Book Title: Jain Rajao Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 4
________________ જૈન રાજાઓ લોકે બહુ ગભરાયા. તેમની આ દશા નજીકના એક દેવના જોવામાં આવી. તેણે પિતાની શક્તિથી વહાણ બહાર કાઢ્યું અને તેણે લોકોને પોતે બનાવેલી એક ચંદનમય શ્રી મહાવીર દેવની પ્રતિમા લાકડાની એક પેટીમાં પેક કરીને આપી અને કહ્યું કે આ પેટીમાં દેવાધિદેવની મુર્તિ મુકેલી છે; એના માહાસ્યથી તમે સહિસલામત પાર ઉતરી જાઓ. થોડા દિવસમાં વહાણુ સિંધુસૌવીરના કાંઠે આવ્યું અને અહીં તેમણે તે પેટી પ્રતિમા સહિત ઉતારી મુકી અને તે પ્રતિમાને ઉદાયનની રાણી પ્રભાવતીએ પોતે ઘેર એક ચૈત્ય બનાવી પધરાવી અને હંમેશાં તેની પૂજા કરવા લાગી. રાજા જે કે પહેલાં તાપસધમ હતો પરંતુ પાછળથી જૈન થયો હતો અને ધીમે ધીમે આ નવી આવેલી પ્રતિમા ઉપર બહુ શ્રદ્ધાવાળો થતો ગયો. એક દિવસે રાણી નાચ કરતી હતી અને પિતે વીણા વગાડતો હતો તે વખતે રાજાની દૃષ્ટિમાં રાણીનું માથું દેખાયું નહિ તેથી રાજા બહુ ગભરાયો અને તેના હાથમાંથી વીણા વગાડવાનો ગજ સરકી પડે. રાણીના તાલમાં ભંગ થવાથી ગુસ્સે થઈ બોલી કે સ્વામિન મારી કંઈ ભૂલ થઈ કે જેથી તમે એકદમ વીણા વગાડવી બંધ કરી દીધી ? રાણીના આગ્રહથી રાજાએ બનેલી બીના કહી. આ સાંભળી રાણી સમજી ગઈ કે મારું આયુષ્ય તું છે માટે કંઈક આત્મસાધન કરવું એમ સમજી દીક્ષા લેવા માટે સ્વામીની રજા માગી, ત્યારે રાજાએ તું મરીને દેવી થા તે મને બેધ કરવા આવજે એમ કહી દીક્ષા લેવાની રજા આપી. રાણી દીક્ષા લઇ થોડા વખતમાં મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગઈ અને ત્યાં જઈ તેણે સ્વર્ગમાંથી આવીને રાજાને સાધ કર્યો અને રાજા ત્યારથી ધમ ઉપર વધારે દઢ મનનો થતો ગયો. રાણીના મરણ પછી તે મુનિની પૂજા તેની એક વિશ્વાસુ કુબડી દાસી નિયમિત કરતી હતી. એક વખતે દર્શનને માટે આવેલા કેઈક દેવે પ્રસન્ન થઈ તેને એક સુવર્ણ ગુટિકા આપી અને તેના પ્રતાપથી તે કુબડી મટી સુડોળ અને કંચનવર્ણ કાયાવાળી થઈ. દાસીનાં રૂપનાં વખાણ તરફ ફેલાયાં અને અવન્તિનાથ ચંડ પ્રદ્યતે પણ તે સાંભળ્યાં. દાસીનાં રૂપનાં વખાણ સાંભળી તેના રૂપ ઉપર તે મોહિત થયો અને તેને પરણવાને માટે પરથી રચી. પછી એક દિવસે ખાનગી રીતે કુબડી દાસીના કહેવા પ્રમાણે એક નવી બનાવટી પ્રતિમા લઈ તે ત્યાં આવ્યો. દાસીએ પેલી નવી પ્રતિમા જુની પ્રતિમાને સ્થાને મુકી પેલી પ્રભાવશાળી જુની પ્રતિમા સાથે ઉપાડી લીધી. રાજાને આ વાતની ખબર બીજે દિવસે પડી કે પ્રતિમા સહિત દાસીનું ચંડધત રાજા હરણ કરી ગયો છે. તેણે ચંડધત પાસે તેની માગણી કરી પરંતુ ગર્વિષ્ટ અવન્તિનાથે તે આપી નહિ. ઉદાયને કહ્યું કે તું દાસીને લઈ ગયો તેની મને ચિન્તા ઓછી છે પણ પ્રતિમાને તું પાછી મોકલાવી દે. પરંતુ તેણે કંઈ માન્યું નહિ. પછી ઉદાયન રાજા પિતાના મોટા સૈન્ય સાથે લડાઈ કરવા તેની સામે ગયે. અવન્તિનાથ તેનું સન્માન કરવા તત્પરજ હતો. બે શત્રુ ભેગા મળ્યા. ઉદાયને અવન્તિનાથને કહ્યું કે સિને ઘાણ કહાડવા કરતાં આવી જાઓ આપણે બન્ને એકલા લડીએ. અવન્તિનાથે તે કબુલ કર્યું. બંને જણા રણાંગણમાં આવ્યા પરંતુ થોડી વાર પછી તરતજ અવન્તિનાથ હાથી ઉપર બેસી ગયો અને લડાઈ કરવા માંડી. ઉદાયને જરા પણ વિચાર કર્યા સિવાય વિ. ક. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29