Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________ (28) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. તેમના સાહિત્યમાં મળી આવે છે. મનુષ્ય ખાવા માટે અન્ન, પહેરવા માટે વસ્ત્ર, અને રહેવાને માટે નિવાસસ્થાન એટલા ઉપરાંત કાંઈપણ મીલકત ન રાખવી. આવી મર્યાદા કરનાર લોભને નિગ્રહ કરવા પરિગ્રહનું પ્રમાણ કરે છે. પરિમાણ ઉપરાંત જે મીલક્ત હોય તે શુભ કામમાં ખચી નાંખે છે. આ ઉપરથી અમેરીકામાં સાંભળેલ એક વિચારનું સ્મરણ થાય છે કે જે મનુષ્યની દાલત ત્રણ કરોડ ડોલર કરતાં વધારે હોય તે વધારાની દાલત દેશના લોકોને આપી દેવા તેમણે ગવર્મેન્ટને સંપવી. 7 જૈન સાહિત્ય પિતાના કાવ્યોમાં, કથાનકમાં, રા માં નાટકમાં નવે રસને પડ્યા છે. તહેતુને લઈ શંગારરસને ગણ રાખી શાન્ત રસને પિપે છે. આ દેશમાં જ્યારે બાળલગ્ન નહિ હતા, અને બ્રહ્મચારી આશ્રમમાંજ બારબાર વર્ષ સુધી વિધાથી અભ્યાસ કરતા, ત્યારપછી પતિ-પત્ની થનારાઓને વાત્સાયન શાસ્ત્રને અભ્યાસ કરાવતા. પરંતુ આ કાળે શંગારરસે સ્વચ્છેદ બિભિત્સરસ અને વ્યભિચારનું સ્વરૂપ લીધું છે, ત્યારે શુંગારનું પિષણ સમાજને હિત કરતાં હાનિકર્તા વિશેષ છે, એવું સમજી જૈનસાહિત્યકારોએ શૃંગાર ગણ કરી શાન્ત રસને પાળ્યો હોય એવું અનુમાન થાય છે. 8 જેને જ્ઞાનપંચમીને દિવસે વ્રત કરી જ્ઞાન પૂજા કરે છે. આ દિવસ દર વર્ષે કાર્તિક શુદિ પંચમીએ આવે છે. પૂર્વના વખતમાં જ્ઞાનપંચમીનું વ્રત કરનાર વ્રતની પૂર્ણાહુતી વખતે ઉજમણું કરીને જ્ઞાનના સાહિત્યો એટલે સાપડા, નવકારવાળી, કાગળ, કલમ, ઉપરાંત પુસ્તકે લખાવી કિંમતી પાઠાઓમાં રાખી, દાબડામાં મૂકી ભંડારમાં રખાવતા હતા. હાલમાં એ પ્રચાર ઓછો થઈ ગયો છે. 9 કળિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કેવા જ્ઞાનશ્રીમંત હતા, તેમનું ઉદાહરણ આ પ્રમાણે છે. તેઓ શતાવધાન કરતા, વિશેષ અવધાન પણ કરતા, શાહીના કુંડની આસપાસ એકી સાથે પાંચસે લહિયાઓને લખવા બેસાડતા, અને પ્રત્યેક લહિયાને ભિન્ન ભિન્ન વિષય પર વારાફરતી કલેકે લખાવતા હતા. 10 જેના દર્શને છે કે ધર્મ ? Philosiphy or Religion? કેટલાએક જૈનેતર વિદ્વાનોનું માનવું એવું સંભળાય છે કે ન્યાયાદિષદર્શનની પેઠે જેને એક નજ છે-એક પ્રકારની દૃષ્ટિ છે, એટલે કે વસ્તુને અનેક સ્વરૂપે જોવાની દૃષ્ટિ છે. જૈન સાહિત્યનું વિશેષ અવલોકન કરનારને માલુમ પડશે કે જૈન દર્શન કે ફલસુફી તે જ પરંતુ તેનું વિશેષ લક્ષ્ય ધર્મ કે રીલીજીયનપર છે; કારણકે પિતાનામાં રહેલા શુદ્ધાત્મા કે પરમાત્માને પામવાને, તેના માનનારને સર્વે પર સમભાવ શિખવો પડે છે, અને એ સમભાવના આચરણ પછીજ મનુષ્ય શુદ્ધાત્મા અર્થાત પરમાત્માનું ધ્યાન-દર્શન-પૂજન-મનન-ભક્તિ યથાર્થ રીતે કરી શકે છે; અર્થાત ધર્મની ભીંતપર જૈન--સાહિત્યને પ્રાસાદ નિર્ભર છે. સમભાવ તેના હૃદયમાં છે, અને સ્યાદવાદ તેના મુગટને ચૂડામણિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org