Book Title: Jain Sahityani Hitavah Disha
Author(s): Fattehchand K Lalan
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ (૧૪) પીવુત પંડિત હાલનનું ભાષણ નવું છેષ વ્યાકરણ સાહિત્ય-નવું સાહિત્ય હાલમાંજ પ.બેચરદાસજીએ પ્રાકૃત વ્યાકરણ સાંપ્રતકાળની પદ્ધતિએ લખી બહાર પાડ્યું છે, તેમજ પં. હરગોવિંદદાસે એક પ્રાકૃત કેષ બહાર પાડી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ ઉપર મેટો ઉપકાર કર્યો છે. પં. શ્રી રત્નચંદ્રજીએ આગમાભ્યાસી મુનિવરેની સગવડ માટે એક માગધી ભાષાને શબ્દ સંગ્રહ પ્રકટ કર્યો છે. આ નવાં સાધનથી. મને આશા છે કે જૈનસાહિત્યના સંસ્કૃત અને પ્રાકૃત પ્રદેશ પ્રવાસ કેટલેક અંશે સુગમ થઈ પડશે. લોકપકારક સાહિત્ય–જેનાચાર્યો સિવાય જે બ્રાહ્મણ પડિતાએ પ્રાચીન કાળમાં ગ્રંથો લખ્યા છે તેમને મહેટ ભાગ ઘણું કરીને કેઈ રાજમહારાજાને રીઝવવા અથે જ લખાયું હોય એવો ભાસ થાય છે. કારણ કે જુના કાળમાં વિદ્વાનોને સાથે રાજાશ્રય મળતે એ નિર્વિવાદ છે અને તેથી તેઓ રાજદરબારમાં કીર્તિ કે પ્રતિષ્ઠા મેળવવા પિતાની શક્તિ વાપરે એ સ્વાભાવિક છે. જેનાચાર્યોએ રાજ્યને અને પ્રજાનો આશ્રય મેળવ્યું છે. તેઓએ કેવળ રાજકર્તાઓને રીઝવવા માટે જ ગ્રંથ નથી લખ્યા. રાજસભામાં પૂજાવા છતાં તેમણે સાધારણ જનસમાજ તરફ જરાય દુર્લક્ષ નથી કર્યું. વિક્રમના દરબારમાં કવિવર્ય ધનપાળ એક કવિરત્ન તરીકે પંકાયા છે, કુમારપાળ અને સિદ્ધરાજના દરબારમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન અતિ ઉચ્ચ છે, અને અકબરની રાજસભામાં શ્રી હીરવિજયસૂરિજીને પ્રભાવ ઈતિહાસ પ્રસિદ્ધ છે. છતાં તે તે આચાર્યોનું સાહિત્ય લેકસેવાની ભાવનાથી અળગું નથી થયું એ એક અભિમાનને વિષય છે. તત્વજ્ઞાન, કાવ્ય, વૈરાગ્ય કે નાથ વિગેરે વિષય ઉપરાંત જૈનાચાર્યોએ ધનુર્વિદ્યા, ગજવિધા, અશ્વવિદ્યા, રસાયણવિદ્યા અને વૈદ્યકવિદ્યા વિષે પણ ઘણુ ગ્રંથ લખ્યા છે. તે સિવાય મંત્રવિદ્યા, જ્યોતિષવિદ્યા, સુવર્ણ પરીક્ષા અને રત્નપરીક્ષા જેવા વિષયો વિષે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. એક કાન્સના વિદ્વાને રત્નપરીક્ષા નામને જૈન ગ્રંથ ચ ભાષામાં અનુવાદ કરાવી બહાર પાડ્યો છે. જેનધર્મ પાળતા ઝવેરીઓને પણ પિતાના સાહિત્યની જે માહિતી ન હોય તે યુરોપીયન વિદ્વાને હજારો કેસ દૂર રહેવા છતાં મેળવી રહ્યા છે. જૈન સાહિત્યની સમન્વય દ્રષ્ટિ–જેન સાહિત્યની વિશેષતાઓમાં તેની સમન્વયપદ્ધતિ પણ એક છે. આ પદ્ધતિએ ઘણું વિદ્વજનોને આકર્ષી છે. કેટલાક તે એ સમન્વયપદ્ધતિને આશ્રયીને એટલે સુધી માનવાને તૈયાર થયા છે કે જેના એ કઈ ધર્મ ( Religion ) નથી, પણ જગતને નવું દ્રષ્ટિબિંદુ આપનાર એક દનવિશેષ જ છે. ( Philosophy ) હું તેમ માનતું નથી. કારણ કે જો જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28