Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા.
(૨૫)
કારણકે તેઓ જાણે છે કે વાર્તાના સાર કઇ વાર્તામાં બનેલા બનાવા ઉપરજ અવલંબતા નથી, પરંતુ કેવલી ભગવાન્ વાર્તાને અંતે જે રહસ્ય બતાવશે તેના ઉપરજ અવલંબે છે. આથી જૈન લેખકે વાર્તાના પાત્રને પૂરેપૂરી સ્વત ંત્રતાથી ઘાત પ્રતિઘાત અને સુખ દુ:ખમાં થઇને લઇ જાય છે. આખરે કેવલી ભગવાન આવી પાત્રાને પડેલા દુ:ખા ક્યા કયા દુષ્કર્મોના ફળ છે તે સમજાવે છે અને પડદા ઉચકી જતાં અનંત પ્રકાશ પ્રાપ્ત થાય છે. જૈન લેખકોએ જેમ જુની પ્રચાલત લોકકથાઓમાં વિવિધ રંગ પૂર્યાં છે તેમ ધર્મ પ્રચાર અને ધર્મ દેશના માટે સિદ્ધાંતને દષ્ટિમાં રાખી ઘણી ઘણી નવી કથાએ પણ રચી છે.
જૈન સાહિત્યની અસર—જૈન સાહિત્યના પ્રભાવ કેવળ તેની સાંપ્રદાયક સીમામાં જ સમાપ્ત નથી થતા. પેાતાના પાડાશી સાહિત્ય ઉપર પણ તેણે અસર કરી છે. ડા. વેલર કહે છે કે જૈન ધર્મ સંબંધી મારૂં જ્ઞાન પણ ઘણું અશે બ્રાહ્મણેાના શાસ્રમાંથી જ આવ્યું છે. શ્રીમદ્ ભાગવદ્ભાં બુદ્ધ ભગવાનને જેમ વિનુના અવતાર માન્યા છે, તેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને પણ વિષ્ણુના અવતાર તરીકે ઓળખાવ્યા છે. યોગવાશિષ્ટમાં રામ પોતાના ગુરૂ શ્રી વિશને કહે છે કે
नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः । शांति मासितुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ શાન્તિપ ના મોક્ષપ માં પણ લખ્યું છે કે:
एतदेवं च नैवं च न चोभे नानुभे तथा । कर्मस्था विषयं ब्रुयुः, सत्त्वस्थाः समदर्शिनः ॥
એ જ પ્રકારે જૈનસાહિત્યે પણ હિંદના સાહિત્યમાંથી ઘણું સારૂ” લાગ્યું તે ઝીલવામાં સકોચ નથી કર્યો. કાલીદાસના મેઘદંત ઉપર કેટલાક જૈન કવિ મુગ્ધ થઇ ગયા છે અને તેમણે મેઘદૂતના અનુકરણમાં ઘણા સરસ કાવ્યો જૈનસાહિત્યને ભેટ ધર્યાં છે. મેઘદૂતના પ્રત્યેક શ્લોકના અતીમ ચરણને લઇ અને કેટલાકમાં પ્રત્યેક ચરણને લઇ જૈન કવિઓએ સરલ કલ્પનાવૈભવ તથા ભાષાલાલિત્ય પ્રકટ કર્યાં છે. કેટલાક વિદ્વાન જૈન લેખકેાએ જૈનેતર ગ્રંથા ઉપર પાતાની વ્યાખ્યાઓ અને વૃત્તિઓ પણ રચી છે. આમ ધર્મસિદ્ધાંતમાં મત મતાંતર હેાવા છતાં સાહિત્યમાં તે જૈન લેખકોએ ભેદભાવને એક કારે રાખી એક ચિત્તે અને શુદ્ધ ભાવે સાહિત્યસાધના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org