Book Title: Jain Sahityani Hitavah Disha Author(s): Fattehchand K Lalan Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 6
________________ (૬) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ગમોના લગભગ બધા વિષયો ઉપર પૂર્વાચાર્યોએ પ્રકરણ ગ્રંથ લખ્યા છે તેથી જિનાગમની ખોટ ઘણે અંશે પૂરી પડે છે. વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ સ્થાનકવાસીના ઉપનામથી ઓળખાય છે તેઓ ૮૪, ૬૩ કે ૪૫ આગમસૂત્રોમાંના માત્ર કર ને માને છે અને સાધુ, સાધ્વી કે શ્રાવક, શ્રાવિકાને સર્વને વાંચવાભણવાની છુટ આપે છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રકરણ ગ્રંથ કે જેના વિષયો સવ કે સહેલાઇથી સમજી શકે તેવી શૈલીથી લખાયા છે તેને બહુ પ્રચાર નથી. તેઓ ફર સૂત્રો શિવાય તેની ટીકા વિગેરેને કે અન્ય ગ્રંથને માનતા નથી–સ્વીકારતા નથી. કંચનશ્રીને મહિમા–અમારા પરમપૂજ્ય આચાર્યો કેવળ-જ્ઞાનશ્રીથી જ વિશેષ કરીને ભતા, અને અમારો જેનવર્ગને મોટે ભાગ જ્ઞાનશ્રીને જ પૂજનારે ગણાય છે, છતાં આજે અમારા જેનસમાજમાં કંચનશ્રીને મહિમા વધી પડ્યો છે; અને તેથી જ્ઞાનને રત્નાચળ માટે ભાગે ઉપેક્ષિત રહ્યો છે. અને મારા બધા સુમાં આચાર સૂત્રો પર મને વિશેષ ભકિત હોવાથી મુનિઓના આચારને દર્શાવનારૂં શ્રી આચારાંગ સૂત્ર અને શ્રાવકના આચારને દર્શાવનારૂં શ્રી ઉપાશક દશા સૂત્ર મારા જેવા જાણવામાં આવ્યાં છે. અમારા આદર્શ પુરૂષ શ્રી મહાવીરનું ચરિત્ર હવાસમાં અને મુનિપણમાં કેવું ઉત્તમત્તમ હતું તેને ખ્યાલ તે સૂત્રો ઉપરથી આબેહુબ આવી શકે છે. વિષયાંતર નહીં પણ વિસ્તારભયથી કંપિત દદય હોવા છતાં, શ્રી વીરે સ્વબળે કેવળજ્ઞાન સંપાદન કરી સ્વચરિત્રથી સ્વાવલંબનને પાઠ માનવજાતને કે શીખવ્યું? એ કહેવાની લાલચ હું રોકી શકતો નથી. તે માટે આચારાંગ સૂત્રના ર૪ મા અને ધ્યયનમાંથી હું ડું અવતરણ અહીં ટાંકુ છું: ભગવાન માગશર વદિ ૧૦ ના સુવ્રત નામના દિન, વિજય મુહૂ, છેલ્લા પહોર, પાણી વગરને બે ઉપવાસ, સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકાપાલખી ઉપર ચડી, દેવ, મનુષ્ય તથા અસુરોની પર્ષદાઓ સાથે ચાલતાં ચાલતાં ક્ષત્રિયકંડપુરના મધ્યમાં થઇને જ્યાં જ્ઞાતવનખંડ નામે ઉઘાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી એક હાથ ઉચી શિબિકા સ્થાપી. પછી ધીમે ધીમે તેમાંથી ઉતર્યા. ઉતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેસી આભરણ અલંકાર ઉતારવા લાગ્યા. શક ગદહાસને રહી સદ વસ્ત્રમાં આભરણ -અલંકાર ગ્રહણ કર્યા. તો તમને મજાવું મારે નહિ ાળેિ ત્યારેપછી શ્રમણ ભગવાન મહાવીરે જમણા હાથથી જમણી તરફને-અને વાળ વાÉ ડાબા હાથથી ડાબી તરફને પંરપુ િસ્ત્રો -પંચમુષ્ટિ લોન્ચ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28