Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જનવિભાગ જૈન રાજાઓ. (લેખક–આચાર્ય મુનિ ન્યાયવિજયજી) ૧ મહારાજા ચેટક-ચેડા. જૈન સાહિત્યમાં વિશાળીને ચટક રાજા શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત તરીકે બહુ પ્રસિદ્ધ છે તેવી જ રીતે વ્યવહારિક પ્રસંગેથી પણ તેની ખ્યાતિ પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિનું પ્રથમ કારણ તે શ્રી મહાવીર સ્વામીની માતા ત્રિસલા ચેટકરાજાની બેન થતી હતી અને શ્રી મહાવીર સ્વામીના મેટાભાઈ નંદીવર્ધન સાથે ચેટકની વચલી પુત્રીક્કાનાં લગ્ન થયાં હતાં જેમ મહાવીર સ્વામી સાથે તેને ઘાટે સંબંધ હતા તેમ ભારતના તે વખતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજાઓ સાથે પણ તેને સારો સંબંધ હતા. સિંધુસૌવીરને રાજા ઉદાયન, અવંતિને રાજા પ્રોત, કૌશંબીનો રાજા શતાનિક, ચંપાને રાજા દધિવાહન, મગધને રાજા અને રાજગુહને સમ્રાટ શ્રેણિક આદિ તેના જામાતા થતા હતા. તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલ અજાતશત્રુ (કેણિક) તેને દૈહિત્ર થતા હતા. મહારાજા ચેટક બહુ ચુસ્ત જૈનધમાં હતા અને તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પિતાની પુત્રીઓનું કન્યાદાન જૈન રાજાઓ સિવાય બીજા કેઈને ન આપવું. તે પ્રતિજ્ઞા તેણે ઠેઠ સુધી પાળી હતી. તેણે શ્રેણીકને પિતાની પુત્રી ન આપવાથી શ્રેણકે તે કન્યાનું હરણ કર્યું હતું અને પર હતા. જૈન સૂત્રમાં ચેટક રાજા માટે છુટક છુટક ઉલેખો ઘણે સ્થળે મળી આવે છે તેમાંથી થડા દાખલા અત્રે ટાંકું છું. જેના આગમમાં ગણાતા આવશ્યક સૂત્રની ચૂર્ણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે – भगवतो मायात्ति चेडगस्सभगिनी, भो (जा) यीई चेडगस्सधुया અર્થ ભગવાન મહાવીર સ્વામીની માતા તે ચેટકની ભગિની હતાં અને મહાવીર સ્વામીની ભેજાઈ તે ચેટકની પુત્રી હતી.” આ ઉલ્લેખ ધ્યાનમાં રાખીને ત્યાર પછીના બીજા ગ્રંથકારાએ પણ ચેટકને મહાવીર સ્વામીના મામા તરીકે ઓળખાવ્યા છે. જેના પ્રથમ ગણતા સત્ર આચારાંગમાં મહાવીર સ્વામીના જીવનની ઓળખાણ આપતાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે – यथा-समणसमं भगवओ महावीरसअमावासीट्ठसकुला तिसेणंतिनि नामधिजा एव भाही जन्ति. तन्ज हा तिसला इवा विदेहदिन्ना या प्रियળિો વા (આચારગ સત્ર, આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત. પૂ. ૪રર). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 29