Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 16
________________ ७६ જૈનધર્મનો પ્રાણ જૈન પરંપરાના આદર્શ જૈન સંસ્કૃતિના હૃદયને સમજવા માટે આપણે ડાક એ આદર્શોને પરિચય કરવો પડશે, જે પહેલાંથી આજ સુધી જેને પરંપરામાં એકસરખી રીતે માન્ય છે અને પૂજાય છે. જૈન પરંપરાની સામે સૌથી પ્રાચીન આદર્શ ઋષભદેવ અને એમના પરિવારને છે. ઋષભદેવે પિતાના જીવનને સૌથી મોટો ભાગ, પ્રજાપાલનની જવાબદારીની સાથે બીજી જે જવાબદારીઓ એમના માથે આવી પડી હતી, એને બુદ્ધિપૂર્વક અદા કરવામાં વિતાવ્યો હતો. તેઓએ એ સમયના સાવ અભણ લોકોને લખતાં-વાંચતાં શીખવ્યું. કશે કામધધ નહીં જાણનારા વનવાસીઓને એમાણે ખેતીવાડી તથા સુતાર, કુંભાર વગેરેના જીવનોપયોગી ધંધો શીખવ્યા. અંદર અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે નિયમોનું પાલન કરવું એ પણ એમણે શીખવ્યું. પછી જ્યારે એમને લાગ્યું કે મે પુત્ર ભરત પ્રજાનું શાસન કરવાની બધી જવાબદારીઓ અદા કરી શકશે, ત્યારે રાજ્યનો ભાર એને પીને તેઓ ઊંડા આધ્યાત્મિક પ્રશ્નોની છણાવટ કરવાને માટે ઉગ્ર તપસ્વી બનીને ઘેરથી ચાલી નીકળ્યા. ઋષભદેવની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી નામે હતી. એ યુગમાં બહેન-ભાઈ વચ્ચે લગ્નની પ્રથા પ્રચલિત હતી. સુંદરીએ આ પ્રથાને વિરોધ કર્યો, અને પિતાની સૌમ્ય તપસ્યાથી ભાઈ ભરત ઉપર એ પ્રભાવ પાડ્યો કે જેથી ભારતે સુંદરીની સાથે લગ્ન કરવાને વિચાર માંડી વાળ્યો એટલું જ નહીં બલ્ક, એ એને ભક્ત બની ગ. સદના યમ-યમીસૂક્તમાં ભાઈ યમે યમીની લગ્નની માગણીને અસ્વીકાર કર્યો, જ્યારે બહેન સુંદરીએ ભાઈભરતની લગ્નની માગણીને તપસ્યામાં ફેરવી દીધી. આના ફળરૂપે ભાઈ-બહેનના લગ્નની પ્રતિષ્ઠિત પ્રથા નાબૂદ થઈ ગઈ ઋષભદેવના ભરત અને બાહુબલી નામે પુત્ર વચ્ચે રાજ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21