Book Title: Jain Sahityani Hitavah Disha Author(s): Fattehchand K Lalan Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 9
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૯) વિધાયક કે સૃષ્ટા પેાતાને જ માનવામાં જૈન સિદ્ધાંત બીજા બધા કરતા અગ્રણી છે. જેનાગમનું રહસ્ય દૂરપાર’ ’–બહુ દૂરવર્તી છે એમ કહેવામાં શ્રી હરિભદ્રસૂરિજી જૈસિદ્ધાંતના અભ્યાસીઓના હૃદયના જ પડધા પાડી રહ્યા હાય એમ મને લાગે છે. વિશ્વવિદ્યા— પ્રત્યેક જીવમાં કેટલીક શક્તિએ સ્વાભાવિકપણેજ રહેલી હાય છે. જૈસિદ્ધાંત તેને ‘ પસિએ’ (Capacities) ના નામથી ઓળખાવે છે. ચેતન્ય પેાતાની આંતર કે ઉચ્ચતર શક્તિઓને છુપાવી-છા રાખી-એ પતિ કે માહ્યશક્તિવડે આ વિધપ્રકૃતિમાંથી પુદ્ગલના સ્પધાને આકર્ષી, તેનો રસ કરી, ( આહાર પર્યાપ્તથી ) પાતાની શરીર રચના કરી, ( શરીર પર્યાપ્તિ ) ઇન્દ્રિયો ( ઈંદ્રિય પર્યાપ્તિ ) ઘડી, એક કુશળ શિલ્પકાર અથવા વિશ્વકમાંની પેઠે, પ્રાણ સ, ( ધાસાધાસ પર્યાપ્તિ ) ભાષા ( ભાષાષર્યાપ્તિ ) અને મનની ( મન:પર્યાપ્તિ ) પણ રચના કરી શકે છે. દાખલા તરીકે વૃક્ષમાં રહેલુ ચૈતન્ય પાતેજ પોતાની શક્તિઓ-ડે, પાતાની આસપાસ રહેલા પ્રકૃતિ સમુદ્રમાંથી પુદ્ગલ પરમાણુના સ્કંધને આકર્ષી ગ્રહી એવુ રૂપ આપે છે કે જેથી આપણે તેને વૃક્ષરૂપે એળખી શકીએ છીએ. એ રીતે વૃક્ષમાં રહેલુ ચૈતન્ય જ વૃક્ષના સૃષ્ટા, વિધાતા અથવા નિયામક છે, અને એજ ચૈતન્ય પેાતાની વિકસિત શક્તિના પ્રમાણમાં બીજી ઉન્નત શરીરરચનાઓ પણ કરી શકે છે. તેવી જ રીતે જળ, અગ્નિ, વાયુ, પત, પૃથ્વી, વનસ્પતિ, જંતુ, પશુ, પક્ષી, જળચર, સ્થળચર, મનુષ્ય, નારક, ચંદ્ર, સૂર્ય અને દેવ વિગેરે દેહાના સૃષ્ટાવિધાતા પણ જીવ પાતે જ છે. ચિત્રકાર પાતાની કલ્પના અને મનેાભાવને વ્યક્ત કરવા નાના પ્રકારના ચિત્રા આલેખે છે, તેમ જીવરૂપી ચિત્રકાર પણ પ્રકૃતિપટ પર પોતાની નામક રૂપી શક્તિઅે નાના પ્રકારના ચિત્ર રચે છે. આથી સ્પષ્ટ થશે કે ચૈતન્ય પેાતાની શક્તિપર જ નિર્ભર રહેવાવાળુ” છે. અંતઃશક્તિ પ્રભાવ-જેમ બાહ્ય શક્તિથી-૫ર્યાપ્તિથી ચૈતન્ય પેાતાની ખાદ્ય શરીરરચના કરી લે છે તેમ અત:શક્તિ કિંવા અંતરાત્માથી પેાતાના આંતર ગુણાનો પણ વિકાસ કરે છે. તે એટલે સુધી કે પેાતાનુ પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ પાતે જ પ્રકટાવે છે. એ ભાવના ઉદ્ગારોથી જૈનસાહિત્ય પરિપૂર્ણ છે. આપનામાંથી કદાચ કેટલાકેએ ત્રીપાળ-મયણાસુંદરીના ચિરત્રનું વાંચન કર્યું હશે; અથવા તે તે ચિરત્ર પરથી સ્વ. ડાહ્યાભાઇ ધોળશાજીએ રચેલું વીણાવેલી નાટકનું વસ્તુ જોયુ કે સાંભળ્યુ હશે. અમારા જૈનસમાજમાં તે વર્ષમાં બે વાર શ્રીપાળાજાના રાસના પાઠ થાય છે. એ આખા ચરિત્રમાં સ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28