Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 20
________________ જેન રાજાઓ સિદ્ધરાજને આ વાતની ખબર પડી કે તરતજ પિતાના માણસે તેની પછવાડે મોકલ્યા. કુમારપાળ ઉઘાડે શરીરે માત્ર એક અબેટીયાર જ હતો. તેણે પછવાડે ધૂળ ઉડતી જોઈ એટલે પિતે સંતાવાની જગ્યા શોધી. પાસેના ખેતરમાં એક ખેડુત વાડ કરતે હતો ત્યાં જઈ તેણે મદદ માગી. એ દયાળુ ખેતે તેને વાડમાં સંતાડી તેના ઉપર કાંટાનાં ઝુંડ નાખ્યાં. સિદ્ધરાજના માણસોએ ઘણી શોધ કરી પણ અંતે તેઓ નિષ્ફળ નિવડ્યા અને વીલે મહેડે પાછા પાટણ ગયા. કુમારપાલ વાડમાંથી બહાર નીકળ્યો. તેના કમળ શરીરમાંથી લેહી નીકળવા માંડયું એ જાણે કોઈ નવા પ્રકારના પરિવારના અંકુર હોય તેવો ભાસ કરાવતું હતું. ત્યાંથી માંડ માંડ ચાલી તે દધિસ્થળી ગયો અને ત્યાંથી પિતાનું નામ બદલી ભીમસિંહ રાખ્યું અને વેશબદલો કરી વળી નીકળ્યો. રસ્તામાં તેણે ઝાડ નીચે એક ઉંદર પોતાના દરમાંથી રૂપીયા કહાડી બહાર લાવતો હતો તે જોઈ તે રૂપીયા લઈ લીધા. ઉંદર પિતાના રૂપિયા ગયા જેમાં માથું પટકી મરી ગયે. કુમારપાલે વિચાર્યું કે “મનુષ્ય તો ઠીક પરંતુ પશુ પંખી પણ અર્થની મેહનીમાં મુંઝાય છે.”તે વખતે રસ્તામાં તેને ઉમરાગામના દેવસિંહ શેઠની પુત્રી દેવી પિતાના સાસરેથી પીયર જતી હતી તે મળી. તે ઉદાર દિલની દેવશ્રીએ કુમારપાલને ભૂખ્યો અને દુઃખી જાણી પિતાની પાસેનું ભાતું આપ્યું. કુમારપાલે પણ બે દિવસને ભૂખ્યો હોવાથી સારી પેઠે ખાધું. પછી તે ઉદાર દિલની દેવશ્રીના કહેવાથી તેની ગાડીમાં બેસી વચ્ચે દધિસ્થળીને રસ્તે ઉતરી પશે. જતી વખતે તેણે દેવશ્રીને કહ્યું કે “આજથી તું મારી ધર્મબહેન છે અને હું જ્યારે ગાદીએ બેસીશ ત્યારે તારી પાસે ભગિનીતિલક કરાવીશ” પછી દધિસ્થળી જઈ પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સિદ્ધરાજ કુટુંબ ઉપર પણ કેર વરસાવી રહ્યા હતા. એટલે પિતાના જ નામ તથા ગુFા એવા સજ્જન નામના મિત્રધારા પિતાના કુટુંબને બીજે સ્થળે મેકલાવી પિતે સિરી નામના બ્રાહ્મણ મિત્રની સાથે ફરી વાર રખડપટ્ટી શરૂ કરી. - તે પ્રથમ ખંભાત ભણી ગયો. ત્યાં ખંભાતની બહાર પરમ પ્રતાપી ગુરૂશ્રી હેમાચાર્ય તેને મળ્યા. પતે તેમને એકદમ ન ઓળખી શકે પરંતુ તેના ગુરુએ તે તેને ઓળખ્યો અને તેને પોતાની સાથે ઉપાશ્રયે લઈ જઈ સિદ્ધરાજના મહામાત્ય અને ખંભાતના સત્તાધીશ ઉદાયનને કુમારપાળની ભલામણ કરી. કુમારપાળ ઉદાયનને ઘેર શાંતિથી રહેતો હતો ત્યાં આ વાતની ખબર સિદ્ધરાજને પહોંચી કે મારો શત્રુ મારા મહામંત્રીને ત્યાં છે એટલે તેણે ઉદાના પુત્ર ચાહડ કે જે પિતાનો ધર્મપુત્ર થતો હતો તેને કુમારપાળની શોધ કરવા મૂકો . તેણે ખંભાત જઈ પોતાના ઘરમાં કુમારપાલને ઘેર્યો પણ કુમારપાલ ત્યાંથી આંબડની મદદથી રાતોરાત નાસી હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે ગયો. ત્યાં પરમ કાણિક શ્રી હેમચંદ્રાચાર્યું પણ તેને પિતાના પુસ્તક ભંડારમાં સંતા. બીજે દિવસે ચાહડે ઘરમાં તપાસ કરી પણ ત્યાં તેને પત્તે ન ખાધો એટલે તે ઉપાશ્રયે આવ્યો અને ત્યાં કુમારપાલની શોધ કરી. પરમ કારુણિક, યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યે ત્યાં કુમારપાલના દેહનું બહુ યુકિત પૂર્વક રક્ષણ કર્યું. અંતે ચાહડ ત્યાંથી પણ વિલે મહેડે ખાલી હાથે પાછો પાટણ ગ. હવે કુમારપાલ અહિં રહેવાનું સલામત ન ધારી વડેદરે થઇ મૃગુકચ્છ (ભર્ય) ગ: ત્યાંથી કોપુર ગયો અને ત્યાં એક યોગીની સારી પેઠે સેવા કરી; યોગીએ તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29