Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249578/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાતમી ગુજરાત સાહિત્ય પરિષદના જૈન વિભાગના અધ્યક્ષ શ્રીયુત પંડિત ફત્તેહચંદ કરચંદ લાલનનું ભાષણ. જૈન સાહિત્યની ૯ હિતાવહ દિશા. यो विश्वं वेदवेद्यं जननजलनिधे गिनः पारदृष्या, पूर्वापर्याविरुद्धं वचनमनुपमम् निष्कलंकं यदीयम्; तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तम्, बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वां. १ बोधागाधं सुपदपदवीनीरपूराभिरामम्, जीवाऽहिंसाऽविरललहरिसंगमागाहदेहम्। चूलावेलं गुरुगममणिसंकुलं दूरपारम्, सारंवीरागमजलनिधि सादरं साधु सेवे. २ ૧–જેમના જ્ઞાને જાણવા યોગ્ય સમગ્ર વિશ્વને જાણ્યું છે, જેઓના દર્શને સંસારરૂપ મહાસમુદ્રને પાર દીઠે છે, જેમનું પ્રવચન ( આગમ ) પૂર્વાપર અવિરૂદ્ધ છે, અનુપમ છે, ને નિષ્કલંક છે, જેઓ સાધુજનોને પણ વંઘ છે, સકળ ગુણના ભંડાર છે, દોષરૂપ શત્રને નાશ કરનાર છે, એવા કેઇપણ પુરૂષવિશેષને હું વંદન કરું છું. પછી જોઈએ તે તે બુદ્ધ છે, વધમાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, કે મહાદેવ હૈ. ૨–જેમ સમુદ્ર અથાગ હેય છે તેમ અપરિમિત જ્ઞાનવાળા જિનાગમ પણ અથાગ છે. જળની અતિશયતાને લીધે જેમ સમુદ્ર સુંદર લાગે છે, તેમ લલિત પદોની રચનાને લઈને આગમ પણ સુંદર લાગે છે. ઉપરાઉપરી મેજાએ ઉડતા હોવાથી સમુદ્રમાં પ્રવેશ કરવો કઠણ લાગે છે, તેમ જીવદયા સંબંધી સમ વિચારોથી જિનાગ પરિપૂર્ણ હોવાથી તેમાં એકદમ પ્રવેશ કરે કઠણ લાગે છે. સમુદ્રમાં મોટા મેટા તટ હેય છે તેમ આગમમાં પણ મોટી મોટી ચૂલિકાઓ --પૂરવણી હોય છે. સમુદ્રમાં રત્ન–મોતી અને પરવાળા જેવી વસ્તુઓ છે તેમ આગમમાં ઉત્તમ ગમ-આલાવા (અર્થાત્ અનેકાર્થ બોધવાળા સદશ પાઠ ). હોય છે. સમુદ્રની જેમ આગમને પાર પામ-અર્થાત તે સંપૂર્ણ રીતે સમજવું અત્યંત કઠિણ હોય છે. એવા આગમતી હું ભક્તિ તથા વિધિપૂર્વક સેવા કરે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. સાહિત્યરસિક આત્મપ્રિય સુશીલ બહેને અને સુજ્ઞ બાંધ! સમાજસેવા અને જ્ઞાનસેવા કરવા જેટલું મારામાં બળ હો કે ડહાપણું હે યા ન હો પણ મારા અંતરને તે અત્યંત પ્રિય છે; એટલા માટે જ્યારે આ પરિષદના વિદ્વાન મંત્રીઓ તરફથી પરિષદના જૈન વિભાગનું પ્રમુખપદ સ્વીકારવાને આદેશ આવ્યા ત્યારે મને મારી અગ્યતાનું સંપૂર્ણ ભાન હેવા છતાં મેં તે આદેશ શિરસાવંઘ કર્યો. એટલું જ નહીં પણ સાહિત્યના ક્ષેત્રમાં મને સેવા કરવાની એક અલભ્ય તક આપી તે માટે તે જ વખતે મેં તેમને અંત:કરણ પૂર્વક ઉપકાર માન્યો. અત્યારે ફરીથી વાણીથી એ ઉપકાર હું વ્યક્ત વકતત્વકળાને અપનાવવા જે કાંઈ મેં શ્રમ લીધો છે તેવા લેખ લખવાને પ્રયત્ન ન થવાથી સ્વાનુભવદર્પણનો દુઃખદ પ્રસંગ મને યાદ આવ્યા વિના રહેતો નથી. કુટનેટમાં રહેલ પ્રમાદને લઈ મહાર સમાજ મહારા આશયને સમજી શક્યા નહીં. જાતે મૂર્તિપૂજક, શ્રદ્ધાએ મૂર્તિપૂજક અને મૂર્તિદ્વારા પ્રભુ પૂજનમાં કે આનંદ રસ લેવાય છે તેવાં ભાષણ આપવા છતાં અને એ મારે લેખ મારા આશયને બીલકુલ સંદિગ્ધ ન કરતે હેવાથી હું હજુપણ એ લેખની ધીરજપૂર્વક ફૂટનોટ વાંચી જવાની ભલામણ કરું તે મને ક્ષમા થશે. એટલું કહી આ લેખના શબ્દો કરતાં આશય પર વિશેષ લક્ષ આપવાની સુજ્ઞ શ્રોતાજનને પ્રાર્થના કરી આ લેખ વાંચવા પ્રારંભ કરૂં છું. જેનેનું વાડમય સાહિત્ય–જેના વાલ્મય સાહિત્ય ઉપર હું જ્યારે વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે જ્ઞાન એક એવી પવિત્ર પૂર્ણ અને અદ્દભુત વસ્તુ છે કે શબ્દમાં આવતાં તેની પવિત્રતા વધવાને બદલે કંઈક ન્યૂન થતી હોય અને લિપિમાં ઉતરતાં તે તેથી પણ વિશેષ ન્યૂન થતી હોય, શ્રી તીર્થકરોના ઉપદેશ વિષે દિગબર સંપ્રદાયને એવો મત છે કે તીર્થકરો માત્ર 8 નેજ વનિ કરે છે અને તેમના મુખ્ય શિષ્યો તેને ભાવ સમજી વાણુમાં ઉપદેશ આપે છે. વેતાંબર સંપ્રદાય એવો મત ધરાવે છે કે શ્રી તીર્થકર પ્રભુએ પિતાના ગણધરને ઉત્પાદ વ્યય ને ધ્રુવ ( ઉત્પત્તિ વ્યય, અને સ્થિતિ) એ પ્રકારની ત્રિપદીમાં ઉપદેશ આપે છે અને ગણધરો તેને શબ્દમાં ગુંથે છે. આ રીતે વાત્મયની પવિત્રતા છેક મહાવીરથી માંડીને ઈ. સ. ના પાંચમા ૧ ધ્વનિમય ૨ વાડમય ૩ લેખમય, ૪ મુદ્રામય.' Page #3 -------------------------------------------------------------------------- ________________ (૩) જૈન સાહિત્યની હતાવહ દિશા. છા સકા સુધી રહી પછી જેમ જેમ સ્મૃતિભ્રંશ થવા લાગે તેમ તેમ ગણધરો અને શ્રુતકેવળીઓ વિગેરેના ઉપદેશેલા પાઠ ભૂલાવા લાગ્યા. એ સંબંધે એક એવી કથા છે કે એક વેળા એક મુનિશ્રીએ કાન ઉપર હળદરને ગાંઠીયે રાખેલ તે પાછો વાપરે ભૂલી ગયા; તેથી સમજાયું કે હવે સ્મૃતિભ્રંશ થવા લાગે છે. એટલે ત્યાર પછી જ્ઞાનને પુસ્તકારૂઢ કરવાનું કહ્યું અને સઘળા જેન શ્રમણએ તે કબુલ રાખ્યું. પછી મથુરામાં સે પ્રથમ મુનિપરિષદ મળી અને જે જે મુનિઓને પાઠ યાદ હતા, તે તે તેમણે લખાવ્યા. આ રીતે વાલ્મય સાહિત્ય હતું તે ગ્રંથસાહિત્યનું સ્વરૂપ પામ્યું. ત્યારપછી શ્રી વક્ષિમાશ્રમણ સૂરિના પ્રમુખપણ નીચે વલ્લભીપુરમાં બીજી મુનિપરિષદ મળી, અને તે વખતે પણ પહેલાની જેમ વાડુમય સાહિત્ય ગ્રંથારૂઢ થયું. મથુરાની સાહિત્ય સંયોજનાને માધુરી વાંચના અને વલ્લભીપુરની સાહિત્ય સંજનાને વલ્લભી વાંચના તરીકે જૈન સાહિત્યમાં ઓળખાવવામાં આવે છે. ત્યારપછી વિદ્વાન જેનાચાર્યોએ અનેકાનેક વિષય વિષે ગ્રંથ લખ્યા અને તેને પ્રચાર કર્યો. એ ભૂતકાળના પ્રસંગને છોડી હવે આપણે વર્તમાન ઉપર આવીએ. આજથી લગભગ ૪૦ કે ૫૦ વર્ષ ઉપર જૈન સાહિત્યને છપાવી બહાર પાડવાને પ્રયત્ન થયે, ત્યારે જે પરંપરાની પવિત્રતાને સાચવી રાખવા ઉસુક હતા તેમના તરફથી તેનો વિરોધ કરવામાં આવ્ય; કારણ કે તેઓ એમ માનતા હતા કે એમ થવાથી વાલ્મયની પવિત્રતા નહીં જળવાય. પરંતુ કાળબળે પિતાનું કામ કર્યું અને આજે પણ કર્યું જાય છે. એટલું તે નિર્વિવાદ છે કે વાત્મય સાહિત્ય કરતાં લેખન સાહિત્ય વિશેષ પ્રચાર પામે છે અને હસ્તલિખિત સાહિત્ય કરતાં મુદ્રિત થયેલું સાહિત્ય બહેળા પ્રમાણમાં વંચાય છે. સ્મૃતિ શકિતને અનાદર કરી જડ સાધનેને આશ્રય લે એ એક પ્રકારનું પરાવલંબન તો છે જ, પણ જે વખતે સ્મૃતિભ્રંશ વધતા જતે હેય, તે વખતે સ્મૃતિને સહાયક થાય તેવા સાધનને ઉપગ ન કરે તે કદાગ્રહજ લેખાય અને એ કદાગ્રહ અનેકાંત મતના ઉપાસકેને તે બીલકુલ શોભાસ્પદ ન ગણાય. પ્રસંગોપાત હું મારા પરંપરાપ્રિય અને પ્રગતિપ્રિય પૂજ્ય મુનિવરે અને ગ્રહસ્થાને સૂચના કરવાની રજા લઉ છું કે હવે વિશેષ સ્મૃતિભ્રંશ ન થાય એટલા માટે ગ્રંથને ફળવિસ્તાર વધારવાને તથા જુના-ઉપયોગી ગ્રંથને ઉદ્ધાર કરવાને આપણે બને તેટલા પ્રયત્ન કરવો જોઇએ. જૈન સાહિત્યને વિસ્તાર માપ એ સહજ નથી. જેનાચાર્યોએ તેને ચાર ભાગમાં વહેચી નાંખ્યું છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુગ (૩) ચરિ. Page #4 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તાનુગ અને (૪) ચરણકરણાનુયોગ. આ ચારે અનુયાગમાં ચાર વેદની પેઠે જૈન સાહિત્ય જીવે છે અને જીવશે. વિશ્વના સાહિત્યમાં હિંદના સાહિત્યનું સ્થાન ક્યાં છે અને હિંદના સાહિત્યમાં જૈન સાહિત્યની જગા કયે સ્થળે છે તે આલેખવાને પ્રયત્ન કરે એ મારી શકિતની બહાર છે; તથાપિ જેને સાહિત્ય જેટલું પ્રકટ થઈ શકયું છે. અને અપ્રકટ રહેલું પ્રકટ થાય તો હિંદ સાહિત્યનું ગૌરવ કેટલું વધે અને તેથી વિશ્વના સાહિત્યમાં કેવું મને અભિવર્ધન થાય એ દાખવવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. માનવસૃષ્ટિની ઉન્નતિ કે અવનતિ તેની વિચારની કક્ષા ઉપર આધાર રાખે છે. જેવા વિચાર મનુષ્ય પ્રકટ કરે છે તે તે થાય છે. ઉચ્ચ વિચારના ભ્રષ્ટા પ્રતિભાશાળી વિદ્વજ્જને છે અને તેમની ગ્રંથસુષ્ટિ તથા વ્યાખ્યાનસૂષ્ટિના ઉપજીવી માનવજી જેવી સૃષ્ટિમાં રહે છે તેવા બને છે. જૈન-સાહિત્ય શોધખેાળને વિષય-આનંદની વાત છે કે બાદ્ધસાહિત્યના જેટલું નહીં પણ કેટલેક અંશે જૈનસાહિત્ય પણુ દ્વસાહિત્યની પેઠે પાશ્ચાત્ય દેશમાં ને હિંદમાં પણ હવે શેધખોળને વિષય થઈ આદર પામવા લાગ્યું છે. વેદબાહ્ય પણ આર્યદર્શનમાં ગણતા બુદ્ધ ભગવાન કેણ હતા ? અને હૈદ્ધ ધર્મ કે છે? એમ જ પૂછવામાં આવે તે સૌ કઈ સમજુ ઉત્તર આપે કે બુદ્ધ મહારાજ એક મહાન ધર્મના ઉત્પાદક હતા અને એ ધર્મનું મુખ્ય લક્ષ્ય નિર્વાણપ્રાપ્તિ છે. એ નિર્વાણ આખા મંડળના સર્વ પર અનુકંપા રાખી વર્તવાથી પ્રાપ્ત થાય છે. બુદ્ધ ભગવાનના સ્વર્ગારહણ પછી એમના ઉપદેશેલા ધર્મે માત્ર બે એક સૈકામાંજ હિંદને ધર્મમહિમા વિસ્તારી મૂક્યો, એટલું જ નહિ પણ પિતાની વિજયપતાકે પૂર્વ એશિયાના જાપાન, ચીન ને પાસીફીક મહાસાગરના દ્વિપ, ને સેબીરીયા ઉપર પણ ફરકવી. બુદ્ધ ધર્મનું સાહિત્ય હાલ તે તે દેશમાં યુરોપમાં અને તેમાં પણ જર્મનીમાં વિશેષ છે. જેન કોણ છે? અને જિનધર્મ છે? એ પ્રશ્ન વિદ્વજનેને પૂછવામાં આવે તે તેને મનમાનતે ઉત્તર આ દેશમાં બહુ થોડા આપી શકે. યુરોપ અમેરિકામાં તે વિષયના અભ્યાસીએ હેવાથી તે પ્રશ્નનો ઉત્તર આપનારા કેઈ કઈ મળે છે. આપણી ધમપ્રકૃતિ અને સંસ્કારના પ્રમાણમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. આપણે આ દેશના વિદ્વાન અને શિધકે પાસે જિન ધર્મ અને જેનદનના સંબંધમાં ઘણું આશા રાખી શકીએ. આપણે એ આશા સંપૂર્ણપણે કેમ ન ફળી? એ પ્રશ્ન વિચારવાનું મને મન થાય છે. બૌદ્ધધર્મે જે દયાને ઉપદેશ કર્યો છે, તેના કરતાં જિનધર્મ શું કેદ પણ પ્રકારે ન્યૂન ઉપદેશ કર્યો છે ? બુદ્ધ ભગ વાનના જીવન કરતાં જિનભગવાનનું જીવન શું કેઇ પણ પ્રકારે માનવકલ્યાણમાં પછાત છે ? મને તે લાગે છે કે જેનધર્મનો સાહિત્ય સર્વ કરતાં ઉચ્ચતર અને ઉપકારક છે, માત્ર તેને અદ્યાવધિ જે જોઈએ તે પ્રકાશ અને પ્રચાર નથી થયો. આજે હિંદની સંસ્કૃતિ પર તેને અ૫તર વિસ્તાર પણ કે મહત્વને ભાગ ભજવી રહ્યો છે અને હિંદના ધર્મો તથા નીતિબંધારણે પર વિશેષ કરી તે કેવી અસર કરી રહ્યો છે, તેમજ કળ ને વિજ્ઞાન, સાહિત્ય ને ભાષા વિગેરેમાં નિગૂઢભાવે રહ્યો રહ્યો કેવાં મીઠાં ને મધુર ફળે ઉપજાવી શકે છે તે સર્વ કે ઉદાર હૃદયને જાણવા યોગ્ય છે. બુદ્ધધર્મના પ્રભાવ વિસ્તારને એક કાળે ઘણા સારા સગો હતા. પરંતુ, તેમનું સાહિત્ય રચાય ને વિસ્તરે તે પૂર્વે, એટલે કે આઠમા સૈકામાં બુદ્ધધર્મ હિંદભૂમિપરથી પલાયન થઈ ગયા. જેનધર્મ તેને સહયોગી હોવા છતાં હિંદમાં જ ટકી રહ્યો અને આર્યસંસ્કૃતિની પ્રત્યેક શાળામાં પ્રવેશ કરી, ને જ રસ અને બળ પ્રેર્યા. જૈનધર્મ અનુસરનારા જેનેના બે વિભાગ થયા. દિગંબર ને વેતાંબર. દિગંબર સંપ્રદાયના અધ્યાત્મગ્રંથે સાથે મને થડે પરિચય થયું છે, કે કેઈ ગ્રંથપર મનન કરી વિવેચનો પણ લખ્યાં છે, પરંતુ સ્વાભાવિક રીતે જ વેતાંબર સાહિત્યને મને વધારે અનુભવ છે. જૈનસાહિત્યમાં શિરમણિરૂપે શ્રી જિનાગામ છે. જે જિનાગમ “વેતાંબર સંપ્રદાય માને છે તે જ નામવાળા ગ્રં દિગબર પણ માને છે. પરંતુ નામ એક હોવા છતાં બન્ને ગ્રંથોમાં વસ્તુ તે ભિન્ન જ હોય છે. દિગબરોનું માનવું એવું છે કે શ્રી તીર્થકરોના ઉપદેશે અને આગને તે ક્યારનોએ વિરદ થઈ ગયે છે. સૂત્ર-અધિકાર–હિંદુઓના મોટા ભાગની એવી માન્યતા છે કે વેદને અધિકાર અબ્રાહ્મણે કે સ્ત્રીઓને નથી; તેમ શ્વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ દરાવાસીના ઉપનામથી ઓળખાય છે તેમની એવી માન્યતા છે કે મુનિવગ સિ વાયના ગૃહસ્થ એવાં સ્ત્રી-પુરૂષને જિનામે વાંચવાને કે ભણવાનો અધિકાર નથી. મુનિવર્ગમાં પણ સાધ્વીજીઓને અમુક અંશે એ અધિકાર નથી. જિના Page #6 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ગમોના લગભગ બધા વિષયો ઉપર પૂર્વાચાર્યોએ પ્રકરણ ગ્રંથ લખ્યા છે તેથી જિનાગમની ખોટ ઘણે અંશે પૂરી પડે છે. વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ સ્થાનકવાસીના ઉપનામથી ઓળખાય છે તેઓ ૮૪, ૬૩ કે ૪૫ આગમસૂત્રોમાંના માત્ર કર ને માને છે અને સાધુ, સાધ્વી કે શ્રાવક, શ્રાવિકાને સર્વને વાંચવાભણવાની છુટ આપે છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રકરણ ગ્રંથ કે જેના વિષયો સવ કે સહેલાઇથી સમજી શકે તેવી શૈલીથી લખાયા છે તેને બહુ પ્રચાર નથી. તેઓ ફર સૂત્રો શિવાય તેની ટીકા વિગેરેને કે અન્ય ગ્રંથને માનતા નથી–સ્વીકારતા નથી. કંચનશ્રીને મહિમા–અમારા પરમપૂજ્ય આચાર્યો કેવળ-જ્ઞાનશ્રીથી જ વિશેષ કરીને ભતા, અને અમારો જેનવર્ગને મોટે ભાગ જ્ઞાનશ્રીને જ પૂજનારે ગણાય છે, છતાં આજે અમારા જેનસમાજમાં કંચનશ્રીને મહિમા વધી પડ્યો છે; અને તેથી જ્ઞાનને રત્નાચળ માટે ભાગે ઉપેક્ષિત રહ્યો છે. અને મારા બધા સુમાં આચાર સૂત્રો પર મને વિશેષ ભકિત હોવાથી મુનિઓના આચારને દર્શાવનારૂં શ્રી આચારાંગ સૂત્ર અને શ્રાવકના આચારને દર્શાવનારૂં શ્રી ઉપાશક દશા સૂત્ર મારા જેવા જાણવામાં આવ્યાં છે. અમારા આદર્શ પુરૂષ શ્રી મહાવીરનું ચરિત્ર હવાસમાં અને મુનિપણમાં કેવું ઉત્તમત્તમ હતું તેને ખ્યાલ તે સૂત્રો ઉપરથી આબેહુબ આવી શકે છે. વિષયાંતર નહીં પણ વિસ્તારભયથી કંપિત દદય હોવા છતાં, શ્રી વીરે સ્વબળે કેવળજ્ઞાન સંપાદન કરી સ્વચરિત્રથી સ્વાવલંબનને પાઠ માનવજાતને કે શીખવ્યું? એ કહેવાની લાલચ હું રોકી શકતો નથી. તે માટે આચારાંગ સૂત્રના ર૪ મા અને ધ્યયનમાંથી હું ડું અવતરણ અહીં ટાંકુ છું: ભગવાન માગશર વદિ ૧૦ ના સુવ્રત નામના દિન, વિજય મુહૂ, છેલ્લા પહોર, પાણી વગરને બે ઉપવાસ, સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકાપાલખી ઉપર ચડી, દેવ, મનુષ્ય તથા અસુરોની પર્ષદાઓ સાથે ચાલતાં ચાલતાં ક્ષત્રિયકંડપુરના મધ્યમાં થઇને જ્યાં જ્ઞાતવનખંડ નામે ઉઘાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી એક હાથ ઉચી શિબિકા સ્થાપી. પછી ધીમે ધીમે તેમાંથી ઉતર્યા. ઉતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેસી આભરણ અલંકાર ઉતારવા લાગ્યા. શક ગદહાસને રહી સદ વસ્ત્રમાં આભરણ -અલંકાર ગ્રહણ કર્યા. તો તમને મજાવું મારે નહિ ાળેિ ત્યારેપછી શ્રમણ ભગવાન મહાવીરે જમણા હાથથી જમણી તરફને-અને વાળ વાÉ ડાબા હાથથી ડાબી તરફને પંરપુ િસ્ત્રો -પંચમુષ્ટિ લોન્ચ કર્યો. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. ( ૭) શકદેવેન્દ્ર તે વાળ રત્નના થાળમાં ગ્રહણ કરી, ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. પ્રભુના ખભા ઉપર એક વસ્ત્ર મુક્યું. આ પ્રમાણે ભગવાને ભેચ ર્યા પછી fari-શ્રી સિદ્ધને નમસ્કાર કર્યા. પછી #મિ નામrgશં--હું સામાયિક-સમાધિયોગમાં રહીશ, મારે શુદ્ધ સ્વરૂપમાં રહીશ, મf draફાર્મ-મારે કઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહીં; એ રીતે ભગવાને સામાયિક ચારિત્ર લેવાની પ્રતિજ્ઞા કરી. તુર્ત જ ભગવાનને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અર્થાત સર્વ કેઈના મનોભાવ તેમને દેખાવા લાગ્યા. પ્રવજ્યા લીધા પછી ભગવાન પોતાના મિત્ર, જ્ઞાતિજનો તથા સગાસંબંધીઓની આજ્ઞા લઇ પિતે ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યા. અને એ અભિગ્રહ લીધે કે – મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળે ધરી તત્પરતા: મુજ સાથ વિષે યદિ કાંઈ નડે, મન વાચ શરીર તણી જ જરી, પ્રકૃતિ » દૂર કરીશ વળી, બસ જીવ સટોસટ યત્ન કરી. ” પ્રભુના સાધનકાળના કેટલાક નિશ્ચય પણ જાણવા જેવા છે – ( ૧ ) પરસહાયની અપેક્ષા ન રાખતાં પિતાના જ વીર્યથી જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવું; કારણકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આત્મબળજ ઉપયોગી છે. ( ૨ ) જે કંઈ ઉપસર્ગો એટલે કે દેવ-દાનવ કે માનવતા વિને કે કલેશે આવી પડે તેમજ પરિસહ-નૈસર્ગિક આપત્તિ આવી પડે તેમાંથી નાસી છુટવાનો બીલકુલ પ્રયત્ન ન કરે. કારણ કે ઉપસર્ગો અને પરિસહ સહન કરવાથી જ પાપકર્મનો ક્ષય થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે. દુ:ખ માત્ર પાપકર્મનું ફળ છે. ફી ભેગવવાની કાયરતાવાળા પ્રાણુઓ તેમાંથી બચવા પ્રયત્ન તે કરે છે, પણ તેનું પરિણામ એ આવે છે કે આજનું દુ:ખ માત્ર આવતી કાલ ઉપર ઠેલાય છે. જેમાં શાંતિ અને હિમ્મતથી પિતાના પાપકર્મના પરિપાકરૂપ દુ:ખને વૈદે છે તે જ પોતાનું આત્મબળ ખીલવવાવાળાં ભાગ્યશાળી થાય છે.* શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર, મનુથોને માટે એક આદર્શ ચરિત્ર છે. જેનોમાં જેઓ મુનિવર્ગના નામથી પ્રસિદ્ધ છે, તેઓ હેટે ભાગે તેમના આદર્શ ચરિત્રને જ અનુસરે છે અને દક્ષા લેતી વખતે જ એવી પ્રતિજ્ઞા કરે છે કે fમ મરે રામાશંહે ભગવાન ! હું આત્મ સ્વરૂપમાં–પરમાત્મસ્વરૂપમાં સ્થિર રહીશ, નર સાવ નો પરામિ-પ્રત્યેક પાપવ્યા. Page #8 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રીયુત પડિત લાલનનું ભાષણ. આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ બહિરાત્મા, અંતરાત્મા અને પરમામાની વાત તે સારી પેઠે જાણતા હશે. જેનસિદ્ધાંતે ઠામ હમ નેબત વગાડીને જાહેર કર્યું છે કે પ્રત્યેક જીવ પોતાના નશીબને સદ્ભાગ્યને કે દુર્ભાગ્યને વિધાયક છે. પોતાની કૃતિથી જ તે પોતાને માટે નરક રચે છે અથવા નરકમાં ઉતરી પડે છે અને પોતાની કૃતિથી જ ઉંચામાં ઉંચા સ્વર્ગ ઉપર આરહણ કરી શકે છે; એટલું જ નહીં પણ આત્મબળે કર્મ જાળને છેદી નાંખી સકળ સંસારસમુદ્રની પેલી પાર એવા એક્ષ-મહા આનંદમય સ્થિતિને પામી શકે છે. વસ્તુત: જેનદ્રષ્ટિએ મનુષ્ય કે ઇતર પ્રાણીઓનો નિયંતા પોતાની જ અંદર રહેલ ઇધર-આત્મા છે; અર્થાત પિતાના સિવાય બીજું કેઈ નથી. આ રીતે જૈનદર્શન પુરૂષાકાર કે આત્મબળવાદી છે. યજ્ઞામાં પશુના બલિદાનથી કે કેઇ એક તારણહારના ભોગથી જેને પોતાની મુક્તિ થશે એમ માનતા નથી. પોતાને જન્મ જન્માંતરની સાંકળે બાંધનાર અથવા છોડનાર જા કેઈ હોય તો તે પોતાના જ આત્મા છે. જૈન સાહિત્ય, ખરું જોતાં, પંચ કારણને સ્વીકાર કરવા છતાં મુખ્યત: આત્મબળ અથવા આત્મપ્રભાવ બતાવનારૂં સાહિત્ય છે. જેન સાહિત્યને આત્મા જ સ્વાવલંબન છે એમ કહું તે અતિશયોક્તિ નહીં ગણાય. જેમના સાહિત્યમાં, આચારમાં ને વિચારમાં આવે પુરૂષાકાર, સ્વાવલંબન ભર્યો હોય અને જેનસમાજ કેવળ-એકાંતે કર્મવાદી ગણાઈ જાય અથવા તો તેમના પર એ આક્ષેપ લાવવામાં આવે એ શું સમયની જ બાલહારી નથી ? કમગ્રંથોનો અભ્યાસી સહેલાઈથી જઈ શકે એમ છે કે જે કર્મને અર્થ નસીબ કે એ જ કઈ થતો હોય તે જીવ તેને જીતી શકે નહીં અને જે જીતી ન શકે તે તે જિન કે જેને શી રીતે થઈ શકે ? હું જેટલું જઈને વિચારી શકો છું તે પરથી મને તો એમજ લાગ્યું છે કે પિતાના ભાગ્યને પારનો હું ત્યાગ કરું છું, રવિ નિધિ મન, વચન અને કાયાના યોગથી કઈ પણ પાપ કાર્ય ન fમ જાઉઝ તમfજ અન્ન ન સમgrgrfમ કરું નહી, કરવું નહીં, કરનારને અનુમોદન આપુ નહીં. આ નિયમ યાવતજીવન પાળીશ- નાપsીવાળ અને આમ કરતાં ભૂલું તો તુર્તજ હિમrfમ મા શુદ્ધ સ્વરૂપમાં પાછા ફરું, અને તરસ નિરામ-એ વૃત્તિને બિંદુ, ગુરૂસાક્ષીએ રિમિ-ગર્યું, જurળ રિ મિ અને દેહાત્મભાવને સર્વથા ત્યાગ કરું છું. આમ મુનિઓ જીવન પર્યત અને શ્રાવકે પિતાના નિત્યકર્મમાં ઓછામાં ઓછું બે ઘડી કે એક મુહૂર્ત પર્યત સામાયિક બેગ કે સમાધિ પાન કરે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૯) વિધાયક કે સૃષ્ટા પેાતાને જ માનવામાં જૈન સિદ્ધાંત બીજા બધા કરતા અગ્રણી છે. જેનાગમનું રહસ્ય દૂરપાર’ ’–બહુ દૂરવર્તી છે એમ કહેવામાં શ્રી હરિભદ્રસૂરિજી જૈસિદ્ધાંતના અભ્યાસીઓના હૃદયના જ પડધા પાડી રહ્યા હાય એમ મને લાગે છે. વિશ્વવિદ્યા— પ્રત્યેક જીવમાં કેટલીક શક્તિએ સ્વાભાવિકપણેજ રહેલી હાય છે. જૈસિદ્ધાંત તેને ‘ પસિએ’ (Capacities) ના નામથી ઓળખાવે છે. ચેતન્ય પેાતાની આંતર કે ઉચ્ચતર શક્તિઓને છુપાવી-છા રાખી-એ પતિ કે માહ્યશક્તિવડે આ વિધપ્રકૃતિમાંથી પુદ્ગલના સ્પધાને આકર્ષી, તેનો રસ કરી, ( આહાર પર્યાપ્તથી ) પાતાની શરીર રચના કરી, ( શરીર પર્યાપ્તિ ) ઇન્દ્રિયો ( ઈંદ્રિય પર્યાપ્તિ ) ઘડી, એક કુશળ શિલ્પકાર અથવા વિશ્વકમાંની પેઠે, પ્રાણ સ, ( ધાસાધાસ પર્યાપ્તિ ) ભાષા ( ભાષાષર્યાપ્તિ ) અને મનની ( મન:પર્યાપ્તિ ) પણ રચના કરી શકે છે. દાખલા તરીકે વૃક્ષમાં રહેલુ ચૈતન્ય પાતેજ પોતાની શક્તિઓ-ડે, પાતાની આસપાસ રહેલા પ્રકૃતિ સમુદ્રમાંથી પુદ્ગલ પરમાણુના સ્કંધને આકર્ષી ગ્રહી એવુ રૂપ આપે છે કે જેથી આપણે તેને વૃક્ષરૂપે એળખી શકીએ છીએ. એ રીતે વૃક્ષમાં રહેલુ ચૈતન્ય જ વૃક્ષના સૃષ્ટા, વિધાતા અથવા નિયામક છે, અને એજ ચૈતન્ય પેાતાની વિકસિત શક્તિના પ્રમાણમાં બીજી ઉન્નત શરીરરચનાઓ પણ કરી શકે છે. તેવી જ રીતે જળ, અગ્નિ, વાયુ, પત, પૃથ્વી, વનસ્પતિ, જંતુ, પશુ, પક્ષી, જળચર, સ્થળચર, મનુષ્ય, નારક, ચંદ્ર, સૂર્ય અને દેવ વિગેરે દેહાના સૃષ્ટાવિધાતા પણ જીવ પાતે જ છે. ચિત્રકાર પાતાની કલ્પના અને મનેાભાવને વ્યક્ત કરવા નાના પ્રકારના ચિત્રા આલેખે છે, તેમ જીવરૂપી ચિત્રકાર પણ પ્રકૃતિપટ પર પોતાની નામક રૂપી શક્તિઅે નાના પ્રકારના ચિત્ર રચે છે. આથી સ્પષ્ટ થશે કે ચૈતન્ય પેાતાની શક્તિપર જ નિર્ભર રહેવાવાળુ” છે. અંતઃશક્તિ પ્રભાવ-જેમ બાહ્ય શક્તિથી-૫ર્યાપ્તિથી ચૈતન્ય પેાતાની ખાદ્ય શરીરરચના કરી લે છે તેમ અત:શક્તિ કિંવા અંતરાત્માથી પેાતાના આંતર ગુણાનો પણ વિકાસ કરે છે. તે એટલે સુધી કે પેાતાનુ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પાતે જ પ્રકટાવે છે. એ ભાવના ઉદ્ગારોથી જૈનસાહિત્ય પરિપૂર્ણ છે. આપનામાંથી કદાચ કેટલાકેએ ત્રીપાળ-મયણાસુંદરીના ચિરત્રનું વાંચન કર્યું હશે; અથવા તે તે ચિરત્ર પરથી સ્વ. ડાહ્યાભાઇ ધોળશાજીએ રચેલું વીણાવેલી નાટકનું વસ્તુ જોયુ કે સાંભળ્યુ હશે. અમારા જૈનસમાજમાં તે વર્ષમાં બે વાર શ્રીપાળાજાના રાસના પાઠ થાય છે. એ આખા ચરિત્રમાં સ્વ Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) શ્રીયુત્ પંડિત ભાલનનું ભાષણુ. કવાદ અથવા આત્મમળના જ સિદ્ધાંત પ્રરૂપવામાં આવ્યા છે. આ પ્રકારનું કથા સાહિત્ય તેમજ તાત્ત્વિક સાહિત્ય તા સ ́પૂર્ણ પણે મહાર આવે અને તેના પૂરેપૂરા પ્રચાર થાય તા જનતાને કેટલા લાભ થાય ? અહિંસા પ્રભાવ——આત્મબળની જેમ અહિંસાના સિદ્ધાંતને પણ જેનાએ કે અપનાવ્યેા છે તે વાત હવે ગુજરાતની પ્રજાને નવેસરથી કહેવાની કઈ જરૂર ન હાય.. જીવવુ' ને જીવવા દેવું, મરવુ પણ મારવું નહીં એ અમારી મૂળ ભાવના છે. પ્રત્યેક જીવની સાથે દનેષયાગે અભેદ અને જ્ઞાનાપાગે સમભાવ-પહેલાથી એકતા અને ખીજાથી વિધવિધ પણ સમતા, એમ જૈનધર્માંના સિદ્ધાંતા ઠામ ઠામ ઉપદેશી રહ્યાં છે. જૈનસાહિત્યરૂપી સમુદ્રમાંથી નિરંતર “માળ ૧ ના જ ગભીર નાદ નીકળી રહ્યો છે. ધર્મના નામે યજ્ઞમાં થતી પહિંસા અને તેના ઘેટોઝ ર્દિત્તા ન મયત્તિ-વેદમાં ઉપદેશાયેલી હિંસા એ હિંસા જ ન કહેવાય એવા થતા બચાવ હવે હિંદુસમાજમાં ઘણા ઘેાડાજ માનતા હશે. કળિકાળમાં હિંસાવાળા યજ્ઞો અધ કરવા જોઇએ-તૌ યજ્ઞો નિષેધયેત, એવા જે વચના જૈનેતર પ્રથામાંથી મળી આવે છે તે જૈન સાહિત્યમાં પ્રરૂપાયેલ અહિંસા અને જૈનજીવનમાં ઉતરેલી આચરણાના જ પ્રભાવ છે. એ વાત હવે સા કોઇ સ્વીકારે છે. એ રીતે એક તરફ પહિંસા સામે અને બીજી તરફ અધ:પાત પામેલા વામતત્ર સામે જૈનસાહિત્યને યુદ્ધ કરવાં પડ્યાં છે. અમારા પૂર્વજોએ પાતાના સુંદર ચારિત્ર્યની રાજા-મહારાજાઓ અને સામાન્ય જનતા ઉપર પણ એટલી સરસ રીતે છાપ પાડી હતી કે આજે અમે જૈનેા મહાજનના ગૌરવભર્યાં નામથી એળખાઇએ છીએ. દયા અને પ્રાણીસેવા એ અમારો વારસો લેખાય છે. અને એ વારસા સાવ નિષ્ફળ ગયા છે એમ પણ શી રીતે કહેવાય ! અમારા અહિં‘સાવાદના પ્રતાપે જૈનપ્રજામાંથી કઈ ખુની તા ભાગ્યે જ જડે, માંસાહારી કે શીકારી કેાઈ જૈન હાઇ જ ન શકે. કેઃખાનાના સરકારી રીપોર્ટોના આધારે પણ ફેાજદારી ગુન્હાનું પ્રમાણ ત્રીજી સમાજો કરતાં જૈનસમાજમાં અત્યંત ન્હાનુ હાય છે. એમ છતાં હિંસાથી ર'ગાયેલાં રેશમી વસ્રા અને સયામાં બનેલાં કપડાં વાપરવાને રીવાજ જૈનસમાજમાં વધી પડ્યો એ દુર્ભાગ્યની વાત છે. ૧ મા ના પાઠ—જપ કરનારા પાછળથી બ્રહ્મા ગણુાયા એવી એક વિચાર પ્રણાલી છે. બ્રાહ્મણા અને જેને વચ્ચે વિચારભેદ હાવા છતાં, સદ્ભાગ્યે એવા સુસ ́પ સ્થપાયા છે કે હાલમાં ઝૈનાના મંદિરામાં મ્હાટે ભાગે બ્રાહ્મણુ પૂજારીઓજ હોય છે. હસ્તિના તાડ્યમા . પ વાળી વાર્તા હવે કાઈ યાદ પણ નથી કરતું, . Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિયા. (૧૧) . સ્થાપત્યકળા - ચારિત્ર્ય એ જીવનનો પાયો છે. એ ચારિત્ર્ય ઉપર જેનસાહિત્ય કે પ્રભાવ વિસ્તાર્યો છે એ મેં ટુંકમાં કહ્યું. પરંતુ તે સિવાય જ સાહિત્ય, સાહિત્યની બીજી ઘણી શાખા-પ્રશાખાઓમાં રસ ભર્યો છે. મને આ પ્રસંગે મારા જર્મન વિદ્વાન મિત્ર પ્રોહર્મન જેકબનો એક પ્રસંગ યાદ આવે છે. પ્રો. જેકેબી અને હું ગુજરાત અને રાજપુતાણાના દેરામાં પ્રવાસ કરતાં કરતાં પાટણ પહોંચ્યા અને ત્યાં જેનભંડારમાંના તાડપત્ર પર તેમજ બીજા કાગળપર સુંદર અક્ષરોએ લખેલા શ્રી જૈન સાહિત્ય દેવીનાં દર્શન કર્યા. મેં મારી ભકિતકસુમાંજલી પ્રેમાકૃવડે સમપીં. તે વખતે અમને શ્રી હિંમતવિજયજી નામના એક સ્થાપત્યવિદ્યામાં નિષ્ણાત યતિવયને સહજ સમાગમ થયે. મહારા વૃદ્ધ મિત્ર-છે- જેકેબીએ મને નમ્ર સ્વરમાં પૂછયું કે –“ભાઈ આ યતિવર્ય મને પિતાને શિષ્ય બનાવી તેમની ચરણસેવા કરવાની તક ન આપે?” જે સ્થાપત્યકળા એક વાર જેને પ્રજાના પ્રતાપે ઉન્નતિની ટોચે પહોંચી હતી તે કળા વિશે આજે ગણ્યાગાંઠયા જેને જ રસ લેતા જણાય છે. જૈન મંદિરની સ્વચ્છતાની પાશ્ચાત્ય પર અસર ને કળાપૂજા-- ગુજરાતને શિલ્પકળા અને સ્થાપત્યકળાથી સમૃદ્ધ કરવા જેનેએ લાખો રૂપિયા ખર્ચા છે. જેને મંદિર અને ગૃહરાસરની સ્વછના જોઈ મારા મિત્ર પેલ રીશાર, પ્રો. હમન જેકેબી તથા ડૉ. એફ. ડબલ્યુ થોમ્સ મુગ્ધ થયાનું મેં જાણ્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ હિંદના જુદા જુદા પ્રાંતમાં પણ જેનેએ પિતાની કળાપૂજાની ભાવના સાર્થક કરવા પ્રાસાદ, પૈષધશાળાએ અને તીર્થક્ષેત્રને બને તેટલાં મનહર બનાવ્યાં છે. કઠણમાં કઠણ આરસ પત્થરમાં પુષ્પની મૃદુતા જેવી હોય તે આબુના જૈન મંદિરોની એકવાર મુલાકાત લઈ આવશે. એમ કહેવત છે કે એક શ્રી આદીશ્વરના મંદિરમાં વિમળશાએ (આબુ પર) ઓગણુશ કરોડ રૂપિયા ખર્ચા છે; અને નેમિનાથના મંદિરમાં વસ્તુપાળ તેજપાળે કરોડ રૂપિયા ખરચ્યા છે. મહિપુર રાજ્યમાં આવેલા દિગબર આમ્નાયમાં મનાતા શ્રવણ બેલગુલની શ્રી ગોમધરની પ્રતિમાજી પણ ભવ્યતાને એક ઉચામાં ઉચે નમુને છે. એ પ્રતિમાજી લગભગ એક હજાર વર્ષથી એ સ્થળે છે. તેની ઉચાઈ અઠ્ઠાવન ફીટની છે. રિરભાગથી તે કાન સુધી છ ફીટ અને છ ઇંચ છે. જૈન સમાજની કળાપૂજાને આપને એટલા પરથી જ ખ્યાલ આવી શકશે. લેક પ્રકાશJain Encyclopaedia-જૈન સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ભિપજીવી-નિગ્રંથ-ત્યાગી મુનિવરેએ શા શા સાહિત્યરને વેર્યા છે? તેનું વર્ણન એક ક્લાકમાં તે શું પણ ત્રીસ દિવસ સુધી એક એક કલાક કહેવામાં Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. આવે તેા પણ પૂરૂં ન થાય. હું માત્ર લોકપ્રકાશ તરફજ આપની દ્રષ્ટિ આકર્યું છું, આપને લાગશે કે EncycloPaedia ના વિચાર એક કાળે પૂર્વાચાતિ જરૂર હોવા જોઇએ. શ્રી હેમાચાય —જૈન સાહિત્યમાં ચક્રવર્તી સભા પ્રભાવશાલી કલિકાલ સજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસાધારણ સામર્થ્ય અને પ્રતિભા વિષે આપે અવશ્ય કંઈક સાંભળ્યુ. હરશે. એમ કહેવામાં આવે છે કે એ એકજ આચાયે સાડાત્રણ ક્રોડ જેટલી શ્ર્લોક સખ્યા જૈન પ્રવચન માતાના ચરણકમળમાં ધરી દીધી છે. સાહિત્ય, વિજ્ઞાન, દર્શીન, તિહાસ, ભૂગાળ, જ્યોતિષ કે રાજનીતિને એવેા એક પણ વિષય નથી કે જેને શ્રી હેમચદ્રાચાર્યે ન વિકસાવ્યો હાય. ડા. કીલહેનના લખવા પ્રમાણે તેમના અષ્ટાધ્યાયી' નામના વ્યાકરણના પ્રથ પાણિનીની ‘ અષ્ટાધ્યાચી ’ સાથે સ્પર્ધા કરે છે. ( જુએ, જનીનું આરીઅન્ટલ રીવ્યુ. તેમના અભિધાન ચિંતામણિ અને દેશી નામમાળા વિગેરે કોષા, તેમની છંદશાસ્ર અને અલંકારશાસ્ત્ર વિષેની રચનાઓ, તેમનું ત્રિષષ્ટી શલાકાપુરૂષ ચિરત્ર, તેમના ન્યાયશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અહુન્નીતિ જેવા કાયદા શાસ્ત્ર વિગેરે વિષયાના ગ્રંથા તરફ આપની સેાની ષ્ટિ કર્યું છું. યોગના વિષય ઉપરનું તેમનું યોગશાસ્ત્ર, વાદના વિષય ઉપરનુ વાદશાસ્ત્ર, ભક્તિભાવભર્યાં તેમનાં સ ંસ્કૃત તેાત્રો અને પાણિની મુનિની જેમ ધાતુપાઠ, ગણપા, લિંગાનુશાસન, ઉષ્ણાદિષાડ વિગેરે ગ્રંથો પણ વિદ્વજ્રનાને આશ્ચર્ય પમાડે એવાં છે. દ્વાશ્રય નામનું તેમનું એક કાવ્ય ગુજરાતની આંતહાસિક સામગ્રી ગણાય છે. એ કાવ્ય ભટ્ટીકાવ્યની સ્પર્ધા કરે છે. તેના એક અર્થ ગુજરાતના મહારાજા સિદ્ધરાજને લાગુ પડે છે અને બીજો અર્થ યાતે રચેલી વ્યાકરણ વિષયક અષ્ટાધ્યાચીને લાગુ પડે છે. ભાષા——જૈન લેખકોએ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યજ નથી ખેડ્ય, પણ માગધી, અ` માગધી, અપભ્રંશ, જુની મહારાષ્ટ્રીય ભાષા, હિંદી, જીની ગુજરાતી અને પીયન ભાષામાં પણ પાતાનું સાહિત્ય લખ્યું છે. તામીલ અને કાનડી ભાષામાં દિગંબર જૈન સાહિત્ય પ્રચૂર પ્રમાણમાં મળી આવે છે એમ બ્રીટીશ મ્યુઝીયમના એરીયલ ડીપાર્ટમેંટના લાઇબ્રેરીયન ડા૦ ખાને કે મને કહ્યું હતુ. આ ભાષામાં ગ્રંથાનો પરિચય અંગ્રેજી જૈન ગેઝેટ દ્વારા તેના વાચફ્રાને થયા હશે. ઇતિહાસ—ડા૦ ભંડારકર, પ્રે. પીટરસન, મેકેન્ટ, વેખર, કાલજીક, Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા, ( ૧૩ ) કીલ્હોન તથા ડા૦ ગેરીના વિગેરે વિદ્વાનાએ જૈનસાહિત્યના સશાધનને લગતા જે રીપેાર્ટો મ્હાર પાડ્યા છે તે જૈનનુ ઐતિહાસિક સાહિત્ય કેટલુ· અગાધ છે તેના અચ્છે! ખ્યાલ આપે છે. જેમને હુ અવકાશ ન હોય તેએ આ રીપોર્ટ જોઈ જવાની તકલીફ લેરો તા પણ તેમાંથી તેમને ઘણું નવું જાણવાનું મળી આવશે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથૈાનો વિષય, ગ્રંથનુ પ્રમાણ, ગ્રંથની શૈલી અને ભાષા તથા છેવટે ગ્રંથની પ્રશસ્તિઓ પણ આપવામાં આવી છે. તે પરથી ગ્રંથ રચાયાના કાળની તથા ગ્રંથકર્તાની તેમજ તેમના પૂર્વ પુરૂષની પણ સક્ષિપ્ત માહિતી મળી રહે છે. જૈનગુરૂઓની પટ્ટાવલી કે જે લગભગ છેલ્લા અઢી હુજાર વર્ષની મળે છે તે પણ ઇતિહાસપ્રેમીઓને માટે એક અગત્યનું સાધન છે. પુસ્તક ભ’ડાર—પાટણમાં છ પ્રાચીન ગ્રંથ ભડારા છે, અમદાવાદમાં એ, જેસલમીર, ખંભાત, લીંબડી, કચ્છનું કાશીરૂપ કોડાય વિગેરે સ્થળે એક એક અને મુખઇમાં દશા આરાવાળના તથા દિગમ્બર બધુઓના મળી એ, તેમજ (પુના) ડકનકાલેજમાં રાંધનપુરમાં અને જામનગરમાં જીનાં જૈન ગ્રંથાના ભંડારો છે. લિપિ કૈાશલ્ય—જીના જૈન સાહિત્યનું લિપિકોશલ્ય પણ જરા મેહુ પમાડે તેવુ છે. લહિયાઓએ એ સાહિત્ય તાડપત્રા પર, દેશી કાગળે પર, તેમજ શીલાલેખા ઉપર ઉતારવાના યત્નો કર્યાં છે. કાઈ કાઇ પ્રાચીન પ્રતમાં છાપખાનાના અક્ષરોને પણ મ્હાત કરે એવા સુંદર અને સોનેરી-રૂપેરી શાહીથી લખાયેલા લેખા મળી આવે છે. પ્રસંગને છાજતા પ્રાસંગિક ચિત્રા પણ તે કાળની ચિત્રકળાનુ દન કરાવે છે. પુસ્તક પ્રસિદ્િ—છેલ્લા એક બે દશકામાં જૈન આચાર્યએ તથા તેમના શિષ્ય પરિવારે જૈન સાહિત્યના ઉદ્ગાર કરવા જે કમ્મર કસી છે તેનેા હું અત્રે આનંદપૂર્ણ ચિત્તે ઉલ્લેખ કર્યા વિના રહી શકતે! નથી. તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનં સભા, વિદ્યા પ્રસારક વ, અમદાવાદની વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલભાઈનુ પ્રકાશન મંદિર, પરમશ્રુત પ્રભાવક મંડળ, આરાનું સે’ફૂલ પબ્લીશીંગ હાઉસ, ૫. હિરાલાલ હુંસરાજનું જૈન ભાસ્કર ગ્રંથ પ્રસિદ્ધિ ખાતું, આગ્રાની આત્માનંદ સભા, આગમાય સમિતિ અને શા. ભીમસિંહ માણેક વિગેરેએ એ દિશામાં ઘણા આવકારદાયક પ્રયાસા કર્યાં છે. એ સસ્થાઓના પ્રતાપે જૈન ગ્રંથા ગુહાએને છેડી પુસ્તકાલયામાં અને જ્ઞાનમદિરામાં અધિષ્ઠિત થઈ પેાતાનુ મગળ દર્શન આપી રહ્યાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પીવુત પંડિત હાલનનું ભાષણ નવું છેષ વ્યાકરણ સાહિત્ય-નવું સાહિત્ય હાલમાંજ પ.બેચરદાસજીએ પ્રાકૃત વ્યાકરણ સાંપ્રતકાળની પદ્ધતિએ લખી બહાર પાડ્યું છે, તેમજ પં. હરગોવિંદદાસે એક પ્રાકૃત કેષ બહાર પાડી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઉપર મેટો ઉપકાર કર્યો છે. પં. શ્રી રત્નચંદ્રજીએ આગમાભ્યાસી મુનિવરેની સગવડ માટે એક માગધી ભાષાને શબ્દ સંગ્રહ પ્રકટ કર્યો છે. આ નવાં સાધનથી. મને આશા છે કે જૈનસાહિત્યના સંસ્કૃત અને પ્રાકૃત પ્રદેશ પ્રવાસ કેટલેક અંશે સુગમ થઈ પડશે. લોકપકારક સાહિત્ય–જેનાચાર્યો સિવાય જે બ્રાહ્મણ પડિતાએ પ્રાચીન કાળમાં ગ્રંથો લખ્યા છે તેમને મહેટ ભાગ ઘણું કરીને કેઈ રાજમહારાજાને રીઝવવા અથે જ લખાયું હોય એવો ભાસ થાય છે. કારણ કે જુના કાળમાં વિદ્વાનોને સાથે રાજાશ્રય મળતે એ નિર્વિવાદ છે અને તેથી તેઓ રાજદરબારમાં કીર્તિ કે પ્રતિષ્ઠા મેળવવા પિતાની શક્તિ વાપરે એ સ્વાભાવિક છે. જેનાચાર્યોએ રાજ્યને અને પ્રજાનો આશ્રય મેળવ્યું છે. તેઓએ કેવળ રાજકર્તાઓને રીઝવવા માટે જ ગ્રંથ નથી લખ્યા. રાજસભામાં પૂજાવા છતાં તેમણે સાધારણ જનસમાજ તરફ જરાય દુર્લક્ષ નથી કર્યું. વિક્રમના દરબારમાં કવિવર્ય ધનપાળ એક કવિરત્ન તરીકે પંકાયા છે, કુમારપાળ અને સિદ્ધરાજના દરબારમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન અતિ ઉચ્ચ છે, અને અકબરની રાજસભામાં શ્રી હીરવિજયસૂરિજીને પ્રભાવ ઈતિહાસ પ્રસિદ્ધ છે. છતાં તે તે આચાર્યોનું સાહિત્ય લેકસેવાની ભાવનાથી અળગું નથી થયું એ એક અભિમાનને વિષય છે. તત્વજ્ઞાન, કાવ્ય, વૈરાગ્ય કે નાથ વિગેરે વિષય ઉપરાંત જૈનાચાર્યોએ ધનુર્વિદ્યા, ગજવિધા, અશ્વવિદ્યા, રસાયણવિદ્યા અને વૈદ્યકવિદ્યા વિષે પણ ઘણુ ગ્રંથ લખ્યા છે. તે સિવાય મંત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા, સુવર્ણ પરીક્ષા અને રત્નપરીક્ષા જેવા વિષયો વિષે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. એક કાન્સના વિદ્વાને રત્નપરીક્ષા નામને જૈન ગ્રંથ ચ ભાષામાં અનુવાદ કરાવી બહાર પાડ્યો છે. જેનધર્મ પાળતા ઝવેરીઓને પણ પિતાના સાહિત્યની જે માહિતી ન હોય તે યુરોપીયન વિદ્વાને હજારો કેસ દૂર રહેવા છતાં મેળવી રહ્યા છે. જૈન સાહિત્યની સમન્વય દ્રષ્ટિ–જેન સાહિત્યની વિશેષતાઓમાં તેની સમન્વયપદ્ધતિ પણ એક છે. આ પદ્ધતિએ ઘણું વિદ્વજનોને આકર્ષી છે. કેટલાક તે એ સમન્વયપદ્ધતિને આશ્રયીને એટલે સુધી માનવાને તૈયાર થયા છે કે જેના એ કઈ ધર્મ ( Religion ) નથી, પણ જગતને નવું દ્રષ્ટિબિંદુ આપનાર એક દનવિશેષ જ છે. ( Philosophy ) હું તેમ માનતું નથી. કારણ કે જો જૈન Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૧૫) કેવળ દર્શન જ હેત તે આજે વૈશેષિક, સાંખ્ય કે મિમાંસક દર્શનની જેમ તે માત્ર એક પાર્થ દર્શન જ બની ગયું હતું. જેન એ ધર્મ છે, અને તે જ વખતે દર્શન પણ છે. હવે જૈન દર્શન અમને જુદા જુદા માર્ગો વિષે કેવું સમાધાનભર્ય” સમન્વય કરી આપે છે. તે ઢંકામાં કહીશ. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે “પ દર્શન જિન અંગ ભણજે, ૧ સવગી સર્વ નય ગ્રહી રે, જ સાગરમાં સઘળી તટિની છે, તદિનીમાં સાગર ભજન રે." –જિનશાસનરૂપી પુરૂષનું મસ્તક જૈનદર્શન છે, તેમને જમણે હાથ વેદાંતદર્શન છે, ડાબે હાથ બદ્ધ દર્શન છે, જેમણે પગ ગદર્શન છે, ડાબો પગ સખ્ય દર્શન છે, અને કખ (પેટ) લેકાયત ( ચાર્વાક ) મત છે કે જે કેવળ પ્રત્યક્ષપ્રમાણને જ માને છે. વળી શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં તેઓ “વ દર્શન નિજ અંગ ભણજે, ન્યાય જગ જ સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, વદન આરાધે રે છએ દર્શન જિનના અંગ કહેવાય છે. તે શી રીતે ? જિનેશ્વર ભગવાનની આકૃતિમાં છ અંગને વિષે એ છએ દર્શનની સ્થાપના કરવી. શ્રી નેમિનાથ જિનેશ્વરના ચરણ ઉપાસકે–અર્થાત ખરે જેને-એ છએ દર્શનની આરાધના કરે છે. પણ એ સ્થાપના (ન્યાસ) શી રીતે કરવી ? તે વિષે તેઓ કહે છે કે – જિન સુરપાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આત્મસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. એટલે કે જિનેશ્વર ભગવાન રૂપે કલ્પતરૂ તેના પાય { મૂળિયાં ) રૂપે બે Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત પંડિત લોલનનું ભાષણ. પગ વખાણે. હવે જિનેશ્વરનાં તે બે અંગે કયા ? સાંખ્ય અને ગ. આ બને અંગે આત્માની સત્તા માને છે. એ અપેક્ષા શ્રી જિનની પણ હોવાથી તે અપેક્ષાએ સાંખ્ય અને યોગને બે પગરૂપ કહ્યા છે. એ પ્રમાણે ગ્રંથકાર પિતાની આગ્રહરહિતતા પ્રકટ તે કરે છે જ પણ સાથે વાચકવર્ગને પણ ભલામણ કરે છે કે એ વાત તમે ખેદરહિતપણુ ગ્રહ. ભેદવાદી અને અભેદવાદી અથવા સુગત (બુદ્ધ) પ્રણિત બદ્ધદર્શન અને જેમિનિપ્રણિત પૂર્વ મિમાંસા તથા વ્યાસ પ્રણિત ઉત્તર મિમાંસા (દાંત) મળી મિમાંસા દર્શનને બે હાથ કહેતાં કહ્યું છે કે – “ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દાય કર ભારી રે; લેફાલેક અવલંબન ભજિએ, ગુરૂગમથી અવધારી રે. ” શ્રી જિનદર્શનમાં સ્વભાવમાં જુદા જુદા રોયના જ્ઞાનરૂપ અને વિભાવમાં-કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થયેલ દેહમાં પર્યાયને ક્ષણે ક્ષણે બદલતા માન્યા છે; અને બૌદ્ધ દશને પર્યાયને ફેરફાર મૂળના રફાર રૂપ માન્ય છે. મિમાંસકે આત્મા એક જ છે, નિત્ય છે. અબદ્ધ છે, ત્રિગુણબાધક નથી એમ માને છે. જિનદર્શનને નિશ્ચય નયની અપેક્ષાએ એ વાત યોગ્ય જ છે. જુદા જુદા ને પ્રત્યે આવી રીતે ઉદાર દ્રષ્ટિ રાખવામાં શ્રી આનંદઘનજી મહારાજે પિતાની મતાંતરક્ષમતા તેમજ જિનદર્શનની મહત્તા પ્રકટ કરી છે. ચાર્વાક અથવા જેને નાસ્તિક કહીએ તેમના પ્રત્યે પણ ખંડનમય દ્રષ્ટિથી જોવાને બદલે બહુ જ ઉદાર ભાવથી નજર નાંખી છે; પણ વિસ્તારના ભયથી એ વાત અહીં ન લખતાં જતી કરૂ છું. જિનદર્શન પૂર્વાપર અવિરૂદ્ધ શી રીતે?— જિનદર્શનમાં અનેક નિશ્ચયો, અપેક્ષાઓ, અને દ્રષ્ટિઓનો સમાવેશ થઈ જાય છે, કારણ કે બ્રહ્માંડના જડ-ચેતન્ય વિગેરે દ્રવ્યો પોતે જ અનેક ધર્મવાળા છે. તેને જે એક ચકાસ દ્રષ્ટિથી જોઈએ તે સત્ય ન પામીએ. એટલા માટે અનેક દ્રષ્ટિથી જ જોવાની રીત રાખવી ઘટે. કેઈ પદાર્થ વિષે બોલતી વેળા મુખ્ય ધર્મને બોલવાની પદ્ધતિ છે, પણ તેજ વેળા તેના અનેક ગણધર્મોનો અધ્યાહાર હોય છે, એ વાત લક્ષમાં હોવી જોઈએ. એજ કારણથી જેનવાદને સ્યાદવાદ કે અનેકાંતવાદ Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૧૭) કહેવામાં આવે છે. જેમ એક પદાર્થ ઉપત્તિ અને લયની અપેક્ષાએ અનિત્ય કે નાશવંત છે, ક્ષણિક કે પર્યાયવંત છે તેમ તેજ પદાર્થ મૂળરૂપ સત છે. સોનાની મુદ્રિકામાં મુદ્રાપણાની કે આકારપણાની ઉત્પત્તિ અને વિનાશ પણ છે, પરંતુ સુવર્ણરૂપે તો તે સત્ અને નિત્ય જ છે. એ દ્રષ્ટિએ બ્રહ્માંડના ઇએ દ્રવ્યને નિત્યનિત્ય કહેવામાં આવ્યા છે. કેઈ જીજ્ઞાસુના કલ્યાણ માટે ઉપદેશ કરતાં પહેલાં તેની ભૂમિકા વિચારવી પડે છે અને એ ભૂમિકા અનુસારે નય કે અપેક્ષાની પદ્ધતિનો સ્વીકાર કર્યો જ છુટકે થાય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યોગબિંદુમાં ૧૩ર મા - કમાં કહે છે કે – चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यतः । यस्माद् एते महात्मानो, भवव्याधिभिषग्वराः ।। અર્થાત–“તમે જે મહાત્મા કપિલ, મહાત્મા બુદ્ધ, મહાત્મા મહાવીર, મહાત્મા કણાદ, મહાત્મા ગૌતમ વિગેરેના નામની ખાતર અને તેમના વચનના સમર્થન માટે લડવા ભેગા થયા છે તે તમારો વ્યાએહ છે. તેમણે આત્મા નિત્ય છે અથવા આત્મા અનિત્ય છે, પરમેશ્વરે કર્તાહર્તા છે એ પ્રકારે જુદી જુદી દેશનાઓ આપેલી છે તે બધી તે તે વિનેશિની અનુકૂળતા અને યોગ્યતા તરફ લક્ષ્ય રાખીને જ આપેલી છે. કારણ કે ( ટીકાકાર લખે છે કે જે જે પુરૂષ મહત્માઓ અને સર્વજ્ઞ હતા તેઓ આ સંસારરૂપ વ્યાધિ નાબુદ કરવા માટે ઉત્તમ બેઘ સમાન હતા.” વળી લખે છે કે –“શ્રોતાને-શિષ્યને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનના બીજનું આધાન થવાનો સંભવ હોય અને તે સંભવ પણ પ્રતિદિન વધમાન હોય તે શિષ્યને તેઓએ તે તે પ્રકારે–જુદી જુદી દ્રષ્ટિએ સમજાવ્યું હોય એ બનવા જોગ છે. અથવા કદાચ તેઓએ તે એકસરખી દેશના કરેલી હોય તો પણ જુદી જુદી ભૂમિકા પર રહેલા સાંભળનાર અને જુદી જુદી ભૂમિકાપર રહેલા સમજનારા એ બધાની બુદ્ધિમાં તરતમતાનો ભેદ હેવાથી સંભવિત છે કે એકદેશના પણ અનેક રૂપમાં સમજાઇ હાય. જુદી જુદી વાનીઓ જેમ જુદા જુદા જમનારના ચિત્તને સંતોષ આપે છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૮) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. તેમ જુદી જુદી દેશના દરેક સાંભળનારને તેની યોગ્યતા પ્રમાણે કંઈને કંઈ લાભ તો કરે છે જ; માટે એ દેશનાઓને અવંધ્ય કહેવામાં કશે બાધ નથી. અને દેશ કાળ તથા નયને લક્ષ્યમાં રાખી તદ્રષ્ટિએ જોતાં એ દેશનાના મૂળમાં દેશના જ પ્રતીત થશે. ” શ્રી હરિભદ્રસૂરિજીની મતાંતરક્ષમતા-શ્રી હરિભદ્રસુરિજી યાગદ્રષ્ટિ સમુચ્ચયમાં કહે છે કે-“ આપણે એ વાદવિવાદ, ખંડનમંડન કે તકાળ છેડીને મહાપુરૂષના માર્ગને આશ્રય કરવો જોઈએ. ” ટૂંકામાં જે રીતે સાંભળનારાએને મિથ્યા મોહ દૂર થાય, દેહાધ્યાસ છૂટે, આત્મજ્ઞાનનું બીજ રોપાય અને સંસારના પ્રપંચ તરફ દુર્લક્ષ રહે તે રીતે ઉપદેશ આપે એ જ એક સેનું લક્ષ્ય હેવું જોઈએ. '' કે મુમુક્ષુ ગુરૂજન પાસે આવીને કહે કે –“હુ તે મરી જઈશ. અરે રે! મારું કલ્યાણ શી રીતે થશે ? મારી ઉમર પણ બહુ થઈ ગઈ ! ” આવા કાળભીરૂ અને કાયરને તેના ગુરૂજવાબ આપે કે-“ભાઈ ! તું મુંઝા મા. (રારીરરૂપી વ્યંજનમાં શાશ્વત સ્વરની પેઠે રહેલો) તું પતેતકદિ મરતો જ નથી, તું નિત્ય છે, તારે વળી કાળની બીક શી ? કાળ–દેશને અને કાર્ય કારણને માપનાર તે તું જ છે. તને તેઓ શી રીતે માપી શકે ? તું તારૂં સાધન કરે જા.” આ પ્રકારે કાળજી શિષ્યની નિરાશા અને કાયરતા દૂર કરવા તથા તેની આત્મસાધનાને નિરંતર ચાલુ રાખવા માટે શરીરાદિ પર્યાને ગણ કરી અને દ્રવ્યને પ્રધાન રાખી અને દ્વૈતવાદ ઉપદેશવામાં આવે તે શું સર્વાગી જૈનદર્શનનું જ તે એક અંગ નથી? વળી કઈ બીજે મુમુક્ષુ શિષ્ય ભોગો ભોગવવામાં જ રોપૂર રહેતા હોય અને મહાત્મા ટોલય' કહે છે તેમ એ ભોગેની પાછળ કેટલાય પામર પ્રાણીઓની હાયવરાળ રહેતી હોય તે એ જડાભ્યાસી-વિષયાસક્ત પુરૂષના મનને ઠેકાણે લાવવા બુદ્ધ ભગવાનને ક્ષણિક વિજ્ઞાનવાદ કે ટેલટેયને સમાનવાદ કામમાં લાવી શકાય અને તેને કહી શકાય કે–“ભાઈ ! તું આખે બંધ કરીને બેઠે છે. આ બધું જે તું જુએ છે અને ભોગવે છે તે ક્ષણસ્થાયી છે. ઘડી પછી તેમાંનું કંઈ જ નહીં હોય. તું આ સર્વને સ્થાચી માની બેઠા છે તે તારી અજ્ઞાનતા છે.” આવી રીતે દ્રવ્ય (રૂપ સ્વર) ને ગોણ કરી (વ્યંજન ૧ First steps Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. ( ૧૯ ) રૂપ ) શરીરપર્યાયને મુખ્યત્વે સ્થાપી સમજાવવામાં આવે તે એ અનિત્યવાદના ઉપદેશને પણ જૈનદર્શનનુ... એક અંગ કેમ ન લેખાય ? સત્ય મહાન છે, વ્યાપક છે, મન-બુદ્ધિની પેલી પાર ગયા વિના તેની ઝાંખી થતી નથી અને જે ઝાંખીમાં આવે છે તે શબ્દવડે સપૂર્ણ પણે વ્યક્ત કરી શકાતું નથી. છતાં સઘળા દના પેાતાને સર્વગ્રાહી અને બાકીનાને અંરાગ્રાહી કહેવાની હિમ્મત કરે છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ એવા અંશગ્રાહી પ્રત્યે પણ કેવી ઉદાર દૃષ્ટિથી નીહાળે છે તે તમે જોરોા તે મને ખાત્રી છે કે એ ઉદાર પુરૂષ માટે તમને અભિમાન સ્ફુર્યાં વિના નહીં રહે. કોઇકન હાથી જોતાં તેની હડપચી સુંદર લાગે અને તેથી તે તેને કુંજર કહે, એ મ્હાઢથી પાણી પીતા જોઇ દ્વિપ કહે, તેના મ્હાર આવેલા દાંતાને જોઈ કોઈ તેને દતી કહે, કાઇ મદ ઝરતું જોઇ તેને મતંગજ કહે, કોને ઉંચા પહાડ જેવા લાગવાથી નાગ કહે, સ્વર્ડ ઘણા કામ કરતા જોઇ કોઇ હસ્તી કહે તા તેથી શું એ બધાને આપણે અધ કહી શકીએ ? સૂંઢ જોનાર અથવા દાંત જોનાર આખા હસ્તીને તે। જુએ છે જ, પણ તે આખા સત્યને વ્યક્ત કરવા એક અ’શના આશ્રય લે તેથી શુ થયુ એવી જ રીતે સત્યને સાક્ષાત્કાર કરનાર દવા કેએક અંશ વર્ણવે તે તેથી આપણે તેને અધની ફાટીમાં મુકવાનું સાહસ ન કરી શકીએ.ર એવા ભાવનુ શ્રી હરિભદ્રસૂરિએ પોતાના શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને યાગબિંદુ વગેરે ગ્રંથામાં નિરૂપણ કર્યુ છે. ( જુએ ચાર સ‘જીવીની ન્યાય. ) શ્રી આનંદઘનજી મહારાજે પણ મેઘ સમા ગંભીર સૂરમાં ગાયું છે કે:— ? “ રામ કહેા રહેમાન કહા, કાઇ કહાન કહેા મહાદેવવી; પારસનાથ કહે. કાઇ બ્રહ્મા, સફળ બ્રહ્મ સ્વરૂપ રી. "" અર્થાત્—રામ, રહેમાન, કાન, મહાદેવ, પાર્શ્વનાથ, બ્રહ્મા એ સર્વ શુદ્ધાત્માનાં જ નામે છે. કારણકે જે સમયે પોતે નિજરૂપમાં રહે છે ત્યારે આત્મા રામરૂપ બને છે, જ્યારે સપર કરૂણા ( રહેમ ) કરે છે ત્યારે તેજ આત્મા રહેમાન બને છે અને જ્યારે કનું નિકંદન કરે છે ત્યારે તે કાન કે કૃષ્ણ ચ ં જાય છે. આવુ... સ`ષ્ટિએ, સ અશા અને સ` ખડાનું સમન્વય જેનેાનુ ૨. વાદવિવાદ ન થાય તેટલા માટે કદાચ સર્વ અંશને જણાવનાર શબ્દ બનાવીએ તે તે કેવો લાંખા અને બેહુદો થઈ પડે તેનું એક ઉદાહરણ આપુ છું. ચતુષ્પવવિદ્યુતપ્રવેત્રįતિવિજિવાતનીતાસનમ ( ખુરશી | Page #20 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. યોગસાહિત્ય કરી શકે છે. પણ તે માટે અપેક્ષાઓ અને નયો વિગેરેનો અને ભ્યાસ જરૂરી છે. જેને આપદેશિક સાહિત્ય–જેને જેને પરિભાષામાં ધર્મસ્થાનુગ કહેવામાં આવે છે તેવા પદેશિક સાહિત્યથી જૈન સાહિત્ય ભરપૂર છે. સાધારણ સંસારી જનોને માટે રસાત્મક કથાએ ઘણું ઉપકારી ગણાય છે. જૈન લેખકોએ આવા કથાનકો ગદ્યમાં, પદ્યમાં, રાસારૂપે, ચરિત્રરૂપે, રૂપકરૂપે કે આખ્યાન રૂપે બહેળા પ્રમાણમાં લખ્યાં છે. હું આપને તેમાંના થોડા કથાનકનો વાનગીરૂપે પરિચય કરાવીશ:– પટપુરૂષ ચરિત્ર–આ ચરિત્રમાં આખી માનવ જાતિને છ વિભાગમાં વહેંચી અંગ્રેજીમાં જેને Reprenestative અર્થાત પ્રતિનિધિ સ્વરૂપ મનુ કહીએ તેનું આમાં વર્ણન છે. મનુષ્યમાં (૧) અધમાધમ (૨) અધમ (૩) મધ્યમ (૪) વિમધ્યમ (૫) ઉત્તમોત્તમ અને (૬) ઉત્તમ-કણ કહેવાય તેનું નિરૂપણ આ પપુરૂષ ચરિત્રમાં છે. આ પ્રત્યેક વર્ગમાં એકેક ચરિત્ર તેની પ્રકૃતિ પ્રમાણે આલેખ્યું છે. આ ગ્રંથ વાંચવાથી વાચક કે શ્રોતા પોતે જ પોતાની કેટી નક્કી કરી શકે છે અને પિતાનામાં જાણતાં-અજાહતાં જે કંઈ અધમતા રહી ગઈ હોય તેને ખંખેરી આગળ વધવાના અને ભિલાષ બાંધે છે. પ્રતિજ્ઞાપાલન–આ વિષય ઉપર ચાર ગૃહલક્ષ્મી-વધુની કથા છે. તેનું સંક્ષિપ્ત કથાનક આ પ્રમાણે છે:–એકવાર એક સસરાને વિચારે છે કે ચાર પુત્રવધુમાંથી કઈ વહુને ઘરનું કયું કામ સોંપ્યું હોય તો સમુચ્ચયે સર્વને અનુકૂળ થાય? તેને નિર્ણય કરવા સસરાજીએ ચારે વહુને બેલાવી જ્યારે માગું ત્યારે આપજો' એમ કહી, પાંચ પાંચ શાળના દાણા આપ્યા. દરેક વહુએ આ દાણાને કે ઉપયોગ કરે તેને પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કર્યો. એક વહુએ દાણાને નિરૂપયોગી ગણી વાસીદાની સાથે કાઢી નાંખ્યા. બીજી વહુ ખાઈ ગઈ, ત્રીજીએ પોતાના દાગીને સાથે એ દાણું પણ સાચવી રાખ્યા અને ચોથીએ પિતાના ભાઈને તેમેકલી આપ્યા અને કહેવરાવ્યું કે “આ દાણું આપણું ખેતરમાં વાવજે, એટલું જ નહીં પણ જે પાક ઉતરે તે પણ ફરી ફરીને વાવ્યા કરજે.' સસરાએ પાંચ વર્ષ પછી ચારે વહુને બોલાવી પેલા દાણા ભાગ્યા. પહેલી વહુએ કહ્યું કે મેં તો નકામા જાણી વાસીદામાં કાઢી નાંખ્યા.” બીજીએ કહ્યું કે “હું તે ખાઈ ગઈ.” ત્રીજીએ કહ્યું કે મેં મારા ઘરેણાં સાથે સંઘરી રાખ્યા છે” Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૨૧) અને એથીએ કહ્યું કે-“મારે પીયર ગાડાં મોકલી મંગાવી લે.” આ પરથી સસરાએ પહેલી વહુને વાસીદા વાળવાનું સાયું; કારણકે તેને નાંખી દેતાં ઠીક આવડતું હતું અને તેનું નામ ઉજઝિતા રાખ્યું. બીજી વહુને રડાનું કમ સે યું, કારણ કે જેને ખાતા આવડે તે કદાચ સારી રીતે ખવરાવી પણ શકે, અને તેનું નામ ભક્ષિકા રાખ્યું. ત્રીજીને સારી રીતે સાચવતા આવડ્યું એટલે તેને પટારાની ચાવીઓ સેંપી, અને તેનું નામ રક્ષિત રાખ્યું. ચેથીને ઘરને મે વધારનારી સમજી ઘરની ઉપર નીમી અને તેનું નામ વર્ધિતા (રોહિણી) પાવું. પ્રતિજ્ઞા પાળવામાં ઉત્સાહ પ્રેરવા અથે આ કથા ઘણું ઉપયોગી ગણાય છે. વર્ધિતા નારીએ જેવી રીતે પાંચ દાણમાં અસંખ્ય ગણુ વૃદ્ધિ કરી તેવી રીતે વતી એ ક્રમે ક્રમે પિતાના વ્રત-જપ-તપમાં પણ વૃદ્ધિ કરવી જોઈએ, એ આ કથાને વનિ છે. દીક્ષા લેનારે સ્ત્રી-પુરૂષને ખાસ કરીને આ કથાનું વસ્તુ સમજાવવામાં આવે છે અને ક્રમશ: સંયમપાલનમાં આગળને આગળ વધવાની પ્રેરણા કરવામાં આવે છે. ઉપમિતિ ભવ પ્રપંચો કથા આ એક રૂપક કથા છે અને પ્રબોધ ચંદ્રોદય નાટક અથવા Pilgrim's Progress ની સાથે રૂપક, રસ અને ભાપામાં સ્પર્ધા કરે તેવું છે તેનું ભાષાસૌંદર્ય કાદંબરીની સ્મૃતિ કરાવે છે. છતાં ખુબી એ છે કે તેમાં કલ્પનાનું કે લાંબા લાંબા સમાસેનું કાઠિન્ય નથી. જીવસ્વભાવની હલકામાં હલકી સ્થિતિ-નિગોદની સ્થિતિથી લઈને તે ઠેઠ મેક્ષની સ્થિતિએ શી રીતે પહોંચાય તેનું આમાં સુંદર વર્ણન છે. કથાની સાથે જૈનતત્ત્વ અથવા સિદ્ધાંતની પણ ઘણું સુંદર રીતે ગૂંથણી કરવામાં આવી છે. તેના ગુજરાતી તથા હિંદીમાં પણ ભાષાંતર થયા છે, અને પ્રો. હર્મન જેકેબીએ એકવાર તેને અંગ્રેજી અનુવાદ કરવાની તત્પરતા દર્શાવી હતી. કથાના કર્તા કલિકાળ કેવળીનું બિરૂદ ધરાવનાર શ્રી સિદ્ધગિણિ છે. આને મળતી દિગંબર સાહિત્યમાં એક ચેતન કર્મકથા પણ મળી આવે છે. અને તેને અને નુવાદ પણ થયા છે. સમરાદિત્ય કેવળીને રાસ—આ રાસમાં બે મિત્રોના જન્મજન્માંતરથી ચાલતા આવતા એકપક્ષી વૈરની વાર્તા છે. આખરે એ ઘેર શી રીતે ભાંગે છે તેને સરસ રીતે ખ્યાલ આપવામાં આવ્યો છે. રાસના વાંચનથી વાંચનારને કર્મની કઠિનતાનું અને તેમાંથી છૂટવાનું સામર્થ કુરે છે. મનુષ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. ઘણી વાર પિોતે પોતાના કામથી ઉપજાવેલાં ફળે ભેગાવવામાં કાયરતા દાખવે છે એ દુબળતા છે. જેણે નારીના અને તિય"ચપણના અનેક અસહ્ય દુ:ખ ભગવ્યા છે તે દુ:ખ કે કલેશથી નિરાશ તે ન જ થાય, ઉલટું તે આત્મબળે ભેગાવી કર્મથી ટવાને જ નિશ્ચય કરે. આ રાસથી જુનાં કર્મો ભોગવી લેવાનું અને નવાં પાપ ન કરવાનું દદીભૂત થાય છે. પંડિત સુખલાલજીએ કમથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – प्राक्कर्म प्रविलाप्यतां चितिवलान् नाप्युतरैः श्लिष्यतां । प्रारब्धं त्विहभुज्यतामथ परब्रह्मात्मना स्थियताम् ॥ અર્થાત–પહેલાના બાંધેલા અશુભ કર્મોને જ્ઞાનબળથી ગાળી નાખે, આત્મબળથી નવા અશુભ કર્મના બંધનમાં ન બંધાઓ, અને આત્મવીર્યથી પ્રારબ્ધ કર્મને ભાગવતાં ક્ષીણ કરી નાંખે. એ રીતે આખરે બ્રહ્મપદમાં અનંતકાળ પર્યત સ્થિર રહે. ” ઇલાયચી કુમારની સ્થા–આ કથા બહુ રસિક અને બેધપ્રદ છે. મેહવશ પ્રાણીઓ શુભ ધ્યાનમાં આરૂઢ થતાં કેવી રીતે આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન પામે છે તેનું મનહર નિરૂપણ આ કથામાં છે. હુ ટુંકામાં તેને સાર કહી જઉ છું. ઈલાયચીકુમાર એક ધનવાન છીને કમાર છે. તરૂણાવસ્થામાં તે એક નાટક જેવા જાય છે. ત્યાં નટની એક રૂપવતી પુત્રી ઉપર મહી પડે છે અને નાટક ખલાસ થવા છતાં વિચારમાં ને વિચારમાં તે ત્યાંને ત્યાંજ બેસી રહે છે. તેના મિત્ર તેને સમજાવી પટાવી ઘેર લઈ જાય છે. ઘેર જવા છતાં તેનું ચિત્ત કેમે શાંત થતું નથી. તે એક ભાંગલી-તૂટલી ખાટલી ઉપર પડે છે. ( પૂર્વકાળમાં કેદ કુમાર રીંસાય ત્યારે ભાંગલી-તૂટલી ખાટલીનેજ આશ્રય લેતા અને પછી મેટેરાઓ આવી સમજાવટ કરતા.) ઘરના વડીલ અને વૃદ્ધ પુરૂષ તેને સમજાવવા આવ્યા. પણ તેણે તો એક જ વાત કર્યા કરી કે –“ મને પેલી નટની પુત્રી સાથે પર . ” કુળવાન અને ધનવાન શેનું કુટુંબ એકદમ એક નીચ કુળની નદી સાથે પોતાના કુળદીપકનું લગ્ન કરવાને શી રીતે તૈયાર થાય ? શરૂઆતમાં તે તેમણે આનાકાની કરી, પણ લાડકવાયા પુત્રનું મન સંપાદન કરવા આખરે તેમણે સમ્મતિ આપી. નટે પિતાની પુત્રી પરણાવવાનું કબુલ્યું, પણ એક એવી આકરી સરત કરી કે– જે લાયચીકુમાર નાટકકળામાં કુશળ બની, Page #23 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્યની હિતાવહ દિશા. (૨૩) કેઈ એક રાજાને રીઝવી. તેની પાસેથી દ્રવ્ય મેળવી, એ દ્રવ્યવડે અમારી આખી નાતને ભેજન કરાવે તે હું મારી પુત્રી તેને પરણાવું. ” રૂપમુગ્ધ કુમારે તે સરત પણ સ્વીકારી. પછી તેણે નાયકળાની તાલીમ લેવા માંડી. ક્રમે ક્રમે તે એક કુશળ નટ બન્યા. પછી એક રાજા પાસે જઇ તેણે પિતાનો ખેલ બતાવવાની રજા માગી. રાજાએ તે આપી અને પિતે પિતાની રાણી તથા બીજા અમલદારો સાથે નટના ખેલમાં હાજર થયે. ઇલાયચીકુમારે એક પછી એક એવા અદ્દભુત ખેલ કર્યા કે આખા પ્રેક્ષવર્ગ ચકિત થઇ ગયા. ખેલ ખલાસ થવા આવ્યો, પણ રાજાજીએ ઇનામ સંબંધે એક શબ્દ સરખે પણ ન ઉચ્ચાર્યો. ઇલાયચીકુમારની આટઆટલી કુશળતા અને શ્રમ તરફ તેનું લક્ષ્ય પણ ન ખેંચાયું; કારણકે તે તે કુમારની કુશળતા જેવાને બદલે પેલી રૂપવતી નટપુત્રીની સુંદરતા નિહાળવામાં ચકચૂર બની ગયું હતું. મોહાંધ મનુષ્યનું મન પિતાના મોહપાત્રને છોડી બીજી તરફ જઈ શકતું નથી. કુમારે ફરી ફરીને બે ત્રણ વાર પોતાના પ્રયોગ કરી બતાવ્યા, પણ રાજાનું ચિત્ત પેલી દેલ વગાડતી નરપુત્રીમાં પરોવાયેલું તે કેમે કરતાં કુમાર તરફ ન વળ્યું તે નજ વળ્યું. તે ચિંતવવા લાગ્યા કે—. આ ઉંચા વાંસ ઉપર આધાર વગર નાચતે કુમાર જે નીચે પડે અને મરી જાય તો કેવું સારું ? જો તેમ થાય તે આ સુંદર નદી મને પ્રાપ્ત થાય. ” બરાબર તે જ વખતે ઉંચા વાંસને છેડે ચડેલા ઇલાયચીકુમારે એક અદભુત દૃશ્ય જોયું. ગામની એક પળમાં એક મુનિ મહારાજને એક અત્યંત રૂપ-સાંદર્ય-લાવણ્યવતી નારી નિર્ભયપણે આહારાદિ સામગ્રી બહેરાવી રહી છે અને પિલા સંયમી મુનિરાજ પૃથ્વી તરફ નીચાં ને ઢાળી શાંત ભાવે ઉભા છે. ઇલાયચીકુમારે વિચાર કર્યો કે-પિતાની સામેજ જગતના સમસ્ત સિાંદર્યના ભંડાર ખુલ્લા હોવા છતાં આ મુનિ મહારાજનું તે તરફ લેશમાત્ર ચિત્ત નથી જતું એ કેવું આશ્ચર્ય ? તેમના પિતાના મનમાં જ કેટલું અગાધ સાંદર્ય હોવું જોઇએ કે જેથી આ સામેનું સૌદર્ય તેમને તુચ્છ અને તૃણવત્ લાગે છે ? ધન્ય છે તેમના સંયમને, ધન્ય છે તેમની અચંચળ મનવૃત્તિને ! આ રીતે શુભ વિચારની શ્રેણીએ ચડતાં તેને મોહને પડદા તુલ્યો અને આત્મજ્ઞાનનો ઉદય થયો. રાજાને પેલી નટીમાં અને રાણીને પિતાનામાં મેહમુગ્ધ થયેલાં પિતાના જ્ઞાનદર્પણમાં જયાં. અંતે તેમને સૌને પણ તેના ઉપદેશથી આત્મસૌંદર્યનું દર્શન થયું. આ કથા અમારા જનસમાજમાં સારી પેઠે પ્રચાર પામેલી છે અને તેને લગતાં ચિત્ર પણ છે કે મંદિરમાં જોવામાં આવે છે. અછવિધ સામાયિકમાં પરિજ્ઞાનાત્મક સાતમી સામાયિક સાથે આ કથાને સંબંધ છે, Page #24 -------------------------------------------------------------------------- ________________ (ર૪) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. જૈન કથા સાહિત્યને ઉપયોગ અને જાળવણું–જેના કથાનું સાહિત્ય એ તે માત્ર ફરસદને વખતે વાંચવાનું સાહિત્ય હેત તો આટલું જળવાત કે કેમ ? એ એક શંકા છે. મુનિ મહારાજાએ સવારના વ્યાખ્યાનમાં આવું એકાદ કથાનક પસંદ કરી શ્રોતાઓને સંભળાવે છે અને તે એક આવશ્યક ધર્મકર્તવ્ય ગણાય છે. બપોરના વખતમાં ઉપાશ્રયમાં સ્ત્રી સમુદાયમાં સાધ્વીજીના કે કઈ શીક્ષિતા શ્રાવિકાના અધ્યક્ષપણ નીચે રાસ કે ચરિત્ર વાંચવાને રીવાજ છે; અને સાયંકાળે પ્રતિક્રમણમાં, સક્ઝાયમાં અથવા તે પછી કેટલેક સ્થળે આવી વાત ચર્ચાય છે. આથી કરીને જેન કથા સાહિત્ય સંપૂર્ણ યથાર્થરૂપમાં અત્યારસુધી જળવાઈ રહ્યું છે અને જ્યાં સુધી એ કમ અખંડિત રહેશે ત્યાં સુધી જળવાશે એ નિર્વિવાદ છે. બદ્ધ કથાનક સાથે તુલના–ઘણીખરી જેન કથાઓને અંતે કથાકાર કેવળીને અથવા સર્વજ્ઞ જિન ભગવાનને લાવે છે અને તેમની દ્વારા જન્મ જન્માંતરના વિવિધ કારણે પ્રકટ કરાવી સમગ્ર ઘટનાનું રહસ્ય ખુલ્લું કરે છે. જૈન વાર્તાકારની આ પદ્ધતિ જૈધ જાતક કથાનું સ્મરણ કરાવે છે; પરંતુ જાતકે કરતાં જૈન કથામાં એક વિશેષતા છે. જાતક કથાઓ એવી રીતે શરૂ થાય છે કે ઘણે ભાગે સમજવું મુશ્કેલ થઈ પડે. અમુક સાધુને અમુક થયું એવી રીતે જાતક કથા પ્રારંભ થાય છે. પછી બુદ્ધ ભગવાન પધારે છે. અને પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધ ભગવાન તે શ્રમણના પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળવે છે. જાતકની મુખ્ય કથા ભતકાળને ઉદેશી હોય છે; જ્યારે જૈન કથા ભવિષ્ય કે પરિણામ તરફ વહેતી હોય છે. લગભગ બધી જાતક કથાઓમાં બાધિસત્વ કે ભાવિ બુદ્ધ પિતજ ભાગ લેતા હોય છે. જેને કથાઓમાં તેમ નથી હોતું. આનું કારણ મને એમ લાગે છે કે જાતક કથાઓ પ્રાય: હિંદુદુસ્તાનની જુદી જુદી લોકકથાઓમાંથી જન્મ પામી હોય છે તેથી તેમાં રસિકતા, અદ્દભુતતા અને વિચિત્ર્ય જળવાય છે પણ તેને સુઘટિત બનાવવા કેટલાક પરિવર્તન કરવાં પડે છે અને આમ પરિવર્તન કરવાથી કઇ કઇ વાર મૂળ કથા શુષ્ક પણ બની જાય છે. જૈન લેખકે એ મૂળ પ્રચલિત લેકકથાઓને આશ્રય લીધો છે પણ પિતાને અનુકૂળ બનાવવા તેમાં વિરૂપતા આવે એવી કાપકુપ નથી કરી. બનતાં સુધી તો તેમણે લેકરીવાજ અને યુગની ભાવના તેના ખરા સ્વરૂપમાં જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધ કથામાં અર્થસ્થા કે રાજકથા પાપરૂપ છે. જૈન લેખકો એ વિષયમાં સ્વતંત્ર છે. તેઓ તે વાર્તામાંના પાત્રને સદગુણી કે દેવી ચિતરવાને પણ બંધાતા નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૨૫) કારણકે તેઓ જાણે છે કે વાર્તાના સાર કઇ વાર્તામાં બનેલા બનાવા ઉપરજ અવલંબતા નથી, પરંતુ કેવલી ભગવાન્ વાર્તાને અંતે જે રહસ્ય બતાવશે તેના ઉપરજ અવલંબે છે. આથી જૈન લેખકે વાર્તાના પાત્રને પૂરેપૂરી સ્વત ંત્રતાથી ઘાત પ્રતિઘાત અને સુખ દુ:ખમાં થઇને લઇ જાય છે. આખરે કેવલી ભગવાન આવી પાત્રાને પડેલા દુ:ખા ક્યા કયા દુષ્કર્મોના ફળ છે તે સમજાવે છે અને પડદા ઉચકી જતાં અનંત પ્રકાશ પ્રાપ્ત થાય છે. જૈન લેખકોએ જેમ જુની પ્રચાલત લોકકથાઓમાં વિવિધ રંગ પૂર્યાં છે તેમ ધર્મ પ્રચાર અને ધર્મ દેશના માટે સિદ્ધાંતને દષ્ટિમાં રાખી ઘણી ઘણી નવી કથાએ પણ રચી છે. જૈન સાહિત્યની અસર—જૈન સાહિત્યના પ્રભાવ કેવળ તેની સાંપ્રદાયક સીમામાં જ સમાપ્ત નથી થતા. પેાતાના પાડાશી સાહિત્ય ઉપર પણ તેણે અસર કરી છે. ડા. વેલર કહે છે કે જૈન ધર્મ સંબંધી મારૂં જ્ઞાન પણ ઘણું અશે બ્રાહ્મણેાના શાસ્રમાંથી જ આવ્યું છે. શ્રીમદ્ ભાગવદ્ભાં બુદ્ધ ભગવાનને જેમ વિનુના અવતાર માન્યા છે, તેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને પણ વિષ્ણુના અવતાર તરીકે ઓળખાવ્યા છે. યોગવાશિષ્ટમાં રામ પોતાના ગુરૂ શ્રી વિશને કહે છે કે नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः । शांति मासितुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ શાન્તિપ ના મોક્ષપ માં પણ લખ્યું છે કે: एतदेवं च नैवं च न चोभे नानुभे तथा । कर्मस्था विषयं ब्रुयुः, सत्त्वस्थाः समदर्शिनः ॥ એ જ પ્રકારે જૈનસાહિત્યે પણ હિંદના સાહિત્યમાંથી ઘણું સારૂ” લાગ્યું તે ઝીલવામાં સકોચ નથી કર્યો. કાલીદાસના મેઘદંત ઉપર કેટલાક જૈન કવિ મુગ્ધ થઇ ગયા છે અને તેમણે મેઘદૂતના અનુકરણમાં ઘણા સરસ કાવ્યો જૈનસાહિત્યને ભેટ ધર્યાં છે. મેઘદૂતના પ્રત્યેક શ્લોકના અતીમ ચરણને લઇ અને કેટલાકમાં પ્રત્યેક ચરણને લઇ જૈન કવિઓએ સરલ કલ્પનાવૈભવ તથા ભાષાલાલિત્ય પ્રકટ કર્યાં છે. કેટલાક વિદ્વાન જૈન લેખકેાએ જૈનેતર ગ્રંથા ઉપર પાતાની વ્યાખ્યાઓ અને વૃત્તિઓ પણ રચી છે. આમ ધર્મસિદ્ધાંતમાં મત મતાંતર હેાવા છતાં સાહિત્યમાં તે જૈન લેખકોએ ભેદભાવને એક કારે રાખી એક ચિત્તે અને શુદ્ધ ભાવે સાહિત્યસાધના કરી છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૬) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. ઉપસંહાર. સજ્જને ! ચાર વેદની પેઠે જૈનસાહિત્યના પણ ચાર ભાગ છે. પ્રથમ દ્રવ્યાનુગ Philosophy of Religion, જેમાં તત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, ન્યાયે જ્ઞાનના સાહિત્યને સમાવેશ થાય છે. બીજા ભાગમાં ચરણકરણાનુગ Conduct of Religion જેમાં ધર્મને આચારમાં ઉતારવાના સિદ્ધાંતને સમાવેશ થાય છે. ત્રીજો ભાગ કે જેને ધર્મકથાનુગ Demonstruation of Religion કહે છે. આ ભાગમાં ઉપર કહેલા બને અનુયોગના સિદ્ધાંતને અમલમાં મુકનારના ચરિત્રો હોય છે અને ચોથા ભાગ ગણિતાનુગ ne jain Cosmology ને છે. જેમાં ક્ષેત્રમાસ તથા જેન ભૂગોળ-ખગોળનો સમાવેશ થાય છે. આ ચારે ભાગના સાહિત્યને યથાવિધિ અભ્યાસ કરે છે જેને પરમાત્મવિદ્યા ( Theology ), 241421951, ( Psycology ), aurat ( Bosmology ), અને પરલોકવિદ્યા ( Estachology ) એ ચારે વિષયોને જૈન માન્યતા સંબંધીને નિર્ણય અભ્યાસીને જણાઈ આવે તેમ છે. જૈન આગમમાંથી માત્ર મેં આચાર વિધાનવાળા સૂત્રોના ઉલ્લેખ કર્યો છે. જૈનના ન્યાય સાહિત્ય, તત્ત્વજ્ઞાન સાહિત્ય, ભાષાસાહિત્ય અને વિજ્ઞાન સાહિત્ય વિષે કુશળ જેને વિદ્વાનો આપણને વિશેષ કહેશે. મારા લેખમાં મેં ઉપદેશિક સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે અને તેનું વર્ણન આ લોકમાં શુભ પ્રવૃત્તિ કરાવવાનું અને અધ્યાત્મ દ્વારા જીવનના અંતિમ સાધ્ય મોક્ષ કે મહાનંદ તરફ લઈ જવાનું છે એ જણાવ્યું છે. મારા લેખમાં ઘણું વ્રટીઓ રહેલી છે એમ હું જાણું છું, તથાપિ લેખ લખીને નિબંધ વાંચવાને આ મહારે પ્રથમ પ્રયાસ હોવાથી આપ ઉદારતાથી ક્ષમા કરશો. છેવટે મારે આ લેખને મારા જમને મિત્ર પ્રો. હરમન જેકેબીની જેમ સાહિત્યની પ્રગતિ વિષેની ગાથા ટાંકી સમાપ્ત કરૂં છું. जिणपवयणं पसिद्धं, जंबुदिवम्मि चेव सव्वम्मि । कीत्ति जस्सं च अचिरा, पायवो सयल पुढविए ॥ इति शुभम्. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૭) જૈન સાહિત્યની હિતાવહ દિશા. પરિશિષ્ટ. સાહિત્યની પરસ્પર અસર, ૧ જૈન સૂત્ર ગ્રંથમાં કલ્પસૂત્ર પણ ગણાય છે. પવિત્ર સૂત્રોમાં આ સૂત્ર અગ્રગણનીય એટલા માટે ગણાય છે કે આમાં શ્રી તીર્થકરોના સંક્ષિપ્ત પણ મૂળ ચરિત્ર છે. અને કયા વર્તનથી તેમણે કેવળજ્ઞાન ને મોક્ષને મહા આનંદ પ્રાપ્ત કર્યો હતે એ વતનરૂપ આચાર જેને સાધુસમાચારી કહે છે તે પણ તેમાં છે. આ પવિત્ર સૂત્રમાં ગણધરવાદ છે. તેમાં શ્રી મહાવીરસ્વામીએ ઇંદ્રભૂતિ નામના ગામગોત્રી વિદ્વાન બ્રાહ્મણને સંશય विज्ञान धन एव एतेभ्यः भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न છેત્યાંજ્ઞાવર્તીતિ એ વેદ પાઠવડે દૂર કર્યો હતે. ૨ જૈન ગ્રંથ–પગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, ગશાસ્ત્ર, શતક, યોગસાર, સમાધિ શતક, પરમાત્મા પ્રકાશ, જ્ઞાનાંકુશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપીકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદ્ અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મ ગીતા–વિગેરે. ૩ પ્રથમ જ્યારે મેં આચારાંગ સૂત્ર અવલકર્યું ત્યારે મને તેમાં સમજણ પડી હતી નહી, પરંતુ જ્યારે Francis of Assisi નું ચરિત્ર વાંચ્યું કે આચારાંગસૂત્ર સમજાયું એટલું જ નહી, પણ એ ફ્રેંચ સાધુ ચરિત્ર કરતાં જૈની દીક્ષા મને કાંઇ ન્યૂન ન લાગી. કાન્સિસે જ્યારે બ્રહ્મચર્ય (Chastity), અકિંચનત્વ ( Poverty ), વિનય (Obedience) અને શ્રદ્ધાને ( Faith ) મુખ્ય ર્યા હતા ત્યારે જૈન સાધુના ચારિત્રમાં ઉપરના સગુણે ઉપરાંત અહિંસા, સત્ય વિગેરે બીજા પણ ગુણે ક્રિયાગત છે, અને કાળાનુસાર હાલ પણ ઘણેક અંશે યથાશક્તિ તે ગુણેનું સેવન થયા કરે છે. ૪ જેન સાહિત્ય પિતામાં રહેલા આત્મા સિવાય બીજા કોઈને જગતના કર્તા, ભેતા કે હર્તા માનતું જણાતું નથી, તથાપિ તે નાસ્તિક નથી, કારણકે પાણિની મુનિ કહે છે કે परलोकोऽस्तीति मतिर्यस्यास्तीति आस्तिकः । परलोको नास्तीति मतिर्यस्यास्तीति नास्तिकः । પરલેક છે એવું માનનાર આસ્તિક છે. અને એવું નહીં માનનાર નાસ્તિક છે. પ આદર્શ પુરૂષને જેનો શિલાકા પુરૂષ-મહા પુરૂષ ને યુગપ્રધાન અને ધર્મને પ્રભાવ વધારનારને જૈન સાહિત્યમાં પ્રભાવિક પુરૂષ ગણેલા છે. ૬ સમાજવાદના એક પ્રશ્નને નિવેડે જેનમાન્યતા દાખવી શકે એવું Page #28 -------------------------------------------------------------------------- ________________ (28) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તેમના સાહિત્યમાં મળી આવે છે. મનુષ્ય ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર, અને રહેવાને માટે નિવાસસ્થાન એટલા ઉપરાંત કાંઈપણ મીલકત ન રાખવી. આવી મર્યાદા કરનાર લોભને નિગ્રહ કરવા પરિગ્રહનું પ્રમાણ કરે છે. પરિમાણ ઉપરાંત જે મીલક્ત હોય તે શુભ કામમાં ખચી નાંખે છે. આ ઉપરથી અમેરીકામાં સાંભળેલ એક વિચારનું સ્મરણ થાય છે કે જે મનુષ્યની દાલત ત્રણ કરોડ ડોલર કરતાં વધારે હોય તે વધારાની દાલત દેશના લોકોને આપી દેવા તેમણે ગવર્મેન્ટને સંપવી. 7 જૈન સાહિત્ય પિતાના કાવ્યોમાં, કથાનકમાં, રા માં નાટકમાં નવે રસને પડ્યા છે. તહેતુને લઈ શંગારરસને ગણ રાખી શાન્ત રસને પિપે છે. આ દેશમાં જ્યારે બાળલગ્ન નહિ હતા, અને બ્રહ્મચારી આશ્રમમાંજ બારબાર વર્ષ સુધી વિધાથી અભ્યાસ કરતા, ત્યારપછી પતિ-પત્ની થનારાઓને વાત્સાયન શાસ્ત્રને અભ્યાસ કરાવતા. પરંતુ આ કાળે શંગારરસે સ્વચ્છેદ બિભિત્સરસ અને વ્યભિચારનું સ્વરૂપ લીધું છે, ત્યારે શુંગારનું પિષણ સમાજને હિત કરતાં હાનિકર્તા વિશેષ છે, એવું સમજી જૈનસાહિત્યકારોએ શૃંગાર ગણ કરી શાન્ત રસને પાળ્યો હોય એવું અનુમાન થાય છે. 8 જેને જ્ઞાનપંચમીને દિવસે વ્રત કરી જ્ઞાન પૂજા કરે છે. આ દિવસ દર વર્ષે કાર્તિક શુદિ પંચમીએ આવે છે. પૂર્વના વખતમાં જ્ઞાનપંચમીનું વ્રત કરનાર વ્રતની પૂર્ણાહુતી વખતે ઉજમણું કરીને જ્ઞાનના સાહિત્યો એટલે સાપડા, નવકારવાળી, કાગળ, કલમ, ઉપરાંત પુસ્તકે લખાવી કિંમતી પાઠાઓમાં રાખી, દાબડામાં મૂકી ભંડારમાં રખાવતા હતા. હાલમાં એ પ્રચાર ઓછો થઈ ગયો છે. 9 કળિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કેવા જ્ઞાનશ્રીમંત હતા, તેમનું ઉદાહરણ આ પ્રમાણે છે. તેઓ શતાવધાન કરતા, વિશેષ અવધાન પણ કરતા, શાહીના કુંડની આસપાસ એકી સાથે પાંચસે લહિયાઓને લખવા બેસાડતા, અને પ્રત્યેક લહિયાને ભિન્ન ભિન્ન વિષય પર વારાફરતી કલેકે લખાવતા હતા. 10 જેના દર્શને છે કે ધર્મ ? Philosiphy or Religion? કેટલાએક જૈનેતર વિદ્વાનોનું માનવું એવું સંભળાય છે કે ન્યાયાદિષદર્શનની પેઠે જેને એક નજ છે-એક પ્રકારની દૃષ્ટિ છે, એટલે કે વસ્તુને અનેક સ્વરૂપે જોવાની દૃષ્ટિ છે. જૈન સાહિત્યનું વિશેષ અવલોકન કરનારને માલુમ પડશે કે જૈન દર્શન કે ફલસુફી તે જ પરંતુ તેનું વિશેષ લક્ષ્ય ધર્મ કે રીલીજીયનપર છે; કારણકે પિતાનામાં રહેલા શુદ્ધાત્મા કે પરમાત્માને પામવાને, તેના માનનારને સર્વે પર સમભાવ શિખવો પડે છે, અને એ સમભાવના આચરણ પછીજ મનુષ્ય શુદ્ધાત્મા અર્થાત પરમાત્માનું ધ્યાન-દર્શન-પૂજન-મનન-ભક્તિ યથાર્થ રીતે કરી શકે છે; અર્થાત ધર્મની ભીંતપર જૈન--સાહિત્યને પ્રાસાદ નિર્ભર છે. સમભાવ તેના હૃદયમાં છે, અને સ્યાદવાદ તેના મુગટને ચૂડામણિ છે.