Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ જૈન રાજાઓ - ૯૧ કુંભકર્ણ જેને બંધ હતો, જગજજેતા અજેય ઈદ્રિજીત જેનો પુત્ર હતો અને પોતે કે જેના નામથી દુનીઆના વીર પુરુષો રાડ નાખતા, અનેક દે જેના નેકર હતા અને અદભુત વિધાઓ જેની જીહાગ્રરૂપી રંગભૂમી ઉપર નાચ કરતી હતી એ લંકેશ્વર પણ સતી સીતાની આકાંક્ષા કરવાથી વૈભવ અને પ્રતાપથી રહિત બની દીનહીન દશાને પામે. સ્વસ્ત્રી સ્વાધિન હોવા છતાં નીચ પુરુષ જ પરસ્ત્રીની ઇચ્છા કરે છે.” આવી રીતે કુમારપાલને ઉપદેશ આપ્યો. કુમારપાલે પણ એ પરમ ગીશ્વરના મુખકમળમાંથી નીકળતી ગંગાના ઘેધ સમાન નિર્મલ વાણી સાંભળી તેમના ઉપદેશથી પરવારીસહોદરવત સ્વીકારી તેમની ગંગાના પ્રવાહ સમાન પવિત્ર વાણુમાં પિતાના આત્માને નવરાવી કૃતકૃત્ય–પવિત્ર બન્યા અને ત્યાંથી પિતાના પિતા સાથે દધિસ્થળ ગયો. હવે સિંહદેવની અવસ્થા વધવા સાથે ગૃહસ્થ ધર્મના ફળ રૂપ પુત્રપ્રાપ્તિની ચિંતા પણ વધવા લાગી. તેને સદા એમ લાગ્યા કરતું કે જે પિતૃદાન દેનાર એક પુત્ર થાય તે માટે જન્મ સફળ થયો ગણાય. પરંતુ વિધિ તેનાથી વાંકું હતું. “સૂર્ય વિના આકાશ, ન્યાય વિના વિક્રમ, સિંહ વિના વન, ચંદ્ર વિના રાત્રી, બળ વિના પરાક્રમ, તેજ વિના લક્ષ્મી,” એ જેમ શોભતાં નથી તેમ પુત્ર વિના કુળ શોભતું નથી. તેણે પુત્રપ્રાપ્તિ માટે ઘણું ઘણું ફાંફાં માયો, અનેક કાળાં ઘેળાં કર્યા, અને અનેક જોગીઓનાં પડખાં સેવ્યાં, પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડ્યું. તેણે અનેક જેશીઓને પૂછવા માંડ્યું પરંતુ તેમાંય તેને ક્યાંયથી સંતોષ ન મળે. સાથે તેના કાને એમ પણ ભણકાર આવ્યા કે મારી પછી ત્રિભુવનપાલને પોતે પુત્ર કુમારપાલ ગાદીએ આવશે. તેને આ સાંભળી અસંતોષ વધતો ગ; અને તે વાતને એકદમ તે સાચી પણ ન માનતે. એક વખતે પોતે સભા ભરી બેઠે હતે તે વખતે એક મહાન જ્યોતિષી પંડિત ત્યાં આવ્યા. સિદ્ધરાજે તેને પ્રશ્ન પુછયે; પંડિતે લગ્ન લઈ ચેક ઉત્તર આપે કે “મહારાજા આપને કેઈ પણ પ્રકારે પુત્ર થશે નહિ અને આપની પછી ત્રિભુવનપાળને વીર પુત્ર કુમારપાલ તમારી ગાદીએ આવી તમારી પેઠે ચક્રવર્તી થશે.” પંડિત પાસે આવો ઉત્તર સાંભળી તેનું હૃદયમંદિર ભગ્ન થયું, તેને બહુ ખેદ થયે. તેણે આની આ વાત ફરીથી પિતાની સભાના પંડિત રત્ન બાલબ્રહ્મચારી, શ્રી હેમચંદ્રાચાર્યને પુછી. આચાર્યશ્રીએ પણ તે ને તે જ વાત ફરીથી કહી. તેણે જ્યારે પિતાના ગુરૂશ્રી પાસેથી આ ઉત્તર સાંભળ્યો ત્યારે તેને એમ ખાત્રી થઈ કે મારે પુત્ર નહિ થાય અને કુમારપાલ ગાદીને અધિપતિ થશે. હવે સિદ્ધરાજને બીજો એક વિચાર થયો કે કુમારપાલને મારી નાખું તે મહાદેવજી મને પુત્ર આપે. અંતે આ વિચારે તેના હૃદયમાં ઘર કર્યું અને તે વિચારને સફળ (!) કરવા પ્રયાન શરૂ કર્યો. તેણે કુમારપાળને મારી નાખવા પહેલાં વિચાર કર્યો કે તેને પ્રતાપી પિતા ત્રિભુવનપાળને માર્યા પહેલાં–તેના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કુમારપાલને વાળ ખેંચવાને હું સમર્થ નથી. માટે ત્રિભુવનપાળને કપટથી મારી નાંખું તેજ મારી મુરાદ બર આવે તેમ છે. તેણે ત્રિભુવનપાળને મારી નાખવા “રાજદ્વારી ખાનગી કામના બહાના હેઠે બાપ દિકરાને ગામ (પાટણ) બહાર મહાદેવના મંદિરમાં લાવ્યા. વિર ત્રિભુવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29