Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 20
________________ (૨૦) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. યોગસાહિત્ય કરી શકે છે. પણ તે માટે અપેક્ષાઓ અને નયો વિગેરેનો અને ભ્યાસ જરૂરી છે. જેને આપદેશિક સાહિત્ય–જેને જેને પરિભાષામાં ધર્મસ્થાનુગ કહેવામાં આવે છે તેવા પદેશિક સાહિત્યથી જૈન સાહિત્ય ભરપૂર છે. સાધારણ સંસારી જનોને માટે રસાત્મક કથાએ ઘણું ઉપકારી ગણાય છે. જૈન લેખકોએ આવા કથાનકો ગદ્યમાં, પદ્યમાં, રાસારૂપે, ચરિત્રરૂપે, રૂપકરૂપે કે આખ્યાન રૂપે બહેળા પ્રમાણમાં લખ્યાં છે. હું આપને તેમાંના થોડા કથાનકનો વાનગીરૂપે પરિચય કરાવીશ:– પટપુરૂષ ચરિત્ર–આ ચરિત્રમાં આખી માનવ જાતિને છ વિભાગમાં વહેંચી અંગ્રેજીમાં જેને Reprenestative અર્થાત પ્રતિનિધિ સ્વરૂપ મનુ કહીએ તેનું આમાં વર્ણન છે. મનુષ્યમાં (૧) અધમાધમ (૨) અધમ (૩) મધ્યમ (૪) વિમધ્યમ (૫) ઉત્તમોત્તમ અને (૬) ઉત્તમ-કણ કહેવાય તેનું નિરૂપણ આ પપુરૂષ ચરિત્રમાં છે. આ પ્રત્યેક વર્ગમાં એકેક ચરિત્ર તેની પ્રકૃતિ પ્રમાણે આલેખ્યું છે. આ ગ્રંથ વાંચવાથી વાચક કે શ્રોતા પોતે જ પોતાની કેટી નક્કી કરી શકે છે અને પિતાનામાં જાણતાં-અજાહતાં જે કંઈ અધમતા રહી ગઈ હોય તેને ખંખેરી આગળ વધવાના અને ભિલાષ બાંધે છે. પ્રતિજ્ઞાપાલન–આ વિષય ઉપર ચાર ગૃહલક્ષ્મી-વધુની કથા છે. તેનું સંક્ષિપ્ત કથાનક આ પ્રમાણે છે:–એકવાર એક સસરાને વિચારે છે કે ચાર પુત્રવધુમાંથી કઈ વહુને ઘરનું કયું કામ સોંપ્યું હોય તો સમુચ્ચયે સર્વને અનુકૂળ થાય? તેને નિર્ણય કરવા સસરાજીએ ચારે વહુને બેલાવી જ્યારે માગું ત્યારે આપજો' એમ કહી, પાંચ પાંચ શાળના દાણા આપ્યા. દરેક વહુએ આ દાણાને કે ઉપયોગ કરે તેને પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કર્યો. એક વહુએ દાણાને નિરૂપયોગી ગણી વાસીદાની સાથે કાઢી નાંખ્યા. બીજી વહુ ખાઈ ગઈ, ત્રીજીએ પોતાના દાગીને સાથે એ દાણું પણ સાચવી રાખ્યા અને ચોથીએ પિતાના ભાઈને તેમેકલી આપ્યા અને કહેવરાવ્યું કે “આ દાણું આપણું ખેતરમાં વાવજે, એટલું જ નહીં પણ જે પાક ઉતરે તે પણ ફરી ફરીને વાવ્યા કરજે.' સસરાએ પાંચ વર્ષ પછી ચારે વહુને બોલાવી પેલા દાણા ભાગ્યા. પહેલી વહુએ કહ્યું કે મેં તો નકામા જાણી વાસીદામાં કાઢી નાંખ્યા.” બીજીએ કહ્યું કે “હું તે ખાઈ ગઈ.” ત્રીજીએ કહ્યું કે મેં મારા ઘરેણાં સાથે સંઘરી રાખ્યા છે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28