેલ રૂપ, સ્પર્શ, ગંધ. તથા સ્વાદ વગેરેમાં કંઈક ને કંઈક પરિવર્તન પણ પ્રાપ્ત કરતું રહે. છે. જેન તરીકે ઓળખાતી સંસ્કૃતિ પણ સામાન્ય સંસ્કૃતિના આ નિયમને અપવાદ નથી. જે સંસ્કૃતિને આજે આપણે જૈન સંસ્કૃતિના નામે ઓળખીએ છે એને આવિર્ભાવ સૌથી પહેલાં કેણે કર્યો અને એમ-- નાથી એ પહેલવહેલાં કેવા રૂપે ઉદ્ભવી, એનું પૂરેપૂરું યથાર્થ વર્ણન કરવું, એ ઇતિહાસના સીમાડાની બહારની વાત છે. આમ છતાં, એ પ્રાચીન પ્રવાહનું છે અને જેવું ઝરણું આપણું સામે મેજૂદ છે, તથા. એ જે આધારોના પટમાં વહેતું રહ્યું છે, એ ઝરણા અને એ સાધન સંબંધી વિચારણા કરવાથી આપણે જૈન સંસ્કૃતિના હૃદયને થોડું ઘણું પિછાની શકીએ છીએ. જેને સંસ્કૃતિનાં બે રૂપ બીજી સંસ્કૃતિઓની જેમ, જૈન સંસ્કૃતિનાં પણ બે રૂપ છે એક બાહ્ય અને બીજું આંતરિક. બાહ્ય રૂપ એ છે કે જેને એ સંસ્કૃતિના Page #2 -------------------------------------------------------------------------- ________________ १२ જૈનધર્મને પ્રાણુ લોકે ઉપરાંત બીજા લોકો પણ પિતાની આંખ, કાન વગેરે બાહ્ય ઈદ્રિ દ્વારા જાણી શકે છે. પણ સંસ્કૃતિનું આંતરિક સ્વરૂપ એવું નથી હેતું; કારણ કે કઈ પણ સંસ્કૃતિના આંતરિક સ્વરૂપનું સાક્ષાત આકલન તે ફક્ત એને જ થાય છે કે જે એને પિતાના જીવનમાં ઓતપ્રિોત કરી દે છે. બીજા લેકે એને જાણવા ઇચ્છે તો એનું સાક્ષાત દર્શન નથી કરી શકતા. પણ એ આંતરિક સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારનાર પુરુષ કે પુરુષોના જીવન-વ્યવહારે ઉપરથી તેમ જ તેની આસપાસના વાતાવરણ ઉપર પડતી અસરો ઉપરથી તેઓ કોઈ પણ આંતરિક સંસ્કૃતિને અંદાજ મેળવી શકે છે. અહીં મારે મુખ્યત્વે જૈન સંસ્કૃતિના એ સ્વરૂપને કે હૃદયને પરિચય આપે છે કે જે મેટે ભાગે અભ્યાસમાંથી જાગેલી કલ્પના તથા અનુમાન પર જ આધાર રાખે છે. જૈન સંસ્કૃતિનું બાહ્ય સ્વરૂપ જૈન સંસ્કૃતિના બાહ્ય સ્વરૂપમાં, બીજી સંસ્કૃતિઓના બાહ્ય વરૂપની જેમ, અનેક વસ્તુઓને સમાવેશ થાય છે. શાસ્ત્ર, એની ભાષા, મંદિર, એનું સ્થાપત્ય, મૂર્તિવિધાન, ઉપાસનાના પ્રકાર, એમાં કામમાં આવનારાં ઉપકરણે તથા વસ્તુઓ, સમાજના ખાન-પાનને નિયમે, ઉત્સ, તહેવારો વગેરે અનેક વિષયોને જૈન સમાજ સાથે એક જાતને અને સંબંધ છે; અને પ્રત્યેક વિષય પિતા પોતાને આગ ઈતિહાસ પણ ધરાવે છે. આ બધી બાબતે બાહ્ય સંસ્કૃતિનાં અંગ છે. પણ એવો કોઈ નિયમ નથી કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ અને એવાં બીજાં અંગ મેજાદ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એનું હૃદય પણ અવશ્ય હોવું જોઈએ. બાહ્ય અંગે હયાત હોવા છતાં કયારેક હૃદયનો અભાવ હોય છે, અને બાહ્ય અંગેના અભાવમાં પણ સંસ્કૃતિના હૃદયની સંભાવના હોય છે. આ દષ્ટિને સામે રાખીને વિચાર કરનાર કોઈ પણ વ્યક્તિ એ વાત સારી રીતે સમજી શકશે કે, જૈન સંસ્કૃતિનું હૃદય, જેનું વર્ણન હું અહીં કરવાને છું, એને કેવળ Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય જૈન સમાજમાં જન્મેલ અને જૈન કહેવાનાર વ્યક્તિમાં જ સંભવ છે, એમ નથી. સામાન્ય લેકે જેને જૈન માને છે, અથવા જેઓ પોતાની જાતને જેન કહે છે, એમનામાં જે આંતરિક ગ્યતા ન હોય તિ એ હૃદયને સંભવ ન સમજ; અને જૈન નહીં કહેવાનાર વ્યક્તિઓમાં પણ જો સાચી યોગ્યતા હોય તે એ હૃદયને સંભવ છે. આ રીતે જ્યારે સંસ્કૃતિનું બાહ્ય રૂપ સમાજમાં જ મર્યાદિત હેવાથી બીજા સમાજમાં એ સુલભ નથી હતું, ત્યારે સંસ્કૃતિનું હૃદય, એ સમાજના અનુયાયીઓની જેમ, અન્ય સમાજના અનુયાયીઓમાં પણ હૈઈ શકે છે. સાચી વાત તે એ છે કે સંસ્કૃતિનું હૃદય કે એને આત્મા એટલાં વ્યાપક અને સ્વતંત્ર હોય છે કે એને દેશ, કાળ, , જાતિ, ભાષા અને રીતરિવાજો ન તે બંધિયાર બનાવી શકે કે ન તે પિતાની સાથે બાંધી શકે છે.] જૈન સંસ્કૃતિનું હૃદય : રિવર્તક ધર્મ પ્રશ્ન એ છે કે જૈન સંસ્કૃતિનું હૃદય શું ચીજ છે? આને ટ્રકે જવાળે તે એ છે કે નિવસ્તક ધર્મ જૈન સંસ્કૃતિને આત્મા છે. જે ધમ નિવૃત્તિ આપવાવાળો અર્થાત્ પુનર્જન્મના ચક્રને નાશ કરવાવાળા હોય અથવા એ નિવૃત્તિના સાધનરૂપે જે ધર્મને પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રચાર થયે હોય, એ નિવર્તક ધર્મ કહેવાય છે. આને મૂળ અર્થ તે સમજવા માટે પ્રાચીન છતાં સમકાલીન અન્ય ધર્મોના સ્વરૂપ સંબંધી , થોડોક વિચાર કરવો જોઈશે. ધનું વર્ગીકરણ અત્યારે દુનિયામાં જેટલા ધર્મો જીવિત છે, અથવા જેમને ડેઘણે દતિહાસ મળે છે, એ બધાયના આંતરિક સ્વરૂપનું જો વર્ગીકરણ કરવામાં આવે તે મુખ્યત્વે એમને ત્રણ વિભાગમાં વહેંચી શકાય – (૧) પહેલે એ વિભાગ કે જે વર્તમાન જન્મને વિચાર કરે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ (૨) બીજું એ કે જે વર્તમાન જન્મ ઉપરાંત જન્માંતરનો પણ વિચાર કરે છે. (૩) ત્રીજે એ વિભાગ કે જે જન્મજન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદનો પણ વિચાર કરે છે. અનાત્મવાદ અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકે હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખની પેલે પાર કઈ સુખ છે, એવી કલ્પનાથી ન તે પ્રેરણા મેળવતા હતા કે ન તે એનાં સાધનની શોધમાં સમય વિતાવો ઠીક માનતા હતા; એમનું ધ્યેય વર્તમાન જીવનને સુખભેગ જ હતું. અને તેઓ આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનોને સંગ્રહ કરતા હતા. તેઓ માનતા હતા કે આપણે જે કંઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ, અને મરણ બાદ આપણે ફરી જન્મ લઈ શકતા નથી. બહુ બહુ તો આપણું પુનર્જન્મનો અર્થ આપણું સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી આપણે જે કંઈ સુકૃત કરીશું, એનું ફળ આ જન્મ પછી ભોગવવા માટે આપણે જન્મવાના નથી. આપણી કરણનું ફળ આપણું સંતાન કે આપણે સમાજ ભોગવી શકે છે. એને પુનર્જન્મનું નામ આપવું હોય તે એમાં અમારે કઈ વાંધો નથી. આ વિચાર કરનારા વર્ગને આપણું પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જ વર્ગ, ક્યારેક, આગળ જતાં, ચાર્વાક તરીકે ઓળખાવા લાગે. આ વર્ગની દૃષ્ટિમાં સાધ્ય-પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભોગ જ છે. એના સાધન તરીકે એ વર્ગ નથી ધર્મની કલ્પના કરો કે નથી જાતજાતનાં વિધિવિધાનને વિચાર કરતે. તેથી જ આ વર્ગને કેવળ કામ-પુરુષાથી કે બહુ બહુ તે કામ અને અર્થ, એ બે પુરુષાર્થને માનનાર કહી શકાય. Page #5 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃતિનું હૃદય પ્રવર્તક ધર્મ બીજે વિચારક વર્ગ જીવનમાં શરીર-સુખને સાધ્ય તરીકે તે માને છે, પણ એ માને છે કે વર્તમાન જન્મમાં જેવા સુખને સંભવ છે, એવું જ સુખ પ્રાણું ભરીને પુનર્જન્મ ધારણ કરે છે ત્યારે–જન્મજન્માંતરમાં-પણું ચાલુ રહે છે અને એ રીતે શારીરિકમાનસિક સુખના ઉત્કર્ષ અપકર્ષની પરંપરા ચાલતી રહે છે. જેવી રીતે આ જન્મમાં એવી જ રીતે જન્માંતરમાં પણ જે આપણે સુખી થવું હોય કે વધારે સુખ મેળવવું હોય, તે એ માટે આપણે ધર્માનુષ્ઠાન પણું કરવાં પડશે. અર્થોપાર્જન વગેરે સાધન ભલે વર્તમાન જન્મમાં ઉપકારક થાય, પણ જન્માંતરના ઉચ્ચ અને ઉચ્ચતર સુખને માટે આપણે ધર્માનુષ્ઠાન અવશ્ય કરવાં જોઈશે. આવી વિચારસરણું ધરાવતા લેકે જાતજાતનાં ધર્માનુષ્ઠાન કરતાં હતાં, અને એની દ્વારા પરલેકનાં ઉચ્ચ સુખ મેળવવાની શ્રદ્ધા પણ ધરાવતા હતા. આ વર્ગ આત્મવાદી અને પુનર્જન્મવાદી તે છે જ, પણ એની કલ્પના જન્મજન્માંતરમાં વધારે ને વધારે સુખ પ્રાપ્ત કરવાની તથા સુખને વધારેમાં વધારે વખત સુધી સ્થિર રાખવાની હોવાને લીધે એમનાં ધર્માનુષ્ઠાનોને પ્રવર્તક ધમ કહેવામાં આવેલ છે. પ્રવર્તક ધર્મને ટ્રકમાં સાર એ છે કે જે અને જેવી સમાજવ્યવસ્થા હોય એને એવી નિયમબદ્ધ અને કર્તવ્યબદ્ધ બનાવવી કે જેથી સમાજને પ્રત્યેક સભ્ય, તિપિતાની સ્થિતિ અને કક્ષા પ્રમાણે, સુખ મેળવે અને સાથેસાથ એવા જન્માંતરની તૈયારી કરે છે જેથી બીજા જન્મમાં પણ એ વર્તમાન જન્મ કરતાં વધારે અને સ્થાયી સુખને મેળવી શકે. પ્રવર્તક ધમને ઉદ્દેશ સમાજવ્યવસ્થાની સાથોસાથ જન્માંતરને સુધારો, એ છે, નહીં કે જન્માક્તરને ઉચ્છેદ કરે. પ્રવર્તક ધર્મ પ્રમાણે કામ, અર્થ અને ધર્મ, એ ત્રણ પુરુષાર્થ છે. એમાં મેક્ષ નામક ચોથા પુરુષાર્થની કઈ કલ્પના નથી. પ્રાચીન ઈરાની આર્યો જેઓ અવેસ્તાને ધર્મગ્રંથ તરીકે માનતા હતા, અને પ્રાચીન વૈદિક Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનો પ્રાણુ આર્યો, જેઓ મંત્ર અને બ્રાહ્મણ રૂ૫ વેદભાગને જ માનતા હતા. એ બધાય ઉપર્યુક્ત પ્રવર્તક ધર્મના અનુયાયી છે. આગળ જતાં વૈદિક દર્શનમાં “મીમાંસા-દર્શનને નામે જે કર્મકાંડી દર્શન પ્રસિદ્ધ થયું, એ પ્રવર્તક ધર્મનું જીવંત રૂપ છે. નિવતક ધર્મ નિવર્તક ધર્મ, એ ઉપર સૂચવેલ પ્રવર્તક ધર્મને સાવ વિરોધી છે. જે વિચારકો આ લેક ઉપરાંત લેકાંતર અને જન્માંતરને માનવાની સાથેસાથે એ જન્મચક્રને ધારણ કરનાર આત્માને તે, પ્રવર્તક ધર્મ વાદીઓની જેમ, ભાનતા જ હતા, પણ સાથે સાથે જ તેઓ જન્માંતરમાં પ્રાપ્ત થતા ઉચ્ચ, ઉચ્ચતર અને ચિરસ્થાયી સુખથી સંતુષ્ટ ન હતા; એમની દૃષ્ટિ એ હતી કે આ જન્મમાં કે જન્માંતરમાં ગમે તેટલું ઊંચું સુખ કેમ ન મળે, અને એ ગમે તેટલા લાંબા સમય સુધી કેમ ન રહે, પણ જો એ સુખ ક્યારેક ને ક્યારેક પણ નષ્ટ થવાનું હોય, તે એ ઉચ્ચ અને ચિરસ્થાયી સુખ પણ અંતે નિકૃષ્ટ સુખની કોટિનું જ હેવાથી ઉપાદેય ન થઈ શકે. એ લે એવા કેઈસુખની શોધમાં હતા, કે જે એકવાર પ્રાપ્ત થયા પછી ક્યારેય નાશ ન પામે. આ શોધની સૂઝમાંથી એમને મોક્ષ-પુરુષાર્થને સ્વીકાર કરવાનું અનિવાર્ય લાગ્યું. તેઓ માનવા લાગ્યા કે આત્માની એક એવી પણ સ્થિતિ સંભવી શકે છે, કે જેને પ્રાપ્ત કર્યા પછી ક્યારેય જન્મ-જન્માંતર કે શરીર ધારણ કરવાં ન પડે. આત્માની એ સ્થિતિને તેઓ મેક્ષ કે જન્મનિવૃત્તિ કહેતા હતા. પ્રવર્તક ધર્મના અનુયાયીઓ જે ઉચ્ચ અને ઉચ્ચતર ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા આ લેકનાં તેમ જ પરલોકનાં ઉત્કૃષ્ટ સુખોને માટે પ્રયત્ન કરતા હતા, એ ધાર્મિક અનુષ્ઠાને નિવર્તક ધર્મના અનુયાયીઓ પિતાના સાધ્ય મેક્ષ કે નિવૃત્તિને માટે ન કેવળ અધૂરાં જ માનતાં હતા. બલ્ક એમને મેક્ષ પ્રાપ્ત કરવામાં બાધક સમજીને એ બધાંય Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્કૃતિનું હૃદય ૬૭ ધાર્મિક અનુષ્ઠાનાને એકદમ હેય કહેતા હતા. ઉદ્દેશ અને દૃષ્ટિમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોવાથી પ્રવ`ક ધર્મના અનુયાયીઓ માટે જે ઉપાદેય ગણાતું તે જ નવક ધર્માંના અનુયાયીઓ માટે હેય અની ગયુ'. જોકે મોક્ષને માટે પ્રવત કે ધર્મને બાધક ગણવામાં આવ્યા, પણ એની સાથે જ મેક્ષવાદીઓને માટે પોતાના સાધ્ય–મોક્ષપુરુષાર્થાંના ઉપાયરૂપે કાઈક સુનિશ્ચિત માર્ગની શોધ કરવી, એ પણ જરૂરી થઈ પાડ્યુ. આ શોધની સૂઝમાંથી એમને એક એવા મા, એક એવે ઉપાય મળી આવ્યા કે જે ખાદ્ય સાધને ઉપર આધાર રાખતા ન હતા; એ કેવળ સાધકની પોતાની વિચારશુદ્ધિ અને વતનશુદ્ધિ ઉપર જ નિર્ભીર હતા. વિચાર અને વર્તનની આત્યંતિક-સંપૂર્ણ શુદ્ધિના આ મા જ નિક ધમ ને નામે કે મેક્ષ માગને નામે પ્રસિદ્ધ થયા. ભારતીય સંસ્કૃતિના આ વિચિત્ર અને વિવિધ તાણાવાણાની તપાસ કરતાં આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે ભારતીય આત્મવાદી દાનામાં કમ કાંડી મીમાંસકને બાદ કરતાં બધાય નિવ કધ વાદી છે. અવૈદિક ગણાતા બૌદ્ધ અને જૈન દર્શનની સંસ્કૃતિ તો મૂળમાં નિવ કધર્મ સ્વરૂપ છે જ, પણ વૈદિક ગણાતા ન્યાય-નૈરોષિક, સાંખ્યયાગ તથા ઔપનિષદ દર્શનના આત્મા પણ નિવત્ ક ધર્મ ઉપર જ પ્રતિષ્ઠિત છે. વૈદિક હોય કે અવૈદિક, આ બધાય નિવ ધર્મો અંતે પ્રવક ધને કે યજ્ઞયાગાદિ અનુષ્કાને હેય જ માને છે. અને એ બધાય સમ્યગ્નાન કે આત્મજ્ઞાનને તથા આત્મજ્ઞાનમૂલક અનાસક્ત જીવનવ્યવહારને ઉપાદેય માને છે; તેમ જ એના દ્વારા જ પુનર્જન્મના ચક્રાવાથી છુટકારો મળી શકે એમ કહે છે. સમાજગામી પ્રવૃત્તક ધ ઉપર જણાવવામાં આવ્યું છે કે પ્રવતક ધમ સમાજગામી હતા. એને અથ એ કે દરેક વ્યક્તિ સમાજમાં રહીને જ, જે સામાજિક જો અહિક જીવન સાથે સબંધ ધરાવતી હોય અને જે ધાર્મિક Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ ફરજે પારલૌકિક જીવન સાથે સંબંધ ધરાવતી હોય, એનું પાલન કરે. દરેક વ્યક્તિ જન્મથી જ ઋષિઋણ એટલે વિદ્યાધ્યયન વગેરે, પિતૃઋણ એટલે સંતાનોત્પત્તિ વગેરે અને દેવઋણ એટલે યજ્ઞયાગ વગેરે બંધનોથી બંધાયેલી હોય છે. વ્યક્તિ પોતાની સામાજિક અને ધાર્મિક ફરજોનું પાલન કરીને પિતાની તુચ્છ ઈચ્છાનું શોધન કરે, એ છેપણ એને સમૂળગે નાશ કરે એ ન તો શક્ય છે કે ન તે ઈષ્ટ છે. પ્રવર્તક ધર્મ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે, એનું ઉલ્લં ઘન કરીને કોઈ વિકાસ નથી કરી શકો. વ્યક્તિગત નિવાંક ધર્મ નિવર્તક ધર્મ વ્યક્તિગામી છે. એની ઉત્પત્તિ આત્મસાક્ષાત્કારની ઉત્કટ વૃત્તિમાંથી થવાને લીધે એ જિજ્ઞાસુને આત્મતત્ત્વ છે કે નહીં, છે તે એ કેવું છે, એને બીજાની સાથે કેવો સંબંધ છે, એને સાક્ષાત્કાર થઈ શકે એમ હોય તે એ કયા કયા ઉપાયોથી થઈ શકે વગેરે પ્રશ્નો તરફ જ પ્રેરે છે. એ પ્રશ્નો એવો નથી કે જેનું નિરાકરણ એકાંત ચિંતન, ધ્યાન, તપ અને અનાસક્ત જીવન વગર થઈ શકે. આવું યથાર્થ જીવન ખાસ ખાસ વ્યક્તિઓને માટે જ સંભવી શકે એ સમાજગામી બને એ સંભવ નથી. તેથી શરૂશરૂમાં પ્રવર્તક ધર્મ કરતાં નિવર્તક ધમનું ક્ષેત્ર બહુ મર્યાદિત હતું. નિવક ધર્મને માટે ગૃહસ્થાશ્રમનું બંધન હતું જ નહીં; એ તે ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર જ વ્યક્તિને સર્વત્યાગની અનુમતિ આપે છે, કારણ કે એનો આધાર ઈચ્છાનું શોધન નહીં પણ એને નિરોધ છે. એટલા માટે નિવક ધમ, વ્યક્તિ સમસ્ત સામાજિક અને ધાર્મિક ફરજેથી બંધાયેલ છે, એમ નથી માનતે. એની માન્યતા પ્રમાણે વ્યકિતને માટે મુખ્ય કર્તવ્ય એક જ છે, અને તે એ કે જેમ બને તેમ આત્મસાક્ષાત્કાર અને એમાં અવરોધ ઊભો કરનારી ઇચ્છાને નાશ કરવાનો પ્રયત્ન કરવો. Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય નિવર્તિક ધર્મને પ્રભાવ અને વિકાસ એમ લાગે છે કે જ્યારે પ્રવર્તક ધર્મના અનુયાયી વૈદિક આ આ દેશમાં પહેલવહેલાં આવ્યા ત્યારે પણ આ દેશમાં કયાંક ને ક્યાંક, એક યા બીજે રૂપે, નિવક ધર્મ પ્રચલિત હતા. શરૂઆતમાં આ બે ધર્મસંસ્થાઓના વિચારો વચ્ચે સારો એવો સંધર્ષ થયે, પણ નિવર્તક ધર્મના ગણ્યાગાંડ્યા સાચા અનુગામીઓની તપસ્યા, ધ્યાનપદ્ધતિ અને અસંચર્યા –અનાસક્ત આચરણ ને જે પ્રભાવ સાધારણ જનસમૂહ ઉપર ધીમે ધીમે વધતો જતો હતો, એણે પ્રવર્તક ધર્મના કેટલાક અનુયાયીઓને પણ પિતા તરફ આકર્ષ્યા, અને નિવકે ધર્મની સંસ્થાએને અનેક રૂપે વિકાસ થે શરૂ થયે. અંતે આનું અસરકારક પરિણામ એ આવ્યું કે પ્રવર્તક ધર્મના આધારરૂપ જે બ્રહ્મચર્ય અને ગૃહસ્થ, એમ બે આશ્રમ માનવામાં આવતા હતા એના સ્થાને પ્રવર્તક ધર્મના પુરસ્કર્તાઓએ પહેલાં તે વાનપ્રસ્થ સહિત ત્રણ અને પાછળથી સંન્યાસ સહિત ચાર આશ્રમને જીવનમાં સ્થાન આપ્યું. નિવક ધર્મની અનેક સંસ્થાઓના વધતા જતા લેકવ્યાપી પ્રભાવને કારણે પ્રવર્તક ધર્મનુયાયી બ્રાહ્મણો એટલે સુધી માનવા લાગ્યા કે ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર પણ, સીધેસીધા બ્રહ્મચર્યાશ્રમમાંથી જ પ્રવજ્યા સ્વીકારવાને માર્ગ પણ ન્યાયયુક્ત છે. આ રીતે જીવનમાં પ્રવર્તાક ધર્મને જે સમન્વય સ્થિર થયો, એનું ફળ આપણે દાર્શનિક સાહિત્ય અને પ્રજાજીવનમાં આજે પણ જોઈએ છીએ. સમન્વય અને સંઘર્ષ જે તત્ત્વજ્ઞ ઋષિઓ પ્રવર્તક ધર્મના અનુયાયી બ્રાહ્મણના વંશ હોવા છતાં નિવર્તક ધર્મને પૂરેપૂરે અપનાવી ચૂક્યા હતા, એમણે પિતાના ચિંતન અને જીવન દ્વારા નિર્તક ધર્મનું મહત્વ પ્રગટ કર્યું; આમ છતાં એમણે પિતાની પૈતૃક સંપતિરૂપ પ્રવર્તક ધર્મ અને એના આધારરૂપ વેદના પ્રામાણ્યને માન્ય રાખ્યું. ન્યાય-વૈશેષિક દર્શનના Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ અને ઔપનિષદ દર્શનના આદ્ય દ્રષ્ટી આવા જ તત્ત્વજ્ઞ ઋષિઓ હતા. નિવ ધર્મોના કાઈ કાઈ પુરસ્કર્તા એવા પણ થયા કે જેમણે તપ, ધ્યાન અને આત્મસાક્ષાત્કારમાં બાધક ક્રિયાકાંડના તે આત્યંતિક વિરાધ કર્યાં, પણ એ ક્રિયાકાંડની આધારભૂત શ્રુતિને સથા વિરોધ ન કર્યાં. એવી વ્યક્તિઓમાં સાંખ્ય દર્શનના આદિ પુરુષ કપિલ વગેરે ઋષિ હતા. એ કારણે જ સાંખ્યયેાગદર્શન મૂળમાં પ્રવર્તક ધનુ' વિધી હોવા છતાં અંતે વૈશ્વિક નેમાં સમાઈ ગયું. ७० સમન્વયની આવી પ્રક્રિયા આ દેશમાં સૈકાઓ સુધી ચાલતી રહી. પછી અને ધર્માંમાં કેટલાક એવા એકાંતવાદી થતા રહ્યા કે જેઓ પોતપોતાના પ્રવર્તક કે તિવક ધમ સિવાય બીજા પક્ષને ન તે માનતા હતા, કે ન તે! એને સારી કહેતા હતા. ભગવાન મહાવીર અને ખુદ્દી પહેલાં પણ નિયતક ધર્માંના આવા એકાંતવાદી અનેક પુરસ્કર્તા થયા છે. પણ મહાવીર અને ખુદ્ધના સમયમાં તે આ દેશમાં નિવક ધર્મની પાયક એવી અનેક સંસ્થાઓ હતી અને બીન્ક અનેક એવી ઊભી થઈ રહી હતી કે જે પ્રવર્તક ધર્મના સજ્જડ વિરાધ કરતી હતી. અત્યાર લગી નીચલાથી ઉપલા સુધીના વર્ગોમાં નિવૃત્તિધર્મની છાયામાં વિકાસ પામનારા વિવિધ તપાનુષ્ઠાન, વિવિધ ધ્યાનમાર્ગ અને જુદા જુદા પ્રકારના ત્યાગમય આચારાના એટલે અંધા પ્રભાવ વિસ્તરવા લાગ્યા હતા કે મહાવીર અને બુદ્ધના સમયમાં પ્રવત'ક અને નિવત્ ક ધમ વચ્ચે ફરી એકવાર પ્રબળ વિરાધનેા વટાળ ઊઠ્યો, જેની સાબિતી આપણને જૈન બૌદ્ધ વાડ્મયમાં તેમ જ સમકાલીન બ્રાહ્મણ વાડ્મયમાં મળે છે. તથાગત બુદ્ધ એવા પવ વિચારક અને દૃઢ હતા કે એમણે પોતાના નિવતક ધર્માંમાં પ્રવર્તક ધર્મના આધારરૂપ મ'તમે અને શાસ્ત્રોને કાઈ રીતે આશ્રય ન આપ્યા. દીતપસ્વી મહાવીર પશુ એવા જ કટ્ટર નિવધર્મી હતા. તેથી આપણે જોઈ એ છીએ કે પહેલાંથી અત્યાર સુધી જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં અનેક વેદાનુયાયી બ્રાહ્મણા દીક્ષિત થયા, તાપણુ એમણે જૈન અને બૌદ્ધ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૧ વાલ્મમાં પ્રામાણ્ય સ્થાપન કરવાને ન તે કોઈ પ્રયત્ન કર્યો કે ન તે બ્રાહ્મણJથે માન્ય રાખેલ કેઈ યજ્ઞયાગાદિ કર્મકાંડને માન્ય રાખ્યો. નિવર્તક ધર્મનાં મંતવ્ય અને આચાર સેંકડે નહીં બલ્ક હજાર વર્ષ પહેલાંથી ધીમે ધીમે નિવક ધર્મના અંગ-પ્રત્યંગ રૂપે જે અનેક મંતવ્યો અને આચારનો, મહાવીરબુદ્ધના સમય સુધીમાં વિકાસ થઈ ચૂક્યો હતો તે સંક્ષેપમાં આ છે: (૧) આત્મશુદ્ધિ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે, નહીં કે ઐહિક કે પારલૌકિક કઈ પણ પદનું મહત્વ. (૨) આ ઉદેશની પૂર્તિમાં બાધક એવા આધ્યાત્મિક મેહ, અવિદ્યા અને તેમાંથી જન્મેલ તૃષ્ણાને સમૂળગો ઉચ્છેદ કરે. (૩) આ માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના દ્વારા સમગ્ર જીવનવ્યવહારને તૃષ્ણ વગરને બનાવવો. એને સારુ શારીરિક, માનસિક, વાચિક વિવિધ તપસ્યાઓનું તથા જુદા જુદા પ્રકારના ધ્યાન-એગમાર્ગનું અનુસરણ અને ત્રણ, ચાર કે પાંચ મહાવ્રતનું આજીવન પાલન. (૪) આધ્યાત્મિક અનુભવ ધરાવતા કોઈ પણ માણસે કોઈ પણ ભાષામાં કહેલ આધ્યાત્મિક વર્ણનવાળાં વચનોને જ પ્રમાણરૂપ માનવી, નહીં કે ઈશ્વરકૃત કે અપૌરુષેય મનાતા, કાઈ ખાસ ભાષામાં રચાયેલ થોને. (૫) લાયકાત અને ગુરુપદની એકમાત્ર કસોટી જીવનની આધ્યાત્મિક શુદ્ધિને ગણવી, નહીં કે જન્મસિદ્ધ વર્ણવિશેષ. આ દૃષ્ટિએ સ્ત્રી અને શદ્ર સુધ્ધાંને ધર્માધિકાર એટલે જ છે, એટલે એક બ્રાહ્મણ અને ક્ષત્રિય પુરુષને. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈનધર્મને પ્રાણુ (૬) મધ-માંસ વગેરેને ધાર્મિક અને સામાજિક જીવનમાં નિષેધ. આ તેમ જ આનાં જેવાં લક્ષણ, જે પ્રવર્તક ધર્મના આચાર અને વિચારેથી જુદાં પડતાં હતાં, તે દેશમાં મૂળ ઘાલી ચૂક્યાં હતાં અને દિવસે દિવસે વધુ જોર પકડતાં જતાં હતાં. નિથ સંપ્રદાય ઘણેખરે અંશે ઉપર જણાવેલ લક્ષણોને ધારણ કરનાર અનેક સંસ્થાઓ અને સંપ્રદાયમાં એક નિવકધમી સંપ્રદાય એ પ્રાચીન હતો કે જે મહાવીરથી ઘણું શતાબ્દીઓ પહેલાંથી પિતાની વિશિષ્ટ ઢબે પિતાને વિકાસ કરતે જતો હતો. એ જ સંપ્રદાયમાં પહેલાં નાભિનંદન ઋષભદેવ, યદુનંદન નેમિનાથ અને કાશીરાજના પુત્ર પાર્શ્વનાથ થઈ ચૂક્યા હતા, અથવા તેઓ એ સંપ્રદાયના માન્ય પુછો થઈ ચૂક્યા હતા. સમયે સમયે એ સંપ્રદાયનાં અનેક નામ પ્રસિદ્ધ થયાં હતાં. યતિ, ભિક્ષુ, મુનિ, અનગાર, શ્રમણ વગેરે જેવાં નામો તે એ સંપ્રદાયને માટે વપરાતાં હતાં, પણ જ્યારે દીર્ધ તપસ્વી મહાવીર એ સંપ્રદાયના નેતા બન્યા, ત્યારે એ સંપ્રદાય “નિર્ચ નામથી વિશેષ પ્રસિદ્ધ થશે. જોકે નિવકધર્મનુયાયી પમાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચેલ વ્યકિતને માટે “જિન” શબ્દ સાધારણ રૂપે વપરાતે હતો; છતાં પણ ભગવાન મહાવીરના સમયમાં, અને એમના પછી કેટલાક વખત સુધી પણ, મહાવીરના અનુયાયી સાધુ કે ગૃહસ્થવર્ગ માટે ન” (જિનના અનુયાયી) નામનો ઉપયોગ નહોતે થ. આજે “જૈન” શબ્દથી મહાવીરે પિષેલ સંપ્રદાયના ત્યાગી, ગૃહસ્થ બધાય અનુયાયીઓને જે બોધ થાય છે, એને માટે પહેલાં નિર્ગથી અને “સમણોવાસગ” વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. અન્ય સંપ્રદાયને જેને સંસ્કૃતિ પર પ્રભાવ ઇક, વરુણ વગેરે સ્વર્ગીય દેવ-દેવીઓની સ્તુતિ-ઉપાસનાના સ્થાનમાં જેને આદર્શ નિષ્કલંક મનુષ્યની ઉપાસના છે, પણ જૈન આચાર Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ૭૩ વિચારમાં બહિષ્કત મનાયેલ દેવ-દેવીઓ, જેમનો જૈન સંસ્કૃતિના ઉદ્દેશની સાથે કરશે મેળ નથી, તેઓ ફરી પાછો, ભલે ગૌણ રૂપે જ કાં ન હેય, સ્તુતિ-પ્રાર્થના દ્વારા પસી જ ગયાં. જૈન પરંપરાએ ઉપાસનામાં પ્રતીકરૂપે માનવમૂર્તિને સ્થાન આપ્યું, કે જે એના ઉદ્દેશની સાથે સુસંગત છે. પણ સાથે જ એની આસપાસ શૃંગાર અને આડંબરની એટલી સામગ્રી ભેગી થઈ ગઈ કે જે નિવૃત્તિના લક્ષની સાથે સાવ અસંગત છે. સ્ત્રી અને શુદ્રને આધ્યાત્મિક સમાનતાને સગપણે ઊંચે ઊઠાવવાનો તથા સમાજમાં માનભર્યું સ્થાન અપાવવાને જૈન સંસ્કૃતિને જે ઉદ્દેશ હતો તે એટલી હદે લુપ્ત થઈ ગયો કે, એણે કેવળ શુદ્રોને અપનાવવાની ક્રિયા જ બંધ કરી દીધી, એટલું જ નહીં, બકે એણે બ્રાહ્મણધર્મપ્રસિદ્ધ જાતિની દીવાલ પણ ઊભી કરી દીધી ! તે એટલી હદે કે જ્યાં બ્રાહ્મણ પરંપરાનું પ્રાધાન્ય હતું ત્યાં એણે શુક કહેવાતા લોકોને અજૈન કહીને પિતાના ઘરમાંથી પણ બહાર કાઢી મૂક્યા ! અને શરૂઆતમાં જે જૈન સંસ્કૃતિ જાતિ-ભેદનો વિરોધ કરવામાં ગૌરવ માનતી હતી, એણે દક્ષિણ ભારત જેવા પ્રદેશમાં નવા જાતિભેદનું સંજન કરી દીધું તથા સ્ત્રીઓને પૂર્ણ આધ્યાત્મિક ગ્યતાને માટે અસમર્થ જાહેર કરી દીધી ! આ સ્પષ્ટ રીતે કદર બ્રાહ્મણ પરંપરાની જ અસર છે. મંત્ર, જ્યોતિષ વગેરે વિદ્યાઓ, જેમને જૈન સંસ્કૃતિના ધ્યેયની સાથે કશો સંબંધ નથી, એ પણ જેને સંસ્કૃતિમાં આવી ગઈ. આટલું જ નહીં, બલકે આધ્યાત્મિક જીવન સ્વીકારનારા અનગારેએ સુધ્ધાં એ વિદ્યાઓને અપનાવી. યપવીત [ જનોઈ] વગેરે જે સંસ્કારોને મૂળમાં જૈન સંસ્કૃતિ સાથે કરશે જ સંબંધ ન હતો, એ જ મધ્યયુગમાં દક્ષિણ હિંદુસ્તાનમાં જૈન સંસ્કૃતિનું એક અંગ બની ગયા અને એને માટે, બ્રાહ્મણ પરંપરાની જેમ, જૈન પરંપરામાં પણ એક પુરોહિતવર્ગ કાયમ થઈ ગયો. યજ્ઞયાગાદિનું બરાબર અનુકરણ કરવાવાળા ક્રિયાકાંડ પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પેસી ગયા. આ તેમ જ આવી બીજી અનેક નાની-મોટી Page #14 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મને પ્રાણ બાબતે એટલા માટે બની ગઈ કે જૈન સંસ્કૃતિને એવા સાધારણ અનુયાયીઓની રક્ષા કરવી હતી કે જેઓ બીજા વિરોધી સંપ્રદાયમાંથી આવીને એમાં સામેલ થયા હતા, અથવા જેઓ બીજા સંપ્રદાયના આચાર-વિચારોથી પિતાની જાતને બચાવી શકતા ન હતા. હવે આપણે ટૂંકમાં એ પણ જોઈશું કે બીજાઓ ઉપર જૈન સંસ્કૃતિની ખાસ અસર શી પડી ? જૈન સંસ્કૃતિને બીજાઓ ઉપર પ્રભાવ આમ તે સિદ્ધાંતરૂપે સર્વભૂતદયાને બધાય માને છે, પણ પ્રાણી રક્ષા ઉપર જેટલે ભાર જૈન સંસ્કૃતિએ આપે છે, જેટલી ધગશથી એણે એ માટે કામ કર્યું છે, એનું પરિણામ સમગ્ર ઇતિહાસયુગમાં એ આવ્યું કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જેને એક કે બીજા ક્ષેત્ર ઉપર પ્રભાવ પડયો, ત્યાં ત્યાં સઘળે આમજનતા ઉપર પ્રાણુરક્ષાને પ્રબળ સંસ્કાર પડ્યો; તે એટલે સુધી કે ભારતના અનેક ભાગમાં પિતાને અજૈન કહેનારા તથા જેનવિરોધી માનનારા સાધારણ લેકે પણ જીવમાત્રની હિંસા પ્રત્યે અણગમે સેવવા લાગ્યા. અહિંસાના આ સામાન્ય સંસ્કારને લીધે જ વૈષ્ણવ વગેરે અનેક જૈનેતર પરંપરાઓના આચાર-વિચાર પ્રાચીન વૈદિક પરંપરાથી સાવ જુદા થઈ ગયા છે. તપસ્યાના સંબંધમાં પણ એમ જ થયું. ત્યાગી હોય કે ગૃહસ્થ, બધાય જૈન તપસ્યા તરફ ખૂબ વધારે મૂકે છે. આને પ્રભાવ પાડેસી સમાજે ઉપર એટલે બધો પડ્યો કે એમણે પણ એક કે બીજે રૂપે અનેક પ્રકારની સાત્વિક તપસ્યાઓ અપનાવી લીધી. અને સામાન્ય રીતે સાધારણ જનતા જૈનેની તપસ્યા તરફ આદરભાવ ધરાવતી રહે છે, તે એટલે સુધી કે મુસલમાન સમ્રાટ તથા બીજા સમર્થ અધિકારીઓએ તપસ્યાથી આકર્ષાઈને અનેકવાર જૈન સંપ્રદાયનું કેવળ બહુમાન જ નથી કર્યું, બલ્ક એને અનેક સવલતો પણ આપી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય wwwww w www૫૦, ૦૦૦/~~~ ~~~~~~~~~~ મઘ-માંસ વગેરે સાત વ્યસનને નાબૂદ કરવાને તથા એમને ઓછાં કરવાને જૈન વર્ગે એટલે બધા પ્રયત્ન કર્યો છે કે જેને લીધે તે એ વ્યસનમાં ડૂબેલી અનેક જાતિઓમાં સુસંસ્કાર નાખવા શક્તિશાળી બનેલ છે. જોકે બૌદ્ધ વગેરે બીજા સંપ્રદાય પણ પિતાની પૂરી તાકાતથી આ સુસંસ્કારને માટે પ્રયત્ન કરતા હતા, પણ તેને પ્રયત્ન આ દિશામાં અત્યાર સુધી ચાલુ છે અને જ્યાં જેને પ્રભાવ સારો છે ત્યાં, આ સ્વૈરવિહારના સ્વતંત્ર યુગમાં પણ, મુસલમાન અને બીજા માંસાહારી લેકે સુધ્ધાં ખુલ્લંખુલ્લા માંસ-દારૂને ઉપયોગ કરતાં સંકોચ અનુભવે છે. લોકમાન્ય તિલકે સાચું જ કહ્યું છે કે ગુજરાત વગેરે પ્રાતિમાં પ્રાણુરક્ષા અને નિમિસ ભોજનને જે આગ્રહ છે તે જૈન પરંપરાને જ પ્રભાવ છે. જેન વિચારસરણીને એક મૌલિક સિદ્ધાંત એ છે કે દરેક વસ્તુને વિચાર વધારેમાં વધારે પાસાં અને વધારેમાં વધારે દષ્ટિબિંદુઓથી કરે, અને વિવાદાસ્પદ વિષયમાં પોતાના સાવ વિરોધી પક્ષના અભિપ્રાયને પણ એટલી જ સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે, જેટલી સહાનુભૂતિ પિતાના પક્ષ તરફ હોય; અને અંતે સમન્વયરૂપે જ જીવનવ્યવહારનો ફેસલે કરે. આમ તે આ સિદ્ધાંત બધાય વિચારકના જીવનમાં, એક કે બીજે રૂપે, કામ કરતા જ રહે છે, એના સિવાય પ્રજાજીવન ને તે વ્યવસ્થિત બની શકે છે કે ન તે શાંતિ મેળવી શકે છે; છતાં જૈન વિચારકોએ એ સિદ્ધાંતની એટલી બધી ચર્ચા કરી છે, અને એના ઉપર એટલે બધો ભાર દીધું છે કે જેને લીધે કટ્ટરમાં કટ્ટર વિરોધી સંપ્રદાયને પણ કંઈ ને કંઈ પ્રેરણા મળતી જ રહી છે. રામાનુજ વિશિષ્ટાદ્વૈત, એ ઉપનિષદની ભૂમિકા ઉપર ઊભે થયેલ અનેકાંતવાદ જ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ७६ જૈનધર્મનો પ્રાણ જૈન પરંપરાના આદર્શ જૈન સંસ્કૃતિના હૃદયને સમજવા માટે આપણે ડાક એ આદર્શોને પરિચય કરવો પડશે, જે પહેલાંથી આજ સુધી જેને પરંપરામાં એકસરખી રીતે માન્ય છે અને પૂજાય છે. જૈન પરંપરાની સામે સૌથી પ્રાચીન આદર્શ ઋષભદેવ અને એમના પરિવારને છે. ઋષભદેવે પિતાના જીવનને સૌથી મોટો ભાગ, પ્રજાપાલનની જવાબદારીની સાથે બીજી જે જવાબદારીઓ એમના માથે આવી પડી હતી, એને બુદ્ધિપૂર્વક અદા કરવામાં વિતાવ્યો હતો. તેઓએ એ સમયના સાવ અભણ લોકોને લખતાં-વાંચતાં શીખવ્યું. કશે કામધધ નહીં જાણનારા વનવાસીઓને એમાણે ખેતીવાડી તથા સુતાર, કુંભાર વગેરેના જીવનોપયોગી ધંધો શીખવ્યા. અંદર અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે નિયમોનું પાલન કરવું એ પણ એમણે શીખવ્યું. પછી જ્યારે એમને લાગ્યું કે મે પુત્ર ભરત પ્રજાનું શાસન કરવાની બધી જવાબદારીઓ અદા કરી શકશે, ત્યારે રાજ્યનો ભાર એને પીને તેઓ ઊંડા આધ્યાત્મિક પ્રશ્નોની છણાવટ કરવાને માટે ઉગ્ર તપસ્વી બનીને ઘેરથી ચાલી નીકળ્યા. ઋષભદેવની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી નામે હતી. એ યુગમાં બહેન-ભાઈ વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. સુંદરીએ આ પ્રથાને વિરોધ કર્યો, અને પિતાની સૌમ્ય તપસ્યાથી ભાઈ ભરત ઉપર એ પ્રભાવ પાડ્યો કે જેથી ભારતે સુંદરીની સાથે લગ્ન કરવાને વિચાર માંડી વાળ્યો એટલું જ નહીં બલ્ક, એ એને ભક્ત બની ગ. સદના યમ-યમીસૂક્તમાં ભાઈ યમે યમીની લગ્નની માગણીને અસ્વીકાર કર્યો, જ્યારે બહેન સુંદરીએ ભાઈભરતની લગ્નની માગણીને તપસ્યામાં ફેરવી દીધી. આના ફળરૂપે ભાઈ-બહેનના લગ્નની પ્રતિષ્ઠિત પ્રથા નાબૂદ થઈ ગઈ ઋષભદેવના ભરત અને બાહુબલી નામે પુત્ર વચ્ચે રાજ્યને Page #17 -------------------------------------------------------------------------- ________________ છ૭ જૈન સંસ્કૃતિનું હૃદય માટે ભયાનક યુદ્ધ શરૂ થયું. છેવટે ઠંદ્વયુદ્ધ દ્વારા નિકાલ લાવવાનો નિશ્ચય થશે. ભરતને પ્રચંડ પ્રહાર નિષ્ફળ ગયો. જ્યારે બાહુબલીને વારે આવ્યો અને ભારત કરતાં વધારે શક્તિશાળી બાહુબલીને એમ લાગ્યું કે મારા મુષ્ટિપ્રહારથી ભરતની અવસ્ય દુર્દશા થશે, ત્યારે એણે ભાઈ ઉપર વિજય મેળવવાની પળને પિતાની જાત ઉપર વિજય મેળવવામાં ફેરવી નાખી. એણે એમ વિચાર્યું કે રાજ્યને માટે યુદ્ધમાં વિજય મેળવવા અને વેર-પ્રતિવેરનાં અને કુટુંબકલેશનાં બી વાવવાં એના કરતાં સાચે વિજય અહંકાર અને તૃષ્ણા ઉપર વિજય મેળવવામાં જ છે. એણે પિતાના બાહુબળનો ઉપયોગ ક્રોધ અને અભિમાન ઉપર જ કર્યો, અને અવેરથી વૈરને પ્રતિકાર કરવાને જીવંત દાખલો બેસાડ્યો. પરિણામ એ આવ્યું કે અંતે ભરતને લેભ અને ગર્વ પણ ખંડિત થઈ ગયો. એક સમય એવો હતો કે જ્યારે કેવળ ક્ષત્રિયમાં જ નહીં, બધાય વર્ગોમાં માંસ ખાવાની પ્રથા હતી. રોજબરોજના ભોજન માટે, સામાજિક ઉત્સવમાં, ધાર્મિક અનુષ્ઠાને અવસરે પશુ-પક્ષીઓને વધ એવો જ પ્રચલિત અને પ્રતિષ્ઠિત હતા કે જેથી આજે નારિયેળ અને ફળની ભેટ. એ યુગમાં યદુનંદન નેમિકુમારે એક અજબ પગલું ભર્યું. એમણે પિતાના લગ્ન વખતે ભોજન માટે કતલ કરવામાં આવનાર નિર્દોષ પશુ-પક્ષીઓની વેદનાભરી મૂક વાણુથી કવિત થઈને નિશ્ચય કર્યો કે જેમાં નિર્દોષ પશુ-પક્ષીઓને બિનજરૂરી વધ થતું હોય એવા લગ્નથી સયું! આવો ગંભીર નિશ્ચય કરીને તેઓ, કાઈની વાત કાને ધર્યા વિના, જાનમાંથી તરત જ પાછા ફરી ગયા. અને દ્વારકાથી સીધા ગિરનાર પર્વત ઉપર જઈને એમણે તપસ્યા આદરી. કુમાર અવસ્થામાં જ રાજપુત્રીને ત્યાગ કરીને અને ધ્યાન-તપનો ભાગ અપનાવીને એમણે એ લાંબા સમયથી પ્રચલિત પશુ-પક્ષી-વધની પ્રથા ઉપર, પિતાની જાતના દાખલા ઉપરથી, એટલે સખ્ત પ્રહાર કર્યો Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ vvvvvvvvvvv કે જેથી આખા ગુજરાતમાં, અને ગુજરાતથી પ્રભાવિત થયેલા બીજા પ્રાતમાં પણ, એ પ્રથા નામશેષ થઈ ગઈ અને ઠેર ઠેર આજ સુધી ચાલી આવતી પાંજરાપોળો જેવી લોકપ્રિય સંસ્થાઓમાં પરિવર્તિત થઈ ગઈ પાર્શ્વનાથને જીવનને આદર્શ કંઈક જુદો જ હતો. એમણે એકવાર દુર્વાસા જેવા સહજ ક્રોધી તાપસ તથા એના અનુયાયીઓની ખફગી વહેરવાનું જોખમ ખેડીને પણ એક બળતા સાપને લીલા લાકડામાંથી બચાવી લેવાનો પ્રયત્ન કર્યો. આનું પરિણામ એ આવ્યું કે આજે પણ જૈનોના પ્રભાવવાળા ક્ષેત્રમાં કોઈ સાપ સુધ્ધાને મારતા નથી. દીર્ધતપસ્વી મહાવીરે પણ એક વખત પિતાની અહિંસાવૃત્તિની પૂર્ણ સાધનાને આવો જ પરિચય આપ્યો હતો. જ્યારે તેઓ જંગલમાં ધ્યાનમાં ઊભા હતા ત્યારે એક પ્રચંડ વિષધરે એમને ડંખ માર્યો. એ સમયે તેઓ પોતાના ધ્યાનમાં અચલ રહ્યા, એટલું જ નહીં, બબ્બે એમણે એ વિષધર ઉપર મૈત્રીભાવનાને પ્રયોગ કર્યો, જેથી એ પ્રયોગ “ટ્ટિપ્રતિષાચાં તરન્નધૌ દૈત્યા” એ સૂત્રનું જીવન્ત દષ્ટાંત બની ગયું. તેઓ જીવનપર્યત, અનેક પ્રસંગોએ, યજ્ઞયાગાદિ ધાર્મિક કાર્યોમાં થતી હિંસાને રોકવાને પૂર્ણ પ્રયત્ન કરતા જ રહ્યા. આવા આદર્શોથી જ જૈન સંસ્કૃતિ પ્રાણવાન બની રહી છે; અને અનેક મુસીબતોની વચ્ચે પણ એણે પિતાના આદર્શોને હૃદયને ગમે તેમ કરીને સાચવી રાખવાને પ્રયત્ન કર્યો છે, જે ભારતના ધાર્મિક, સામાજિક અને રાજકીય ઈતિહાસમાં જીવિત છે. જ્યારે પણ એવો સુગ સાંપડ્યો ત્યારે ત્યાગી તથા રાજા, મંત્રી અને વેપારી વગેરે ગૃહસ્થ જૈન સંસ્કૃતિના અહિંસા, સંયમ અને તપના આદર્શોને પિતાની ઢબે પ્રચાર કર્યો છે. સંસ્કૃતિને ઉદ્દેશ સંસ્કૃતિ માત્રનો ઉદ્દેશ છે માનવતાના કલ્યાણ તરફ આગળ વધવું. આ ઉદ્દેશને એ ત્યારે જ સાધી શકે છે કે જ્યારે એ પિતાને Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય ve જન્મ આપનાર અને ષનાર રાષ્ટ્રના કલ્યાણમાં ફાળો આપવા માટે હમેશાં તૈયાર હોય. કાઈ પણ સંસ્કૃતિનાં ખાદ્ય અંગો કેવળ અભ્યુદયના સમયે જ વિકસે છે અને એવે સમયે જ એ આકર્ષક લાગે છે, પણ સંસ્કૃતિના હૃદયની વાત જુદી છે. સમય આફતને હોય કે અભ્યુદયને, અને સમયમાં એની અનિવાય જરૂરિયાત તે હમેશાં એકસરખી જ હોય છે. કાઈ પણ સંસ્કૃતિ, જ્યાં સુધી એ ભાવિના ઘડતરમાં પેાતાના કાળા ન આપે ત્યાં સુધી, કેવળ પોતાના પ્રતિહાસ કે યશગાથાના આધારે ન તા જીવિત રહી શકે છે કે ન તે! પ્રતિષ્ઠા મેળવી શકે છે, આ ષ્ટિએ પણ જૈન સંસ્કૃતિ અંગે વિચાર કરવા સંગત છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંસ્કૃતિ મૂળે પ્રવૃત્તિ અર્થાત્ પુનર્જન્મથી છુટકારો મેળવવાની દૃષ્ટિએ આવિર્ભાવ પામી છે. એના આચાર-વિચારનું આખું માળખું' એ લક્ષને અનુરૂપ જ બન્યુ છે. પણ આપણે એ પણ જોઈએ છીએ કે, આખરે એ સસ્કૃતિ વ્યક્તિ સુધી જ સીમિત ન રહી; એણે એક વિશિષ્ટ સમાજનું રૂપ ધારણ કરી લીધું. નિવૃત્તિ અને પ્રવૃત્તિ ગમે તે સમાજ હાય, એ કેવળ નિવૃત્તિની ભુલભુલમણીને આધારે ન તે જીવી શકે છે, કે ન તે વાસ્તવિક નિવૃત્તિની સાધના જ કરી શકે છે. જો કાઈ રીતે નિવૃત્તિને નહીં માનવાવાળા અને કેવળ પ્રવૃત્તિચક્રનું જ મહત્ત્વ માનવાવાળા છેવટે એ પ્રવૃત્તિના કાન અને વટળમાં જ સાઈને મરી શકતાં હોય તો એ પણ એટલું જ સાચુ છે કે પ્રવૃત્તિને આધાર લીધા વગર નિવૃત્તિ કેવળ હવાઈ કિલ્લે જ અતી જાય છે. અતિહાસિક અને દાનિક સત્ય તો એ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ માનવકલ્યાણના એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં સુધી દોષોની નિવૃત્તિની સાથે જ સદ્ગુણુપ્રેરક અને કલ્યાણકર પ્રવૃત્તિમાં અળ પૂરવામાં ન આવે ત્યાં સુધી કાઈ માણસ દેખે, ભૂલે, Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ના પ્રાણ બૂરાઈ અને અકલ્યાણુથી બચી નથી શકતો. કાઈ પણ માંદો માણસ અપથ્ય અને ક્રુપથી નિવૃત્ત થવાથી જીવતા નથી રહી શકતો; સાથે જ સાથે એણે પથ્યનુ સેવન પણ કરવું જ જોઈએ. જીવનને માટે શરીરમાંથી ખગાડવાળા લાહીને કાઢી નાખવુ. જેટલું જરૂરી છે એટલું જ એની નસામાં નવા લોહીના સંચાર કરવા એ પણ જરૂરી નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ ૮૦ ઋષભદેવથી લઈ તે આજ સુધી નિવૃત્તિગામી કહેવાતી જૈન સંસ્કૃતિ પણ કાઈ ને કાઈ રીતે જીવિત રહી છે, તે એક માત્ર નિવૃત્તિના અળ ઉપર નહીં, કિંતુ કલ્યાણકારી પ્રવૃત્તિને આધારે. જો પ્રવકધી બ્રાહ્મણોએ નિવૃત્તિમાર્ગનાં સુંદર તત્ત્વાને અપનાવીને એક વ્યાપક, કલ્યાણકારી, એવી સ'સ્કૃતિનુ નિર્માણ કર્યું કે જે ગીતામાં સજીવન અતીને આજે નવા ઉપયેગી સ્વરૂપમાં ગાંધીજી દ્વારા કરી પોતાનુ સંસ્કરણ કરી રહી છે, તો નિવૃત્તિલક્ષી જૈન સસ્કૃતિ પણ કલ્યાણલક્ષી જરૂરી પ્રવૃત્તિનો આધાર લઈને જ અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં જીવંત રહી રાકરો. જૈન સંસ્કૃતિમાં તત્ત્વજ્ઞાન અને આચારના જે મૂળ નિયમે છે, અને એ જે આદર્શોને આજ લગી પોતાની પૂંજી માની રહેલ છે, એને આધારે એ પ્રવૃત્તિના એવા મગલકારી યેાગ સાધી શકે છે કે જે બધાને માટે કલ્યાણકર થાય. જૈન પરંપરામાં પહેલું સ્થાન છે ત્યાગીઓનુ અને ખીજું છે ગૃહસ્થાનુ . ત્યાગીઓને પાંચ મહાવ્રત સ્વીકારવાની જે આજ્ઞા છે તે વધારેમાં વધારે સદ્ગુણામાં પ્રવૃત્તિ કરવાની કે સદ્ગુણપેષક પ્રવૃત્તિને માટે શક્તિ પેદા કરવાની પ્રાથમિક શરત માત્ર છે. હિંસા, અસત્ય, ચારી, પરિગ્રહ વગેરે દોષોથી બચ્યા વિના સદ્ગુણમાં પ્રવૃત્તિ થઈ જ નથી શકતી. અને સદ્ગુણપોષક પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપ્યા વિના હિ'સા વગેરેથી બચી જવુ, એ પણ સથા અસંભવ છે. જે વ્યક્તિમાં સાર્વભૌમ મહાત્રતાને સ્વીકારવાની શક્તિ ન હોય એને માટે Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનું હૃદય જેને પરંપરામાં આશુત્રની રચના કરીને ધીમે ધીમે નિવૃત્તિ તરફ આગળ વધવાનો માર્ગ પણ રાખવામાં આવ્યો છે. આવા ગૃહસ્થને માટે હિંસા વગેરે દેશોથી અમુક અંશે બચવાનું વિધાન કરવામાં આવ્યું છે, એને અર્થ એ જ છે કે પહેલાં ગૃહસ્થ દેથી બચવા અભ્યાસ કરે. પણ સાથે જ સાથે એના માટે એ આદેશ પણ છે કે જે જે દોષને એ દૂર કરે છે તે દોષના વિરોધી સગુણોને જીવનમાં સ્થાન આપતા જાય. હિંસાને દૂર કરવી હોય તે જીવનમાં પ્રેમ અને આત્મૌપજ્યના સદ્ગણને પ્રગટ કરવા જોઈએ. સત્ય બોલ્યા વગર અને સત્ય બોલવાનું બળ મેળવ્યા વગર અસત્યથી નિવૃત્તિ કેવી રીતે થશે? પરિગ્રહ અને લેભથી બચવું હોય તે સંતોષ અને ત્યાગ જેવી ગુણષિક પ્રવૃત્તિઓમાં પિતાની જાતને ખપાવી દેવી જ પડશે. સંસ્કૃતિનો સંકેત સંસ્કૃતિમાત્રને સંકેત લાભ અને મેહને ઘટાડવા તથા નિમૂળ કરવા તરફ છે, નહીં કે પ્રવૃત્તિને નિર્મૂળ કરવા તરફ. જે પ્રવૃત્તિ આસતિ વગર ન જ થઈ શકે એવી હોય એ જ ત્યાજ્ય છે; દા. ત., કામાચાર અને વ્યક્તિગત પરિગ્રહ વગેરે. જે પ્રવૃત્તિઓ સમાજનાં ધારણ, પિષણ અને એનો વિકાસ કરનારી છે તે આસક્તિપૂર્વક તેમ જ આસક્તિ વગર પણ થઈ શકે છે. એટલા માટે સંસ્કૃતિ કેવળ આસક્તિના ત્યાગ તરફ જ સંકેત કરે છે. દિઔચિં૦ નં. 2, પૃ૦ 132-142]