________________
ન રાજાઓ
८७
નિસ્પૃહ જૈનાચાર્ય કુમારપાળને કહ્યું કે “અમારે કંચન અને કામિનીના ત્યાગીઓને તે રાજ્ય સુખને બદલે દુખપ્રદ છે માટે તેને તે તમેજ સંભાળા. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજદેવ કે કુમારપાળ દેવ બેમાંથી એકેના રાજગુરુ નહોતા થયા. એ નિસ્પૃહી પરમ યોગીશ્વર આચાર્ય શ્રી ગુજરાતના બન્ને રાજવીઓના ધર્મગુરુ તરીકે જ રહ્યા છે અને શવ્યા છે. પણ માત્ર સિદ્ધરાજે તેમના પ્રત્યે કંઈક ઓછો ભક્તિભાવ દેખાડ્યો અને કુમારપાળે તેમના પ્રત્યે તેમના ધર્મ પ્રત્યે-શાસન પ્રત્યે વિશેષ પ્રેમ ભક્તિભાવ દેખાડે છે એ મોટો ફેર છે. કુમારપાળ તેમને ત્યાગ અને વેગ જોઈ તેમના ઉપર વિશેષ ભક્તિવાળો થયો અને તેમના ઉપદેશથી અહિંસાના પવિત્ર ત્ર-મંત્રે તે સ્વીકારી પ્રજાને પહોંચાડી જૈન ધર્મ સ્વીકાર્યો.
કુમારપાળે ગાદીએ બેઠા પછી પિતાને દિવસ અને રાતનો કાર્યક્રમ કેવી રીતે ગોઠછે તેનું સુંદર ટાઈમટેબલ નીચે પ્રમાણે છે. “ રાજાએ પ્રથમ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષા સારૂ ખર્ચનો વિચાર કરે, બીજા ભાગમાં નગરના લોકેની રક્ષાનું ચિંતન કરવું, ત્રીજા ભાગમાં દેવર્ચા કરી ભોજન કરવું, ચોથા ભાગમાં ખજાને તપાસ, પાંચમા ભાગમાં બીજાં બધાં કામમાંથી નિવૃત્ત થઈ ચરોને પરદેશ મોકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજબ ફરવા નીકળવું, સાતમા ભાગમાં હાથી ઘોડા અને બાણું વગેરેની રચના કરવીકરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેનાની ગોઠવણ કરાવવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે (૧) એકાંતમાં મોટા આપ્ત માણસની સાથે વાતચિત કરવી. (૨) સુખથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું (૩) વાજીંત્ર સાંભળી શયન કરવું (૪-૫) નિદ્રા લેવી (૬) વાઘ નાદથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું (૭) મંત્રનો વિચાર કરવો અને (૮) માં બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી વૈદ્યની મુલાકાત લેવી.”
કુમારપાળ ગાદીએ આવ્યું છે તે વખતના કેટલાએક રાજવીઓને ન રુચ્યું. તેમાંથી ભાળવાને રાજા અને શાકંભરીને અર્ણોરાજ ઘુમતા સૈન્ય સાથે કુમારપાળ ઉપર ચડી આવ્યા. કુમારપાળે સાંભળ્યું કે તેમાં સિદ્ધરાજના ધર્મપુત્ર ચાહડનો મુખ્ય હાથ હતો અને તેની ઉશ્કેરણીથી જ તે રાજવીઓ ચડી આવ્યા હતા. ચાહડે તેમને બધા ખાનગી રસ્તા બતાવવા ઉપરાંત કુમારપાળના પરાભવની ચાવી પણ બતાવી હતી. પરંતુ વીર કુમારપાળ તેમનું સ્વાગત કરવા પહેલેથી સૈન્ય લઈ તેમની સામે ગયો. બંને પ્રતિસ્પર્ધીઓ સામસામા મળ્યા. થોડું ઘણું બાકી હતું તે પણ “ચાહડે કુમારપાળના મુખ્ય સેનાધિપતિ માલ્હણ આદિ બીજા સૈનિકોને દ્રવ્યદ્વારા ફેડી” પુરું કર્યું. આ વખતે આખું પાટણનું સૈન્ય કપટની જવાળામાં પતંગીયાની માફક ઝુકવા તત્પર થઈ રહેલું હતું. કુમારપાળને આ કપટની ખબર ઠેઠ સુધી ન પડી. બીજે દિવસે જ્યારે પિતે પિતાના કલહપંચાનન નામના હાથી ઉપર બેસી યુદ્ધ કરવા ગયો ત્યારે તેણે જોયું કે પાટણનું સૈન્ય ફૂટયું છે. તેને લગાર વિમાસણ થઈ પરંતુ તેને સાહસે અને વિરતાએ તેને પાછો ન પાડ્યું. તેનામાં
- ૧ કુમારપાલપ્રબંધકારે આપેલો કુમારપાળને કાર્યક્રમ વાંચી આ વૃદ્ધ રાજવીની આવી નિયમસર દિનચર્યા જોઇ અત્યારના અમારા રાજવીએ પિતાના સમયને વિચાર કરશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org