Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૭૮ નવિભાગ ઉભાં ઉભાં લડવા માંડયું. તેણે પિતાના ભાલાથી શત્રુના ગજનાં કુંભસ્થલ ઉપર ભાલા માર્યા હાથી હેઠે પડે કે તરતજ ઉદાયને બહાદુરીથી શત્રની અંબાડીમાં પેસી તેને જીવતે કેદ કર્યો. અવતિનાથ હા, તેના સૈનિકોએ નાસભાગ કરી પછી ઉદાયને શત્રુનું રાજ્ય સંભાળ્યું. અને રાજકેદી-ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના દેશભણી આવવા નીકળ્યો. રસ્તામાં તેને ચોમાસું નડવાથી એક મેટા મેદાનમાં જ જુદા જુદા કીલા બાંધી સૈન્ય વિશ્રાંત માટે રહ્યું. ત્યાં પણ પર્વ આવ્યાં. ઉદાયન રાજા ચુસ્ત જન હતો એટલે સંવત્સરી૧ ને દિવસે પિતાના શત્રુ રાજાને પણ ઉદાર દિલથી માફી આપવા છોડી દીધો. પિતે ઘેર આવ્યા પછી એક વખતે જગદુદ્ધારક શ્રી વિરપ્રભુના ઉપદેશથી દીક્ષા લીધી અને પોતે ધીમે ધીમે ઉપદેશને માટે અન્ય સ્થળે વિહાર કરવા લાગ્યો. સાધુપણમાં નિરંતર તપસ્યાના કારણથી તેના કેમળ શરીરને વ્યાધિ થયો. વિદ્યાએ તેને દહીં ખાવાનું કહ્યું અને તે વ્રજમાં રહ્યા. એક દિવસે તે પિતાની રાજધાનીમાં ગયો, ત્યાં તેના ભાણેજના મંત્રીઓએ તેના ભાણેજને ભરમાવ્યું કે ઉદાયની દીક્ષાથી કંટાળી રાજ લેવા આવ્યો છે. તેના ભાણેજે પહેલાં તે કંઈ માન્યું નહિ પરંતુ તેઓએ તેને સમજાવ્યું કે તે વાત સાચી છે ત્યારે તેણે કહ્યું કે રાજ તેમનું છે તે લઈ લે તો કંઈ વાંધો નથી. તેઓએ કહ્યું કે રાજધર્મ એવો નથી. અને તેમણે એમ નક્કી કર્યું કે તેને વિષ આપવું પછી એક ગોવાલણ પાસે દહીંમાં ઝેર અપાવ્યું. રાજા ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ગે ગયો. રાજાના મૃત્યુથી ત્યાં નજીકના નગરદેવતા બહુ કુપિત થયા અને તેણે ધુળનો વરસાદ વરસાવી એક કુંભાર કે જે ઉદાયનની ભક્તિ કરતો હતો તેના સિવાય આખા ગામને દાટી દીધું. અત્યારે પણ તે ધુળને ઢગલો મોજુદ છે.? ૨ મહારાજા શ્રેણીજી મહારાજા શ્રેણીક અત્યારે જીવંત રૂપે નથી; તે તે આજથી ૨૫૦૦ વરસ પહેલાં થઈ ગયા; છતાં તેની કીર્તિ જૈન સમાજમાં અત્યાર સુધી જ્વલંત ભાવે પ્રકાશી ૧ જૈનેને અતિ પવિત્ર દિવસ મનાય છે. તે દિવસે લોકો પિતાના આખા વર્ષનાં પાપનું પ્રાયશ્ચિત કરે છે અને જેની સાથે કંઈ પણ બોલાચાલી થઈ હોય તેને ખુલ્લા દિલથી ખમાવે છે-માફી માગે છે. ૨ જ્યારે ઉદાયને ચંડપંતને હરાવ્યો ત્યારે “દાસીપતિ” શબ્દ કપાલમાં લખ્યા હતા, પરંતુ જ્યારે એક સધર્મ તરીકે તેને છોડ્યો ત્યારે તે શબ્દો ન દેખાય તેને માટે તેના કપાલમાં એક પટ્ટાબંધ બાંધ્યું હતું. ઉદાયને ચંડપ્રોતને એક સધર્મ બંધુ જાણી છેડી દીધું હતું અને તેનું મુખ્ય કારણ એમ હતું કે તેણે પણ સંવત્સરીને દિવસે ઉપવાસ કર્યો હતો. કે આ હકીકત માટે વધુ જાણવા ઈચ્છનાર મહાશયે આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથ જેવી તસ્દી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29