Book Title: Jain Sahityana Akshar Aradhako Author(s): Malti Shah Publisher: Virtattva Prakashak Mandal View full book textPage 5
________________ શ્રુતપૂજા શબ્દ અને શિલ્પ થકી જ ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે. એટલે આ બે તત્ત્વોનું પૂજન કરવું એ માનવ માત્રની પવિત્ર ફરજ છે. જૈન ધર્મનું પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન સાહિત્ય વિપુલ છે. લગભગ વીસેક લાખ હસ્તપ્રતો ભારતના વિવિધ જ્ઞાનભંડારોમાં જીવંત છે. આ પ્રતો ઉકેલવાની છે. એ પ્રતો તેમ જ પ્રકાશિત થયેલા અમૂલ્ય ગ્રંથોમાંથી તંતુ શોધી એનું ભાષ્ય કરી વર્તમાન શૈલીમાં એ જ્ઞાનને લબ્ધ પણ કરવાનું છે. ભૂતકાળે આપણને સાહિત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે, તો વર્તમાનમાં આપણે એ શબ્દ ઝવેરાતને સાચવવાનું છે, અને એમાં પૂજનનો ભાવ હોય તો જ એ શક્ય બને અને દીપી ઊઠે. આ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઉદાર શ્રુત પૂજકોની સહાયથી૧૯૭૭થી શ્રી મહાવીર જૈન વિદ્યાલય લગભગ પ્રતિ બે વર્ષે જૈન સાહિત્ય સમારોહનું ભારતના વિવિધ તીર્થસ્થોનોએ આયોજન કરે છે. આ સમારોહમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી ચારેય ફિરકાના જૈન અને અજૈન વિદ્વાનો પોતાના શોધ નિબંધો લઈને પધારે છે. લગભગ ત્રણ કે ચાર દિવસ માટે યોજાતા આ સમારોહમાં વિદ્વાનો પોતપોતાના નિબંધનું અંશતઃ પઠન કરે છે અને આગામી સમારોહ વખતે એ નિબંધોનું પુસ્તક આકારે પ્રકાશન થાય છે, જેથી વિદ્વદ્શનોનું આ સંશોધન ભવિષ્યની પેઢી માટે જળવાઈ રહે. રૂપ માણેક ભેંશાલી ટ્રસ્ટના સૌજન્યથી ૨૦મો સમારોહ રતલામમાં, ૨૧મો પાવાપુરી રાજસ્થાનમાં અને ૨૨મો મોહનખેડા મધ્યપ્રદેશમાં યોજાયો. આ પ્રત્યેક સમારોહમાં લગભગ ૨૫૦ વિદ્વાનો અને સાહિત્ય જિજ્ઞાસુઓ પધાર્યા. સામાન્ય રીતે લગભગ એક વર્ષ પહેલાં આગામી સમારોહ માટેના વિષયની જાહેરાત થાય છે, જેથી વિદ્વાનોને લેખન માટે પૂરતો સમય મળે. 4Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 642