Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 26
________________ જૈન રાજાઓ વધાવ્યો. ગુજરાતની પ્રજાએ ફરી વાર વનરાજ, મુળરાજ અને સિદ્ધરાજને સંભાર્યા. સિદ્ધરાજ જે દેશને વર્ષો સુધી પિતાના ત્રણ મહારથીઓથી ( ત્રિભુવનપાલ, મુંજાલ મંત્રી અને ઉદાયન મંત્રી તેના રણાંગણના ખેલાડીઓ, સુત્રધારે, અને મહારથીઓ હતા) લડી લાંબે સમયે વિજયપતાકા પામ્યા હતા તેમાંના દરેક દેશમાં પિતાના ભુજબળથી વિજયપતાકા મેળવી ગુજરાતની વિજય કીતિના મંદિરને સુંદર કળશ ચડાવી તેની શોભામાં વધારો કરી, ગુજરાતનાં યશોગાન પોતાના ફડફડાટ દ્વારા ગાતી વિજયપતાકા તેના ઉપર ચડાવી. હવે વિજયયાત્રા કરી આવેલા વૃદ્ધ રાજવીએ પરદેશની લક્ષ્મી અને બળથી ગુજરાતને સમૃદ્ધ બનાવી અનેકવિધ કળાઓ અને સુંદર ભવ્ય સ્થાનેથી શોભાવવા પ્રયત્ન આદર્યો. તેમાં તેણે સૌથી પ્રથમ આર્યાવર્તાના સુધાસાગર સમા અહિંસાના પવિત્ર અને મીઠા મંત્રો ઘેર ઘેર પહોંચાડ્યા અને પિતાના તાબાના બીજા દેશોમાં પણ અહિંસાના સુમધુર નાદ પહોંચાડી પ્રજાને શાંતિસાગરમાં હિલેળા ખાતી બનાવી. ત્યાર પછી શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સેમિનાથપટ્ટણના મહાન જીર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી અઢકળ પૈસો ખચ તેને વિવિધ શિલ્પથી શોભાવી મજબુત બનાવ્યું. આ સિવાય તે પરમ યોગીશ્વરના ઉપદેશથી તેણે જ્યારથી તે મંદિરના જીર્ણોદ્ધારનું કામ આવ્યું હતું ત્યારથી તે પુરૂં થતાં સુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાળી હતી. તેઓશ્રીના ઉપદેશથી “કુમારપાલવિહાર “ઉંદરવસહકા” અને તારણ (તારંગા હીલ) પર્વત ઉપર ૨૪ હાથ ઉંચુ ભવ્ય જિન મંદિર કરાવ્યું કે જે ગગનચુંબી ભવ્ય પ્રાસાદની સુંદર પતાકા અત્યારે પણ પવનમાં હીલેળા ખાતી કુમાળપાળનાં યશોગાન ગાઈ રહી છે. તે મંદિરની અંદર તેણે ૧૦૪ આંગળની અછતનાથ પ્રભુ (જૈનોના બીજા તીર્થકર ) ની પ્રતિમા ભરાવી હતી. આ સિવાય “આલોગ નામની વસતી' “કુમારપાલવિહાર ” “યુકા વિહાર” “લીકા વિહાર ” આદિ ઘણાં જિન મંદિર તેમ જ બ્રાહ્મણના ઘણાં મંદિરે નવાં કરાવ્યાં. આ ઉપરાંત અનેક કુવા, વાવ, તળાવ આદિ પ્રજાહિતનાં ઘણાં કામો કરાવ્યાં. તેમ જ પ્રજાને માટે સ્થળે સ્થળે જ્ઞાન ભંડાર (લાયબ્રેરીઓ) પાઠશાળાઓ, નીશાળો આદિ પણ કરાવી. આવી રીતે ગુજરાતમાં કળિયુગમાં પણ તેણે સત યુગ ફેલાવ્યો. જ્યારે ગુજરાતમાં સત યુગ પ્રવર્તી રહ્યા હતા તે સમયે ગુજરાતને કોઈક અનેરો વજન પાતને ધ્રાસકો લાગે. તે સત યુગના વિધાતા, ગુજરાતના સુવર્ણાક્ષરના ઇતિહાસમાં વાવેતચંદ્રરાવાર ઉચ્ચ સ્થાન મેળવવાને લાયક શ્રી હેમચંદ્રાચાર્યની તબીયત લથડી. કાળ કોઈને છોડતો નથી. રાજામહારાજા ચક્રવતી કે તીર્થંકર દેવ જેવા અનેકને પણ દુષ્ટ કાળે પિતાના કાળીયા બનાવ્યા છે–તેમ તેણે તે ધર્મની - ૧ જૈનેતર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય આપે એ તે તેમને નિષ્પક્ષપાત કે તટસ્થતા સિવાય બીજું કશું નથી. હજી આગળ વધીને કુમારપાલના આગ્રહથી હેમચંદ્રાચાર્ય મહાદેવનાં દર્શન કરવા સામનાથપટ્ટણ પણ ગયા હતા અને ત્યાં જઈ મહાદેવાષ્ટક બનાવ્યું હતું. ૨ પહેલાં આ મંદિર વામ્ભટે બંધાવ્યું હતું પરંતુ કુમારપાળના આગ્રહથી તેમને આપી તે મંદિરનું નામ કુમારપાળવિહાર રાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29