Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાતમી ગુજરાત સાહિત્ય પરિષદના જૈન વિભાગના અધ્યક્ષ શ્રીયુત પંડિત ફત્તેહચંદ કરચંદ લાલનનું ભાષણ. જૈન સાહિત્યની ૯ હિતાવહ દિશા. यो विश्वं वेदवेद्यं जननजलनिधे गिनः पारदृष्या, पूर्वापर्याविरुद्धं वचनमनुपमम् निष्कलंकं यदीयम्; तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तम्, बुद्धं वा वर्द्धमानं शतदलनिलयं केशवं वा शिवं वां. १ बोधागाधं सुपदपदवीनीरपूराभिरामम्, जीवाऽहिंसाऽविरललहरिसंगमागाहदेहम्। चूलावेलं गुरुगममणिसंकुलं दूरपारम्, सारंवीरागमजलनिधि सादरं साधु सेवे. २ ૧–જેમના જ્ઞાને જાણવા યોગ્ય સમગ્ર વિશ્વને જાણ્યું છે, જેઓના દર્શને સંસારરૂપ મહાસમુદ્રને પાર દીઠે છે, જેમનું પ્રવચન ( આગમ ) પૂર્વાપર અવિરૂદ્ધ છે, અનુપમ છે, ને નિષ્કલંક છે, જેઓ સાધુજનોને પણ વંઘ છે, સકળ ગુણના ભંડાર છે, દોષરૂપ શત્રને નાશ કરનાર છે, એવા કેઇપણ પુરૂષવિશેષને હું વંદન કરું છું. પછી જોઈએ તે તે બુદ્ધ છે, વધમાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, કે મહાદેવ હૈ. ૨–જેમ સમુદ્ર અથાગ હેય છે તેમ અપરિમિત જ્ઞાનવાળા જિનાગમ પણ અથાગ છે. જળની અતિશયતાને લીધે જેમ સમુદ્ર સુંદર લાગે છે, તેમ લલિત પદોની રચનાને લઈને આગમ પણ સુંદર લાગે છે. ઉપરાઉપરી મેજાએ ઉડતા હોવાથી સમુદ્રમાં પ્રવેશ કરવો કઠણ લાગે છે, તેમ જીવદયા સંબંધી સમ વિચારોથી જિનાગ પરિપૂર્ણ હોવાથી તેમાં એકદમ પ્રવેશ કરે કઠણ લાગે છે. સમુદ્રમાં મોટા મેટા તટ હેય છે તેમ આગમમાં પણ મોટી મોટી ચૂલિકાઓ --પૂરવણી હોય છે. સમુદ્રમાં રત્ન–મોતી અને પરવાળા જેવી વસ્તુઓ છે તેમ આગમમાં ઉત્તમ ગમ-આલાવા (અર્થાત્ અનેકાર્થ બોધવાળા સદશ પાઠ ). હોય છે. સમુદ્રની જેમ આગમને પાર પામ-અર્થાત તે સંપૂર્ણ રીતે સમજવું અત્યંત કઠિણ હોય છે. એવા આગમતી હું ભક્તિ તથા વિધિપૂર્વક સેવા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 28