Book Title: Jain Sanskruti nu Hriday Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 6
________________ જૈન ધર્મનો પ્રાણુ આર્યો, જેઓ મંત્ર અને બ્રાહ્મણ રૂ૫ વેદભાગને જ માનતા હતા. એ બધાય ઉપર્યુક્ત પ્રવર્તક ધર્મના અનુયાયી છે. આગળ જતાં વૈદિક દર્શનમાં “મીમાંસા-દર્શનને નામે જે કર્મકાંડી દર્શન પ્રસિદ્ધ થયું, એ પ્રવર્તક ધર્મનું જીવંત રૂપ છે. નિવતક ધર્મ નિવર્તક ધર્મ, એ ઉપર સૂચવેલ પ્રવર્તક ધર્મને સાવ વિરોધી છે. જે વિચારકો આ લેક ઉપરાંત લેકાંતર અને જન્માંતરને માનવાની સાથેસાથે એ જન્મચક્રને ધારણ કરનાર આત્માને તે, પ્રવર્તક ધર્મ વાદીઓની જેમ, ભાનતા જ હતા, પણ સાથે સાથે જ તેઓ જન્માંતરમાં પ્રાપ્ત થતા ઉચ્ચ, ઉચ્ચતર અને ચિરસ્થાયી સુખથી સંતુષ્ટ ન હતા; એમની દૃષ્ટિ એ હતી કે આ જન્મમાં કે જન્માંતરમાં ગમે તેટલું ઊંચું સુખ કેમ ન મળે, અને એ ગમે તેટલા લાંબા સમય સુધી કેમ ન રહે, પણ જો એ સુખ ક્યારેક ને ક્યારેક પણ નષ્ટ થવાનું હોય, તે એ ઉચ્ચ અને ચિરસ્થાયી સુખ પણ અંતે નિકૃષ્ટ સુખની કોટિનું જ હેવાથી ઉપાદેય ન થઈ શકે. એ લે એવા કેઈસુખની શોધમાં હતા, કે જે એકવાર પ્રાપ્ત થયા પછી ક્યારેય નાશ ન પામે. આ શોધની સૂઝમાંથી એમને મોક્ષ-પુરુષાર્થને સ્વીકાર કરવાનું અનિવાર્ય લાગ્યું. તેઓ માનવા લાગ્યા કે આત્માની એક એવી પણ સ્થિતિ સંભવી શકે છે, કે જેને પ્રાપ્ત કર્યા પછી ક્યારેય જન્મ-જન્માંતર કે શરીર ધારણ કરવાં ન પડે. આત્માની એ સ્થિતિને તેઓ મેક્ષ કે જન્મનિવૃત્તિ કહેતા હતા. પ્રવર્તક ધર્મના અનુયાયીઓ જે ઉચ્ચ અને ઉચ્ચતર ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા આ લેકનાં તેમ જ પરલોકનાં ઉત્કૃષ્ટ સુખોને માટે પ્રયત્ન કરતા હતા, એ ધાર્મિક અનુષ્ઠાને નિવર્તક ધર્મના અનુયાયીઓ પિતાના સાધ્ય મેક્ષ કે નિવૃત્તિને માટે ન કેવળ અધૂરાં જ માનતાં હતા. બલ્ક એમને મેક્ષ પ્રાપ્ત કરવામાં બાધક સમજીને એ બધાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21