Book Title: Jain Sahityani Hitavah Disha Author(s): Fattehchand K Lalan Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 5
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. આપણે આ દેશના વિદ્વાન અને શિધકે પાસે જિન ધર્મ અને જેનદનના સંબંધમાં ઘણું આશા રાખી શકીએ. આપણે એ આશા સંપૂર્ણપણે કેમ ન ફળી? એ પ્રશ્ન વિચારવાનું મને મન થાય છે. બૌદ્ધધર્મે જે દયાને ઉપદેશ કર્યો છે, તેના કરતાં જિનધર્મ શું કેદ પણ પ્રકારે ન્યૂન ઉપદેશ કર્યો છે ? બુદ્ધ ભગ વાનના જીવન કરતાં જિનભગવાનનું જીવન શું કેઇ પણ પ્રકારે માનવકલ્યાણમાં પછાત છે ? મને તે લાગે છે કે જેનધર્મનો સાહિત્ય સર્વ કરતાં ઉચ્ચતર અને ઉપકારક છે, માત્ર તેને અદ્યાવધિ જે જોઈએ તે પ્રકાશ અને પ્રચાર નથી થયો. આજે હિંદની સંસ્કૃતિ પર તેને અ૫તર વિસ્તાર પણ કે મહત્વને ભાગ ભજવી રહ્યો છે અને હિંદના ધર્મો તથા નીતિબંધારણે પર વિશેષ કરી તે કેવી અસર કરી રહ્યો છે, તેમજ કળ ને વિજ્ઞાન, સાહિત્ય ને ભાષા વિગેરેમાં નિગૂઢભાવે રહ્યો રહ્યો કેવાં મીઠાં ને મધુર ફળે ઉપજાવી શકે છે તે સર્વ કે ઉદાર હૃદયને જાણવા યોગ્ય છે. બુદ્ધધર્મના પ્રભાવ વિસ્તારને એક કાળે ઘણા સારા સગો હતા. પરંતુ, તેમનું સાહિત્ય રચાય ને વિસ્તરે તે પૂર્વે, એટલે કે આઠમા સૈકામાં બુદ્ધધર્મ હિંદભૂમિપરથી પલાયન થઈ ગયા. જેનધર્મ તેને સહયોગી હોવા છતાં હિંદમાં જ ટકી રહ્યો અને આર્યસંસ્કૃતિની પ્રત્યેક શાળામાં પ્રવેશ કરી, ને જ રસ અને બળ પ્રેર્યા. જૈનધર્મ અનુસરનારા જેનેના બે વિભાગ થયા. દિગંબર ને વેતાંબર. દિગંબર સંપ્રદાયના અધ્યાત્મગ્રંથે સાથે મને થડે પરિચય થયું છે, કે કેઈ ગ્રંથપર મનન કરી વિવેચનો પણ લખ્યાં છે, પરંતુ સ્વાભાવિક રીતે જ વેતાંબર સાહિત્યને મને વધારે અનુભવ છે. જૈનસાહિત્યમાં શિરમણિરૂપે શ્રી જિનાગામ છે. જે જિનાગમ “વેતાંબર સંપ્રદાય માને છે તે જ નામવાળા ગ્રં દિગબર પણ માને છે. પરંતુ નામ એક હોવા છતાં બન્ને ગ્રંથોમાં વસ્તુ તે ભિન્ન જ હોય છે. દિગબરોનું માનવું એવું છે કે શ્રી તીર્થકરોના ઉપદેશે અને આગને તે ક્યારનોએ વિરદ થઈ ગયે છે. સૂત્ર-અધિકાર–હિંદુઓના મોટા ભાગની એવી માન્યતા છે કે વેદને અધિકાર અબ્રાહ્મણે કે સ્ત્રીઓને નથી; તેમ શ્વેતાંબર સંપ્રદાયમાં જે વર્ગ દરાવાસીના ઉપનામથી ઓળખાય છે તેમની એવી માન્યતા છે કે મુનિવગ સિ વાયના ગૃહસ્થ એવાં સ્ત્રી-પુરૂષને જિનામે વાંચવાને કે ભણવાનો અધિકાર નથી. મુનિવર્ગમાં પણ સાધ્વીજીઓને અમુક અંશે એ અધિકાર નથી. જિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28