________________
१२
જૈનધર્મને પ્રાણુ લોકે ઉપરાંત બીજા લોકો પણ પિતાની આંખ, કાન વગેરે બાહ્ય ઈદ્રિ દ્વારા જાણી શકે છે. પણ સંસ્કૃતિનું આંતરિક સ્વરૂપ એવું નથી હેતું; કારણ કે કઈ પણ સંસ્કૃતિના આંતરિક સ્વરૂપનું સાક્ષાત આકલન તે ફક્ત એને જ થાય છે કે જે એને પિતાના જીવનમાં ઓતપ્રિોત કરી દે છે. બીજા લેકે એને જાણવા ઇચ્છે તો એનું સાક્ષાત દર્શન નથી કરી શકતા. પણ એ આંતરિક સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારનાર પુરુષ કે પુરુષોના જીવન-વ્યવહારે ઉપરથી તેમ જ તેની આસપાસના વાતાવરણ ઉપર પડતી અસરો ઉપરથી તેઓ કોઈ પણ આંતરિક સંસ્કૃતિને અંદાજ મેળવી શકે છે. અહીં મારે મુખ્યત્વે જૈન સંસ્કૃતિના એ સ્વરૂપને કે હૃદયને પરિચય આપે છે કે જે મેટે ભાગે અભ્યાસમાંથી જાગેલી કલ્પના તથા અનુમાન પર જ આધાર રાખે છે. જૈન સંસ્કૃતિનું બાહ્ય સ્વરૂપ
જૈન સંસ્કૃતિના બાહ્ય સ્વરૂપમાં, બીજી સંસ્કૃતિઓના બાહ્ય વરૂપની જેમ, અનેક વસ્તુઓને સમાવેશ થાય છે. શાસ્ત્ર, એની ભાષા, મંદિર, એનું સ્થાપત્ય, મૂર્તિવિધાન, ઉપાસનાના પ્રકાર, એમાં કામમાં આવનારાં ઉપકરણે તથા વસ્તુઓ, સમાજના ખાન-પાનને નિયમે, ઉત્સ, તહેવારો વગેરે અનેક વિષયોને જૈન સમાજ સાથે એક જાતને અને સંબંધ છે; અને પ્રત્યેક વિષય પિતા પોતાને આગ ઈતિહાસ પણ ધરાવે છે. આ બધી બાબતે બાહ્ય સંસ્કૃતિનાં અંગ છે. પણ એવો કોઈ નિયમ નથી કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આ અને એવાં બીજાં અંગ મેજાદ હોય ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એનું હૃદય પણ અવશ્ય હોવું જોઈએ. બાહ્ય અંગે હયાત હોવા છતાં કયારેક હૃદયનો અભાવ હોય છે, અને બાહ્ય અંગેના અભાવમાં પણ સંસ્કૃતિના હૃદયની સંભાવના હોય છે. આ દષ્ટિને સામે રાખીને વિચાર કરનાર કોઈ પણ વ્યક્તિ એ વાત સારી રીતે સમજી શકશે કે, જૈન સંસ્કૃતિનું હૃદય, જેનું વર્ણન હું અહીં કરવાને છું, એને કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org