________________
(૩)
જૈન સાહિત્યની હતાવહ દિશા. છા સકા સુધી રહી પછી જેમ જેમ સ્મૃતિભ્રંશ થવા લાગે તેમ તેમ ગણધરો અને શ્રુતકેવળીઓ વિગેરેના ઉપદેશેલા પાઠ ભૂલાવા લાગ્યા. એ સંબંધે એક એવી કથા છે કે એક વેળા એક મુનિશ્રીએ કાન ઉપર હળદરને ગાંઠીયે રાખેલ તે પાછો વાપરે ભૂલી ગયા; તેથી સમજાયું કે હવે સ્મૃતિભ્રંશ થવા લાગે છે. એટલે ત્યાર પછી જ્ઞાનને પુસ્તકારૂઢ કરવાનું કહ્યું અને સઘળા જેન શ્રમણએ તે કબુલ રાખ્યું. પછી મથુરામાં સે પ્રથમ મુનિપરિષદ મળી અને જે જે મુનિઓને પાઠ યાદ હતા, તે તે તેમણે લખાવ્યા. આ રીતે વાલ્મય સાહિત્ય હતું તે ગ્રંથસાહિત્યનું સ્વરૂપ પામ્યું. ત્યારપછી શ્રી વક્ષિમાશ્રમણ સૂરિના પ્રમુખપણ નીચે વલ્લભીપુરમાં બીજી મુનિપરિષદ મળી, અને તે વખતે પણ પહેલાની જેમ વાડુમય સાહિત્ય ગ્રંથારૂઢ થયું. મથુરાની સાહિત્ય સંયોજનાને માધુરી વાંચના અને વલ્લભીપુરની સાહિત્ય સંજનાને વલ્લભી વાંચના તરીકે જૈન સાહિત્યમાં ઓળખાવવામાં આવે છે. ત્યારપછી વિદ્વાન જેનાચાર્યોએ અનેકાનેક વિષય વિષે ગ્રંથ લખ્યા અને તેને પ્રચાર કર્યો. એ ભૂતકાળના પ્રસંગને છોડી હવે આપણે વર્તમાન ઉપર આવીએ.
આજથી લગભગ ૪૦ કે ૫૦ વર્ષ ઉપર જૈન સાહિત્યને છપાવી બહાર પાડવાને પ્રયત્ન થયે, ત્યારે જે પરંપરાની પવિત્રતાને સાચવી રાખવા ઉસુક હતા તેમના તરફથી તેનો વિરોધ કરવામાં આવ્ય; કારણ કે તેઓ એમ માનતા હતા કે એમ થવાથી વાલ્મયની પવિત્રતા નહીં જળવાય. પરંતુ કાળબળે પિતાનું કામ કર્યું અને આજે પણ કર્યું જાય છે. એટલું તે નિર્વિવાદ છે કે વાત્મય સાહિત્ય કરતાં લેખન સાહિત્ય વિશેષ પ્રચાર પામે છે અને હસ્તલિખિત સાહિત્ય કરતાં મુદ્રિત થયેલું સાહિત્ય બહેળા પ્રમાણમાં વંચાય છે.
સ્મૃતિ શકિતને અનાદર કરી જડ સાધનેને આશ્રય લે એ એક પ્રકારનું પરાવલંબન તો છે જ, પણ જે વખતે સ્મૃતિભ્રંશ વધતા જતે હેય, તે વખતે સ્મૃતિને સહાયક થાય તેવા સાધનને ઉપગ ન કરે તે કદાગ્રહજ લેખાય અને એ કદાગ્રહ અનેકાંત મતના ઉપાસકેને તે બીલકુલ શોભાસ્પદ ન ગણાય. પ્રસંગોપાત હું મારા પરંપરાપ્રિય અને પ્રગતિપ્રિય પૂજ્ય મુનિવરે અને ગ્રહસ્થાને સૂચના કરવાની રજા લઉ છું કે હવે વિશેષ સ્મૃતિભ્રંશ ન થાય એટલા માટે ગ્રંથને ફળવિસ્તાર વધારવાને તથા જુના-ઉપયોગી ગ્રંથને ઉદ્ધાર કરવાને આપણે બને તેટલા પ્રયત્ન કરવો જોઇએ.
જૈન સાહિત્યને વિસ્તાર માપ એ સહજ નથી. જેનાચાર્યોએ તેને ચાર ભાગમાં વહેચી નાંખ્યું છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુગ (૩) ચરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org