________________
જૈન રાજાઓ
૯૫
દશપુર૧ થઈ ચિત્રકૂટ (ચિતોડ) ગયા. ત્યાં ઘણાં ઘણાં અવનવાં દૃશ્ય જોઈ અનુક્રમે કાશી થઈ પદના આવ્યું. ત્યાં તેણે નવનંદને રાજવૈભવ સાંભળે. ત્યાંથી રાજગૃહી થઈ કામરૂપ દેશમાં ગયો. ત્યાં વિવિધ દ જોઈ ત્યાંથી નાચેંદ્રપાન ગયા, ત્યાં તેણે તે નગરની અજાયબ ભરી ઉત્પત્તિ સાંભળી; અહીં તેની મોજડી ફાટી જવાથી એક મેચીએ કુમારપાળને રેશમી મેજડી ભેટ આપી. કુમારપાળે તેને કહ્યું કે જ્યારે તું એમ સાંભળ કે કુમારપાલ ગુજરાતની ગાદીએ બેઠા છે ત્યારે તું ત્યાં આવજે. અહીં તેણે સિદ્ધરાજદેવના મરણ પથારીના ઉડતા ખબર સાંભળ્યા એટલે ત્યાંથી સીધો તે ઉજજયિની આવ્યો. ત્યાં તેને પાપાયે ખબર મળ્યા કે ગુજરાતને નરેશ જયસિંહદેવ સ્વર્ગે ગયે છે અને તેમની ગાદીએ તેમના નામની પાદુકા સ્થાપી છે. કુમારપાળ આ ખબર સાંભળી કુટુંબને મળી પાટણ આવ્યો. પિતે જ્યારે પાટણ આવ્યો ત્યારે ખબર સાંભળ્યા કે “આજેજ રાજતિલક કરવાનું મુહૂર્ત છે.” કુમારપાલને બરાબર સમયે આવેલ જે બધા મંત્રિઓ, ભાયાતો અને સામંતો આશ્ચર્ય પામ્યા. સિદ્ધરાજ ભરતી વખતે પોતાના મંત્રીઓને કહી ગયો કે મારી પછી ધર્મચુસ્ત ઉદાયન મંત્રીને પુત્ર ચાહડ મારી ગાદીએ આવે” પરંતુ આ વાતમાં ઘણું મંત્રીઓ વિરુદ્ધ હતા, અને ખુદ ચાહડનો પિતા ઉદાયન મંત્રી પણ તેમાં વિરુદ્ધ હતો. એટલે કુમારપાળ જેવો આવ્યો કે તરત જ તેને બનેવી કૃષ્ણસિંહ તેને પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં સારી પેઠે હવડાવી ધોવડાવી સારા યોગ્ય કપડાં પહેરાવી તેને રાજસભામાં લઈ ગયો.
સભામાં ઘણું ઘણી વાટાઘાટ પછી અંતે એમ કહ્યું કે ત્રિભુવનપાલના પુત્રને ગાદી આપવી કારણ કે ખરા હકદાર અને યોગ્ય તે છે. તેમાં પ્રથમ ત્રિભુવનપાલના મોટા પુત્ર મહીપાળને ઉઠાડી પૂછવામાં આવ્યું કે તમે રાજ્ય શી રીતે ચલાવશે, ત્યારે તેણે બરાબર ઉત્તર ન આપ્યો. ત્યાર પછી બીજા પુત્ર કીર્તિ પાલને બોલાવ્યો ત્યારે તેણે પણ ગોટાળાજ વાળે. અને કુમારપાલને પૂછ્યું ત્યારે તેણે પિતાની વીરતાથી જવાબ આપ્યો કે “હું મારી આ સમશેરથી રાજ્ય ચલાવીશ.” મંત્રીઓએ તેને રાજ્યને ધારી “૧૧ ના માગશર વદી ૪ ને દીવસે પુષ્ય નક્ષત્ર, મીન લગ્ન અને બીજા પણ ઉચ્ચ ગ્રહ હતા ત્યારે તેનેજ (કુમારપાલને) રાજગાદીએ બેસાડી રાજતિલક કર્યું અને મહારાજાધિરાજ શ્રી કુમારપાલદેવના નામની આણ ફેરવી.” | ગુજરાત, લાટ, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ, પૂર્વ દેશ આદિના પથ્થરે પથ્થર ભટકેલો, ત્યાં અનેકવિધ દશ્ય જોઈ અનુભવ પામેલો, અનેક કષ્ટ સહન કરી ઘડાએલો ઘણા ઘણા ડાહ્યા રાજવીઓની રાજનીતિ અનુભવી કુશળ મુસદ્દી બનેલે અને સિદ્ધરાજને
૧ આ દશપુરને અત્યારે ચન્દસર કહે છે. આ સબંધી વિશેષ જોવા ઇચ્છનાર મહાશયે પુરાતત્ત્વમાં ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ લખેલો વિશાલાના ગણસત્તાક રાજા ચેટક (ચેડા ) નામને લેખ જોવા તસ્દી લેવી.
૨ આ રાજગૃહી નગરી આજથી અઢી હજાર વર્ષ ઉપર થઈ ગયેલ જગદુદ્ધારક શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત મહારાજા શ્રેણુકની મુખ્ય રાજધાનીનું નગર હતું. વિશેષ માટે જુઓ અભયકુમાર ચરિત્ર આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org