Book Title: Jain Sahityani Hitavah Disha Author(s): Fattehchand K Lalan Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 2
________________ (૨) શ્રીયુત પંડિત લાલનનું ભાષણ. સાહિત્યરસિક આત્મપ્રિય સુશીલ બહેને અને સુજ્ઞ બાંધ! સમાજસેવા અને જ્ઞાનસેવા કરવા જેટલું મારામાં બળ હો કે ડહાપણું હે યા ન હો પણ મારા અંતરને તે અત્યંત પ્રિય છે; એટલા માટે જ્યારે આ પરિષદના વિદ્વાન મંત્રીઓ તરફથી પરિષદના જૈન વિભાગનું પ્રમુખપદ સ્વીકારવાને આદેશ આવ્યા ત્યારે મને મારી અગ્યતાનું સંપૂર્ણ ભાન હેવા છતાં મેં તે આદેશ શિરસાવંઘ કર્યો. એટલું જ નહીં પણ સાહિત્યના ક્ષેત્રમાં મને સેવા કરવાની એક અલભ્ય તક આપી તે માટે તે જ વખતે મેં તેમને અંત:કરણ પૂર્વક ઉપકાર માન્યો. અત્યારે ફરીથી વાણીથી એ ઉપકાર હું વ્યક્ત વકતત્વકળાને અપનાવવા જે કાંઈ મેં શ્રમ લીધો છે તેવા લેખ લખવાને પ્રયત્ન ન થવાથી સ્વાનુભવદર્પણનો દુઃખદ પ્રસંગ મને યાદ આવ્યા વિના રહેતો નથી. કુટનેટમાં રહેલ પ્રમાદને લઈ મહાર સમાજ મહારા આશયને સમજી શક્યા નહીં. જાતે મૂર્તિપૂજક, શ્રદ્ધાએ મૂર્તિપૂજક અને મૂર્તિદ્વારા પ્રભુ પૂજનમાં કે આનંદ રસ લેવાય છે તેવાં ભાષણ આપવા છતાં અને એ મારે લેખ મારા આશયને બીલકુલ સંદિગ્ધ ન કરતે હેવાથી હું હજુપણ એ લેખની ધીરજપૂર્વક ફૂટનોટ વાંચી જવાની ભલામણ કરું તે મને ક્ષમા થશે. એટલું કહી આ લેખના શબ્દો કરતાં આશય પર વિશેષ લક્ષ આપવાની સુજ્ઞ શ્રોતાજનને પ્રાર્થના કરી આ લેખ વાંચવા પ્રારંભ કરૂં છું. જેનેનું વાડમય સાહિત્ય–જેના વાલ્મય સાહિત્ય ઉપર હું જ્યારે વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે જ્ઞાન એક એવી પવિત્ર પૂર્ણ અને અદ્દભુત વસ્તુ છે કે શબ્દમાં આવતાં તેની પવિત્રતા વધવાને બદલે કંઈક ન્યૂન થતી હોય અને લિપિમાં ઉતરતાં તે તેથી પણ વિશેષ ન્યૂન થતી હોય, શ્રી તીર્થકરોના ઉપદેશ વિષે દિગબર સંપ્રદાયને એવો મત છે કે તીર્થકરો માત્ર 8 નેજ વનિ કરે છે અને તેમના મુખ્ય શિષ્યો તેને ભાવ સમજી વાણુમાં ઉપદેશ આપે છે. વેતાંબર સંપ્રદાય એવો મત ધરાવે છે કે શ્રી તીર્થકર પ્રભુએ પિતાના ગણધરને ઉત્પાદ વ્યય ને ધ્રુવ ( ઉત્પત્તિ વ્યય, અને સ્થિતિ) એ પ્રકારની ત્રિપદીમાં ઉપદેશ આપે છે અને ગણધરો તેને શબ્દમાં ગુંથે છે. આ રીતે વાત્મયની પવિત્રતા છેક મહાવીરથી માંડીને ઈ. સ. ના પાંચમા ૧ ધ્વનિમય ૨ વાડમય ૩ લેખમય, ૪ મુદ્રામય.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28