________________
જૈન સાહિત્યની હિતાવહ દિશા,
( ૧૩ ) કીલ્હોન તથા ડા૦ ગેરીના વિગેરે વિદ્વાનાએ જૈનસાહિત્યના સશાધનને લગતા જે રીપેાર્ટો મ્હાર પાડ્યા છે તે જૈનનુ ઐતિહાસિક સાહિત્ય કેટલુ· અગાધ છે તેના અચ્છે! ખ્યાલ આપે છે. જેમને હુ અવકાશ ન હોય તેએ આ રીપોર્ટ જોઈ જવાની તકલીફ લેરો તા પણ તેમાંથી તેમને ઘણું નવું જાણવાનું મળી આવશે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથૈાનો વિષય, ગ્રંથનુ પ્રમાણ, ગ્રંથની શૈલી અને ભાષા તથા છેવટે ગ્રંથની પ્રશસ્તિઓ પણ આપવામાં આવી છે. તે પરથી ગ્રંથ રચાયાના કાળની તથા ગ્રંથકર્તાની તેમજ તેમના પૂર્વ પુરૂષની પણ સક્ષિપ્ત માહિતી મળી રહે છે. જૈનગુરૂઓની પટ્ટાવલી કે જે લગભગ છેલ્લા અઢી હુજાર વર્ષની મળે છે તે પણ ઇતિહાસપ્રેમીઓને માટે એક અગત્યનું સાધન છે.
પુસ્તક ભ’ડાર—પાટણમાં છ પ્રાચીન ગ્રંથ ભડારા છે, અમદાવાદમાં એ, જેસલમીર, ખંભાત, લીંબડી, કચ્છનું કાશીરૂપ કોડાય વિગેરે સ્થળે એક એક અને મુખઇમાં દશા આરાવાળના તથા દિગમ્બર બધુઓના મળી એ, તેમજ (પુના) ડકનકાલેજમાં રાંધનપુરમાં અને જામનગરમાં જીનાં જૈન ગ્રંથાના ભંડારો છે.
લિપિ કૈાશલ્ય—જીના જૈન સાહિત્યનું લિપિકોશલ્ય પણ જરા મેહુ પમાડે તેવુ છે. લહિયાઓએ એ સાહિત્ય તાડપત્રા પર, દેશી કાગળે પર, તેમજ શીલાલેખા ઉપર ઉતારવાના યત્નો કર્યાં છે. કાઈ કાઇ પ્રાચીન પ્રતમાં છાપખાનાના અક્ષરોને પણ મ્હાત કરે એવા સુંદર અને સોનેરી-રૂપેરી શાહીથી લખાયેલા લેખા મળી આવે છે. પ્રસંગને છાજતા પ્રાસંગિક ચિત્રા પણ તે કાળની ચિત્રકળાનુ દન કરાવે છે.
પુસ્તક પ્રસિદ્િ—છેલ્લા એક બે દશકામાં જૈન આચાર્યએ તથા તેમના શિષ્ય પરિવારે જૈન સાહિત્યના ઉદ્ગાર કરવા જે કમ્મર કસી છે તેનેા હું અત્રે આનંદપૂર્ણ ચિત્તે ઉલ્લેખ કર્યા વિના રહી શકતે! નથી. તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનં સભા, વિદ્યા પ્રસારક વ, અમદાવાદની વિદ્યાશાળા, શ્રી દેવચંદ લાલભાઈનુ પ્રકાશન મંદિર, પરમશ્રુત પ્રભાવક મંડળ, આરાનું સે’ફૂલ પબ્લીશીંગ હાઉસ, ૫. હિરાલાલ હુંસરાજનું જૈન ભાસ્કર ગ્રંથ પ્રસિદ્ધિ ખાતું, આગ્રાની આત્માનંદ સભા, આગમાય સમિતિ અને શા. ભીમસિંહ માણેક વિગેરેએ એ દિશામાં ઘણા આવકારદાયક પ્રયાસા કર્યાં છે. એ સસ્થાઓના પ્રતાપે જૈન ગ્રંથા ગુહાએને છેડી પુસ્તકાલયામાં અને જ્ઞાનમદિરામાં અધિષ્ઠિત થઈ પેાતાનુ મગળ દર્શન આપી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org