Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા.
(૧૭) કહેવામાં આવે છે. જેમ એક પદાર્થ ઉપત્તિ અને લયની અપેક્ષાએ અનિત્ય કે નાશવંત છે, ક્ષણિક કે પર્યાયવંત છે તેમ તેજ પદાર્થ મૂળરૂપ સત છે. સોનાની મુદ્રિકામાં મુદ્રાપણાની કે આકારપણાની ઉત્પત્તિ અને વિનાશ પણ છે, પરંતુ સુવર્ણરૂપે તો તે સત્ અને નિત્ય જ છે. એ દ્રષ્ટિએ બ્રહ્માંડના ઇએ દ્રવ્યને નિત્યનિત્ય કહેવામાં આવ્યા છે.
કેઈ જીજ્ઞાસુના કલ્યાણ માટે ઉપદેશ કરતાં પહેલાં તેની ભૂમિકા વિચારવી પડે છે અને એ ભૂમિકા અનુસારે નય કે અપેક્ષાની પદ્ધતિનો સ્વીકાર કર્યો જ છુટકે થાય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યોગબિંદુમાં ૧૩ર મા - કમાં કહે છે કે –
चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यतः । यस्माद् एते महात्मानो, भवव्याधिभिषग्वराः ।।
અર્થાત–“તમે જે મહાત્મા કપિલ, મહાત્મા બુદ્ધ, મહાત્મા મહાવીર, મહાત્મા કણાદ, મહાત્મા ગૌતમ વિગેરેના નામની ખાતર અને તેમના વચનના સમર્થન માટે લડવા ભેગા થયા છે તે તમારો વ્યાએહ છે. તેમણે આત્મા નિત્ય છે અથવા આત્મા અનિત્ય છે, પરમેશ્વરે કર્તાહર્તા છે એ પ્રકારે જુદી જુદી દેશનાઓ આપેલી છે તે બધી તે તે વિનેશિની અનુકૂળતા અને યોગ્યતા તરફ લક્ષ્ય રાખીને જ આપેલી છે. કારણ કે ( ટીકાકાર લખે છે કે જે જે પુરૂષ મહત્માઓ અને સર્વજ્ઞ હતા તેઓ આ સંસારરૂપ વ્યાધિ નાબુદ કરવા માટે ઉત્તમ બેઘ સમાન હતા.”
વળી લખે છે કે –“શ્રોતાને-શિષ્યને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનના બીજનું આધાન થવાનો સંભવ હોય અને તે સંભવ પણ પ્રતિદિન વધમાન હોય તે શિષ્યને તેઓએ તે તે પ્રકારે–જુદી જુદી દ્રષ્ટિએ સમજાવ્યું હોય એ બનવા જોગ છે.
અથવા કદાચ તેઓએ તે એકસરખી દેશના કરેલી હોય તો પણ જુદી જુદી ભૂમિકા પર રહેલા સાંભળનાર અને જુદી જુદી ભૂમિકાપર રહેલા સમજનારા એ બધાની બુદ્ધિમાં તરતમતાનો ભેદ હેવાથી સંભવિત છે કે એકદેશના પણ અનેક રૂપમાં સમજાઇ હાય.
જુદી જુદી વાનીઓ જેમ જુદા જુદા જમનારના ચિત્તને સંતોષ આપે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org