________________
૭૨
જૈનધર્મને પ્રાણુ
(૬) મધ-માંસ વગેરેને ધાર્મિક અને સામાજિક જીવનમાં નિષેધ. આ તેમ જ આનાં જેવાં લક્ષણ, જે પ્રવર્તક ધર્મના આચાર અને વિચારેથી જુદાં પડતાં હતાં, તે દેશમાં મૂળ ઘાલી ચૂક્યાં હતાં અને દિવસે દિવસે વધુ જોર પકડતાં જતાં હતાં. નિથ સંપ્રદાય
ઘણેખરે અંશે ઉપર જણાવેલ લક્ષણોને ધારણ કરનાર અનેક સંસ્થાઓ અને સંપ્રદાયમાં એક નિવકધમી સંપ્રદાય એ પ્રાચીન હતો કે જે મહાવીરથી ઘણું શતાબ્દીઓ પહેલાંથી પિતાની વિશિષ્ટ ઢબે પિતાને વિકાસ કરતે જતો હતો. એ જ સંપ્રદાયમાં પહેલાં નાભિનંદન ઋષભદેવ, યદુનંદન નેમિનાથ અને કાશીરાજના પુત્ર પાર્શ્વનાથ થઈ ચૂક્યા હતા, અથવા તેઓ એ સંપ્રદાયના માન્ય પુછો થઈ ચૂક્યા હતા. સમયે સમયે એ સંપ્રદાયનાં અનેક નામ પ્રસિદ્ધ થયાં હતાં. યતિ, ભિક્ષુ, મુનિ, અનગાર, શ્રમણ વગેરે જેવાં નામો તે એ સંપ્રદાયને માટે વપરાતાં હતાં, પણ જ્યારે દીર્ધ તપસ્વી મહાવીર એ સંપ્રદાયના નેતા બન્યા, ત્યારે એ સંપ્રદાય “નિર્ચ નામથી વિશેષ પ્રસિદ્ધ થશે. જોકે નિવકધર્મનુયાયી પમાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચેલ વ્યકિતને માટે “જિન” શબ્દ સાધારણ રૂપે વપરાતે હતો; છતાં પણ ભગવાન મહાવીરના સમયમાં, અને એમના પછી કેટલાક વખત સુધી પણ, મહાવીરના અનુયાયી સાધુ કે ગૃહસ્થવર્ગ માટે ન” (જિનના અનુયાયી) નામનો ઉપયોગ નહોતે થ. આજે “જૈન” શબ્દથી મહાવીરે પિષેલ સંપ્રદાયના ત્યાગી, ગૃહસ્થ બધાય અનુયાયીઓને જે બોધ થાય છે, એને માટે પહેલાં નિર્ગથી અને “સમણોવાસગ” વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. અન્ય સંપ્રદાયને જેને સંસ્કૃતિ પર પ્રભાવ
ઇક, વરુણ વગેરે સ્વર્ગીય દેવ-દેવીઓની સ્તુતિ-ઉપાસનાના સ્થાનમાં જેને આદર્શ નિષ્કલંક મનુષ્યની ઉપાસના છે, પણ જૈન આચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org