Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 16
________________ શ્રીયુત પંડિત લોલનનું ભાષણ. પગ વખાણે. હવે જિનેશ્વરનાં તે બે અંગે કયા ? સાંખ્ય અને ગ. આ બને અંગે આત્માની સત્તા માને છે. એ અપેક્ષા શ્રી જિનની પણ હોવાથી તે અપેક્ષાએ સાંખ્ય અને યોગને બે પગરૂપ કહ્યા છે. એ પ્રમાણે ગ્રંથકાર પિતાની આગ્રહરહિતતા પ્રકટ તે કરે છે જ પણ સાથે વાચકવર્ગને પણ ભલામણ કરે છે કે એ વાત તમે ખેદરહિતપણુ ગ્રહ. ભેદવાદી અને અભેદવાદી અથવા સુગત (બુદ્ધ) પ્રણિત બદ્ધદર્શન અને જેમિનિપ્રણિત પૂર્વ મિમાંસા તથા વ્યાસ પ્રણિત ઉત્તર મિમાંસા (દાંત) મળી મિમાંસા દર્શનને બે હાથ કહેતાં કહ્યું છે કે – “ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દાય કર ભારી રે; લેફાલેક અવલંબન ભજિએ, ગુરૂગમથી અવધારી રે. ” શ્રી જિનદર્શનમાં સ્વભાવમાં જુદા જુદા રોયના જ્ઞાનરૂપ અને વિભાવમાં-કર્મને આશ્રિત પુદ્ગલથી પ્રાપ્ત થયેલ દેહમાં પર્યાયને ક્ષણે ક્ષણે બદલતા માન્યા છે; અને બૌદ્ધ દશને પર્યાયને ફેરફાર મૂળના રફાર રૂપ માન્ય છે. મિમાંસકે આત્મા એક જ છે, નિત્ય છે. અબદ્ધ છે, ત્રિગુણબાધક નથી એમ માને છે. જિનદર્શનને નિશ્ચય નયની અપેક્ષાએ એ વાત યોગ્ય જ છે. જુદા જુદા ને પ્રત્યે આવી રીતે ઉદાર દ્રષ્ટિ રાખવામાં શ્રી આનંદઘનજી મહારાજે પિતાની મતાંતરક્ષમતા તેમજ જિનદર્શનની મહત્તા પ્રકટ કરી છે. ચાર્વાક અથવા જેને નાસ્તિક કહીએ તેમના પ્રત્યે પણ ખંડનમય દ્રષ્ટિથી જોવાને બદલે બહુ જ ઉદાર ભાવથી નજર નાંખી છે; પણ વિસ્તારના ભયથી એ વાત અહીં ન લખતાં જતી કરૂ છું. જિનદર્શન પૂર્વાપર અવિરૂદ્ધ શી રીતે?— જિનદર્શનમાં અનેક નિશ્ચયો, અપેક્ષાઓ, અને દ્રષ્ટિઓનો સમાવેશ થઈ જાય છે, કારણ કે બ્રહ્માંડના જડ-ચેતન્ય વિગેરે દ્રવ્યો પોતે જ અનેક ધર્મવાળા છે. તેને જે એક ચકાસ દ્રષ્ટિથી જોઈએ તે સત્ય ન પામીએ. એટલા માટે અનેક દ્રષ્ટિથી જ જોવાની રીત રાખવી ઘટે. કેઈ પદાર્થ વિષે બોલતી વેળા મુખ્ય ધર્મને બોલવાની પદ્ધતિ છે, પણ તેજ વેળા તેના અનેક ગણધર્મોનો અધ્યાહાર હોય છે, એ વાત લક્ષમાં હોવી જોઈએ. એજ કારણથી જેનવાદને સ્યાદવાદ કે અનેકાંતવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28