Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ રૂપ માણેક ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૨૦૧૪, માર્ચ ૭, ૮, ૯ના ત્રિદિવસીય ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થસ્થાનમાં આયોજન થયું હતું. આ સમારોહના વિષયો હતા . જેન ગઝલો, જૈન ફાગુ કાવ્યો તથા જૈન બારમાસી કાવ્યો, જૈન ચોવીસી કાવ્યો અને ૧ભી-૨૦મી સદીના જૈન સાહિત્યકારો. આ વિષય માટે શોધ નિબંધ લખનારને માર્ગદર્શકની સેવા આપી હતી વિદ્વર્જન ડૉ. કલા શાહ, ડૉ. સેજલ શાહ. ડૉ. અભય દોશી અને ડૉ. માલતીબહેન શાહે. ઉપરના વિષયો ઉપર આવેલા શોધ નિબંધોના ગ્રંથોનું સંપાદન એ તજજ્ઞ વિદ્વાનોએ કર્યું છે, એ ગ્રંથોનું પ્રકાશન આ તા. ૪-૫-૬-૭ ફેબ્રુઆરી ૨૦૧૬માં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ-સોનગઢ ખાતે યોજાનારા ૨૩મા જેને સાહિત્ય સમારોહમાં થઈ રહ્યું છે. ૨૨મા જૈન સાહિત્ય સમારોહમાં “૧૯-૨૦મી સદીના જૈન સાહિત્યકારો આ વિષય ઉપર વિદ્વાનોને માર્ગદર્શન આપ્યું ડૉ. માલતીબહેન શાહે. પરિણામે પચાસથી વધુ શોધનિબંધો લખાયા. લગભગ બધા જ નિબંધોનું અંશતઃ વાચન પણ થયું અને શ્રોતાઓએ આ શોધશબ્દોને વધાવ્યા પણ ખરા. આ બધા શોધનિબંધોને ડો. માલતીબહેને તપાસ્યા, અભ્યાસ કર્યો અને પરિણામે આ શબ્દ ગુલદસ્તો પુસ્તક સ્વરૂપે જૈન સાહિત્યના અક્ષર-આરાધકો’ શીર્ષકથી આપણને પ્રાપ્ત થાય છે. આ પુસ્તક એટલે ડો. માલતીબહેનના માર્ગદર્શન, સંચાલન અને સંપાદન એમ ત્રિવિધ તપનું પરિણામ. ડૉ. માલતીબહેનના આ પુસ્તકમાં પ્રસ્તુત સંપાદકીય લેખથી એમના પરિશ્રમની સુગંધ આપણને અનુભવાય છે. આવા સારસ્વત કાર્ય માટે જૈન સાહિત્ય આ વિદુષી બહેનનું ઋણી રહેશે. આ શબ્દ સેવા માટે અમે યશાધિકારી ડૉ. માલતીબહેનનો અંતરથી આભાર માનીએ છીએ. મા શારદાની અવિરત કૃપા એમના ઉપર વહેતી રહે એવી પ્રાર્થના. ૨૨મા સમારોહમાં આ વિષયની બેઠકમાં પ્રમુખીય માર્ગદર્શન અને સમારોહ લેખ-સંચય વિશેષ” લેખ માટે વિદુષી ડૉ. સુધાબહેન પંડ્યાનો આભાર માનવા ક્યાંથી શબ્દો લાવું ?

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 642