________________
જૈન સંસ્કૃતિનું હૃદય નિવર્તિક ધર્મને પ્રભાવ અને વિકાસ
એમ લાગે છે કે જ્યારે પ્રવર્તક ધર્મના અનુયાયી વૈદિક આ આ દેશમાં પહેલવહેલાં આવ્યા ત્યારે પણ આ દેશમાં કયાંક ને ક્યાંક, એક યા બીજે રૂપે, નિવક ધર્મ પ્રચલિત હતા. શરૂઆતમાં આ બે ધર્મસંસ્થાઓના વિચારો વચ્ચે સારો એવો સંધર્ષ થયે, પણ નિવર્તક ધર્મના ગણ્યાગાંડ્યા સાચા અનુગામીઓની તપસ્યા, ધ્યાનપદ્ધતિ અને અસંચર્યા –અનાસક્ત આચરણ ને જે પ્રભાવ સાધારણ જનસમૂહ ઉપર ધીમે ધીમે વધતો જતો હતો, એણે પ્રવર્તક ધર્મના કેટલાક અનુયાયીઓને પણ પિતા તરફ આકર્ષ્યા, અને નિવકે ધર્મની સંસ્થાએને અનેક રૂપે વિકાસ થે શરૂ થયે. અંતે આનું અસરકારક પરિણામ એ આવ્યું કે પ્રવર્તક ધર્મના આધારરૂપ જે બ્રહ્મચર્ય અને ગૃહસ્થ, એમ બે આશ્રમ માનવામાં આવતા હતા એના સ્થાને પ્રવર્તક ધર્મના પુરસ્કર્તાઓએ પહેલાં તે વાનપ્રસ્થ સહિત ત્રણ અને પાછળથી સંન્યાસ સહિત ચાર આશ્રમને જીવનમાં સ્થાન આપ્યું. નિવક ધર્મની અનેક સંસ્થાઓના વધતા જતા લેકવ્યાપી પ્રભાવને કારણે પ્રવર્તક ધર્મનુયાયી બ્રાહ્મણો એટલે સુધી માનવા લાગ્યા કે ગૃહસ્થાશ્રમ સેવ્યા વગર પણ, સીધેસીધા બ્રહ્મચર્યાશ્રમમાંથી જ પ્રવજ્યા સ્વીકારવાને માર્ગ પણ ન્યાયયુક્ત છે. આ રીતે જીવનમાં પ્રવર્તાક ધર્મને જે સમન્વય સ્થિર થયો, એનું ફળ આપણે દાર્શનિક સાહિત્ય અને પ્રજાજીવનમાં આજે પણ જોઈએ છીએ. સમન્વય અને સંઘર્ષ
જે તત્ત્વજ્ઞ ઋષિઓ પ્રવર્તક ધર્મના અનુયાયી બ્રાહ્મણના વંશ હોવા છતાં નિવર્તક ધર્મને પૂરેપૂરે અપનાવી ચૂક્યા હતા, એમણે પિતાના ચિંતન અને જીવન દ્વારા નિર્તક ધર્મનું મહત્વ પ્રગટ કર્યું; આમ છતાં એમણે પિતાની પૈતૃક સંપતિરૂપ પ્રવર્તક ધર્મ અને એના આધારરૂપ વેદના પ્રામાણ્યને માન્ય રાખ્યું. ન્યાય-વૈશેષિક દર્શનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org