Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ (૧૮) શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. તેમ જુદી જુદી દેશના દરેક સાંભળનારને તેની યોગ્યતા પ્રમાણે કંઈને કંઈ લાભ તો કરે છે જ; માટે એ દેશનાઓને અવંધ્ય કહેવામાં કશે બાધ નથી. અને દેશ કાળ તથા નયને લક્ષ્યમાં રાખી તદ્રષ્ટિએ જોતાં એ દેશનાના મૂળમાં દેશના જ પ્રતીત થશે. ” શ્રી હરિભદ્રસૂરિજીની મતાંતરક્ષમતા-શ્રી હરિભદ્રસુરિજી યાગદ્રષ્ટિ સમુચ્ચયમાં કહે છે કે-“ આપણે એ વાદવિવાદ, ખંડનમંડન કે તકાળ છેડીને મહાપુરૂષના માર્ગને આશ્રય કરવો જોઈએ. ” ટૂંકામાં જે રીતે સાંભળનારાએને મિથ્યા મોહ દૂર થાય, દેહાધ્યાસ છૂટે, આત્મજ્ઞાનનું બીજ રોપાય અને સંસારના પ્રપંચ તરફ દુર્લક્ષ રહે તે રીતે ઉપદેશ આપે એ જ એક સેનું લક્ષ્ય હેવું જોઈએ. '' કે મુમુક્ષુ ગુરૂજન પાસે આવીને કહે કે –“હુ તે મરી જઈશ. અરે રે! મારું કલ્યાણ શી રીતે થશે ? મારી ઉમર પણ બહુ થઈ ગઈ ! ” આવા કાળભીરૂ અને કાયરને તેના ગુરૂજવાબ આપે કે-“ભાઈ ! તું મુંઝા મા. (રારીરરૂપી વ્યંજનમાં શાશ્વત સ્વરની પેઠે રહેલો) તું પતેતકદિ મરતો જ નથી, તું નિત્ય છે, તારે વળી કાળની બીક શી ? કાળ–દેશને અને કાર્ય કારણને માપનાર તે તું જ છે. તને તેઓ શી રીતે માપી શકે ? તું તારૂં સાધન કરે જા.” આ પ્રકારે કાળજી શિષ્યની નિરાશા અને કાયરતા દૂર કરવા તથા તેની આત્મસાધનાને નિરંતર ચાલુ રાખવા માટે શરીરાદિ પર્યાને ગણ કરી અને દ્રવ્યને પ્રધાન રાખી અને દ્વૈતવાદ ઉપદેશવામાં આવે તે શું સર્વાગી જૈનદર્શનનું જ તે એક અંગ નથી? વળી કઈ બીજે મુમુક્ષુ શિષ્ય ભોગો ભોગવવામાં જ રોપૂર રહેતા હોય અને મહાત્મા ટોલય' કહે છે તેમ એ ભોગેની પાછળ કેટલાય પામર પ્રાણીઓની હાયવરાળ રહેતી હોય તે એ જડાભ્યાસી-વિષયાસક્ત પુરૂષના મનને ઠેકાણે લાવવા બુદ્ધ ભગવાનને ક્ષણિક વિજ્ઞાનવાદ કે ટેલટેયને સમાનવાદ કામમાં લાવી શકાય અને તેને કહી શકાય કે–“ભાઈ ! તું આખે બંધ કરીને બેઠે છે. આ બધું જે તું જુએ છે અને ભોગવે છે તે ક્ષણસ્થાયી છે. ઘડી પછી તેમાંનું કંઈ જ નહીં હોય. તું આ સર્વને સ્થાચી માની બેઠા છે તે તારી અજ્ઞાનતા છે.” આવી રીતે દ્રવ્ય (રૂપ સ્વર) ને ગોણ કરી (વ્યંજન ૧ First steps Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28