Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા.
(૨૧) અને એથીએ કહ્યું કે-“મારે પીયર ગાડાં મોકલી મંગાવી લે.” આ પરથી સસરાએ પહેલી વહુને વાસીદા વાળવાનું સાયું; કારણકે તેને નાંખી દેતાં ઠીક આવડતું હતું અને તેનું નામ ઉજઝિતા રાખ્યું. બીજી વહુને રડાનું કમ સે યું, કારણ કે જેને ખાતા આવડે તે કદાચ સારી રીતે ખવરાવી પણ શકે, અને તેનું નામ ભક્ષિકા રાખ્યું. ત્રીજીને સારી રીતે સાચવતા આવડ્યું એટલે તેને પટારાની ચાવીઓ સેંપી, અને તેનું નામ રક્ષિત રાખ્યું. ચેથીને ઘરને મે વધારનારી સમજી ઘરની ઉપર નીમી અને તેનું નામ વર્ધિતા (રોહિણી) પાવું.
પ્રતિજ્ઞા પાળવામાં ઉત્સાહ પ્રેરવા અથે આ કથા ઘણું ઉપયોગી ગણાય છે. વર્ધિતા નારીએ જેવી રીતે પાંચ દાણમાં અસંખ્ય ગણુ વૃદ્ધિ કરી તેવી રીતે વતી એ ક્રમે ક્રમે પિતાના વ્રત-જપ-તપમાં પણ વૃદ્ધિ કરવી જોઈએ, એ આ કથાને વનિ છે. દીક્ષા લેનારે સ્ત્રી-પુરૂષને ખાસ કરીને આ કથાનું વસ્તુ સમજાવવામાં આવે છે અને ક્રમશ: સંયમપાલનમાં આગળને આગળ વધવાની પ્રેરણા કરવામાં આવે છે.
ઉપમિતિ ભવ પ્રપંચો કથા આ એક રૂપક કથા છે અને પ્રબોધ ચંદ્રોદય નાટક અથવા Pilgrim's Progress ની સાથે રૂપક, રસ અને ભાપામાં સ્પર્ધા કરે તેવું છે તેનું ભાષાસૌંદર્ય કાદંબરીની સ્મૃતિ કરાવે છે. છતાં ખુબી એ છે કે તેમાં કલ્પનાનું કે લાંબા લાંબા સમાસેનું કાઠિન્ય નથી. જીવસ્વભાવની હલકામાં હલકી સ્થિતિ-નિગોદની સ્થિતિથી લઈને તે ઠેઠ મેક્ષની સ્થિતિએ શી રીતે પહોંચાય તેનું આમાં સુંદર વર્ણન છે. કથાની સાથે જૈનતત્ત્વ અથવા સિદ્ધાંતની પણ ઘણું સુંદર રીતે ગૂંથણી કરવામાં આવી છે. તેના ગુજરાતી તથા હિંદીમાં પણ ભાષાંતર થયા છે, અને પ્રો. હર્મન જેકેબીએ એકવાર તેને અંગ્રેજી અનુવાદ કરવાની તત્પરતા દર્શાવી હતી. કથાના કર્તા કલિકાળ કેવળીનું બિરૂદ ધરાવનાર શ્રી સિદ્ધગિણિ છે. આને મળતી દિગંબર સાહિત્યમાં એક ચેતન કર્મકથા પણ મળી આવે છે. અને તેને અને નુવાદ પણ થયા છે.
સમરાદિત્ય કેવળીને રાસ—આ રાસમાં બે મિત્રોના જન્મજન્માંતરથી ચાલતા આવતા એકપક્ષી વૈરની વાર્તા છે. આખરે એ ઘેર શી રીતે ભાંગે છે તેને સરસ રીતે ખ્યાલ આપવામાં આવ્યો છે. રાસના વાંચનથી વાંચનારને કર્મની કઠિનતાનું અને તેમાંથી છૂટવાનું સામર્થ કુરે છે. મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org