Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 19
________________ ८२ જૈનવિભાગ પાળ કઈ પણ જાતના સંશય વગર પુત્ર સહિત મહાદેવના મંદિરમાં આવ્યું. સિદ્ધરાજ પણ શિકાર જાળમાં આવ્યાનું સમજી તેને ચારે બાજુથી ઘેરી લઈ મકલાતે મહેડે પિતાના ખાનગી ચરો સાથે મહાદેવના મંદિરમાં આવ્યો. પરંતુ ત્યાં તો ચાલાક ત્રિભુવનપાળને સિદ્ધરાજના કપટની અગાઉથી ખબર પડી ગઈ. તેણે બધો ખેલ જોઈ લીધું અને તે જ વખતે પોતાના પુત્રને દધિસ્થળી બીજા ખાનગી રસ્તે રવાના કરી દીધો હતો, અને પિતે ખુલી તરવારે તેનું સ્વાગત કરવા તૈયાર થઈ ઉભે. જે સિદ્ધરાજ અંદર ગયો કે તરતજ ત્રિભુવનપાળે ત્રાડ નાખતાં કહ્યું કે “પાપી કુત્તા ચલાવ તારી તલવાર” સિદ્ધરાજ ભેઠે પડ્યો અને તેને ત્રિભુવનપાળના બધા પૂર્વના ઉપકારે, તેનો નિઃસ્વાર્થ ત્યાગ આદિ બધાં કામ સાંભરી આવ્યાં. પરંતુ મને બળ એકઠું કરી પિતાના સહચરીને કહ્યું કે-ઉભા છે શું? ચલાવો તમારી તલવાર. ત્યાં તો ત્રિભુવનપાલે તેને કહ્યું કે-જે તારામાં તાકાત હોય તે આવી જ આપણે બને 6 યુદ્ધ કરીએ. સિદ્ધરાજને ત્રિભુવનપાળના ભુજબળની ખબર હતી કે ત્રિભુવનપાળ પિતાને તે જેમ મદેન્મત્ત હાથી હરણિયાને ચગદી નાખે તેમ જરૂર દાબી દેશે. સિદ્ધરાજ મુંગે રહ્યા ત્યાં તો તેના સનિકોએ ત્રિભુવનપાળ ઉપર તલવાર ચલાવી. એકી સાથે તેના ઉપર પચાસેક તલવાર ઉપડી છે તેમ તેણે જોયું. તે બધાનું સ્વાગત કરવા કરવા તૈયાર હત; તેણે તેમાંથી ઘણાનું સ્વાગત કરી દેવલોકમાં પહોંચડયા; અંતે તેનું વૃદ્ધ શરીર થાક્યું. તેના શરીરમાંથી હીની ધારા છુટવા માંડી. તેની નાડી તુટવા માંડી. તેને હવે લાગ્યું કે તે નહિ બચે, એટલે પોતે તરત જ સિદ્ધરાજ પાસે જઈ કહ્યું કે “પાપી કતઘ અંતે તે તારૂ કાળું કર્યું. પરંતુ ઠીક છે કે મહાદેવજીએ તારા પાપી લેહીમાંથી પુત્રરૂપી ફળ નથી આપ્યું. નહિતર તું શું ન કર એ હું નથી કહેતા.” એમ કહીને વીર પુરુષે પિતાના શરીર ઉપર તલવાર ચલાવી પિતાનું લોહીવાળું મસ્તક સિદ્ધરાજની ઉપર નાખી તેને લહી છાંટયું. આ કમકમાટીભર્યો બનાવ જોઈ સિદ્ધરાજનું પાપી હૃદય પણ કપ્યું, પરંતુ તે કમકમાટ વધુ ટકે નહિ. તેણે કુમારપાલને શોધવા માંડ્યો; પરંતુ કુમારપાલ ત્યાં નહોતો. પછી તે દધિસ્થળી ઉપર હલ્લો લઈ ગયો. કુમારપાલ તેને સભ્ય સહિત સામે મળે. બન્ને સન્યને ભેટ થશે. સિદ્ધરાજ પાસે સૈન્ય થોડું હતું અને કુમારપાલનું શૌર્ય વધારે હતું. પિતમરણે તેને ખુબ ઉશ્કેર્યો. સિદ્ધરાજે જોયું કે હવે નહિ ટકાય. અંતે બન્યું પણ તેમ જ. સિદ્ધરાજ તેની સામે ન ટકી શક્યો અને ત્યાંથી પાટણ નાસી આવ્યા. ત્યાં આવ્યા પછી તેણે ગામમાં એવી વાત ફેલાવી કે “ત્રિભુવનપાળ લુંટાર હતો, તે પાટણ લુંટવા આવ્યો હતો. પરંતુ કૃતજ્ઞ પાટણની પ્રજાએ પિતાના એ ઉપકારી પુરુષને ચંદનની ચિતામાં બાળી તેની પછવાડે શોકના બે આંસુ ખેરવ્યાં. કુમારપાલનું દેશાટન હવે કુમારપાલ ઉપર સિદ્ધરાજનું વજી અને શની ગ્રહ પડયાં. તેણે દધિસ્થળી છેડયું અને બાવાને વેશે ગુજરાતના પથ્થરે પથ્થરે ભટક. વળી એક વખત મહાદેવના મંદિરને પુજારી થયે; સિદ્ધરાજને તેની ખબર પડી એટલે આપ્યું. તેણે પુજારીઓને બ્રહ્મભેજન કુમારપાલ પણ ત્યાં ગયા પરંતુ એક કૃતજ્ઞ રજપુતની સંજ્ઞાથી-સંકેતથી ઉછીના બહાને નાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29