________________
જૈનધર્મને પ્રાણ (૨) બીજું એ કે જે વર્તમાન જન્મ ઉપરાંત જન્માંતરનો પણ વિચાર કરે છે.
(૩) ત્રીજે એ વિભાગ કે જે જન્મજન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદનો પણ વિચાર કરે છે. અનાત્મવાદ
અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકે હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતા સુખની પેલે પાર કઈ સુખ છે, એવી કલ્પનાથી ન તે પ્રેરણા મેળવતા હતા કે ન તે એનાં સાધનની શોધમાં સમય વિતાવો ઠીક માનતા હતા; એમનું ધ્યેય વર્તમાન જીવનને સુખભેગ જ હતું. અને તેઓ આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનોને સંગ્રહ કરતા હતા. તેઓ માનતા હતા કે આપણે જે કંઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ, અને મરણ બાદ આપણે ફરી જન્મ લઈ શકતા નથી. બહુ બહુ તો આપણું પુનર્જન્મનો અર્થ આપણું સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી આપણે જે કંઈ સુકૃત કરીશું, એનું ફળ આ જન્મ પછી ભોગવવા માટે આપણે જન્મવાના નથી. આપણી કરણનું ફળ આપણું સંતાન કે આપણે સમાજ ભોગવી શકે છે. એને પુનર્જન્મનું નામ આપવું હોય તે એમાં અમારે કઈ વાંધો નથી. આ વિચાર કરનારા વર્ગને આપણું પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જ વર્ગ, ક્યારેક, આગળ જતાં, ચાર્વાક તરીકે ઓળખાવા લાગે. આ વર્ગની દૃષ્ટિમાં સાધ્ય-પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભોગ જ છે. એના સાધન તરીકે એ વર્ગ નથી ધર્મની કલ્પના કરો કે નથી જાતજાતનાં વિધિવિધાનને વિચાર કરતે. તેથી જ આ વર્ગને કેવળ કામ-પુરુષાથી કે બહુ બહુ તે કામ અને અર્થ, એ બે પુરુષાર્થને માનનાર કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org