________________
જૈન રાજાઓ સિવાય બે પુત્ર મહીપાલ, કીર્તિપાલ તથા બે પુત્રીઓ પ્રેમળદેવી અને દેવળદેવી હતી. તેમાં પ્રથમ પુત્રી જયસિંહદેવના મુખ્ય સેનાધિપતિ કૃષ્ણસિંહ વેરે અને બીજી પુત્રી શાકં. ભરીના રાજા સાથે પરણાવી હતી, અને કુમારપાલદેવની સ્ત્રીનું નામ પાલદેવી હતું.
ત્રિભોવનપાલને જર્યાસહદેવની સભામાં પાટણ ઘણી વખત આવવું પડતું અને તેની સાથે ગુજરાતને ભાવિ બલિરાજા કુમારપાલ પણ ઘણું વખત આવે. ત્રીભવનપાલ પિતાના ચાલાક પુત્રને જયસિંહદેવની સભાને બધે વૃત્તાંત કહેતે-કહી સંભળાવતા. બાલરાજા એ વાત સાંભળી આશ્ચર્ય પામતે. તેને તે સમયે ખબર સરખીયે નહોતી કે પોતે ભવિષ્યમાં જયસિંહદેવના સિંહાસને બેસી સભામાં તે વાતોના કેન્દ્રરૂપ બનશે.
એક વખતે જયસિંહદેવની સાથે કુમારપાલને સાક્ષાત સરસ્વતીને અવતાર, ધર્મની મૂર્તિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સાથે પરિચય થયો. કુમારપાલ તેમનું બ્રહ્મતેજ જોઈ પ્રથમ ક્ષણે જ તેમના તરફ આકર્ષાય અને વળી ગુજરાતનો નાથ” જયસિંહદેવ પણ જેને ઘણું સન્માન આપે છે તે જોઈ હેમાચાર્ય ઉપર વિશેષ માનની દૃષ્ટિથી જોવા લાગ્યો. ત્યાર પછી તેણે સૂરિજીની બે ત્રણ વાર મુલાકાત લીધી. એક વખતે જયસિંહદેવ તેના મુખ્ય અમાત્યો,
ચિાલુક્ય વંશ
મૂલરાજ સં. ૪૯૮ માં ગાદી ૫૫ વર્ષ રાજ્ય
ચામુંડ ૧૩ વર્ષ રાજ્ય
નાગરાજ
વલ્લભરાજ ૬ માસ ૨ાજય.
દુર્લભરાજ ૧૩ વર્ષ ૬ માસ રાજ્ય
ભીમદેવ ૪ર વર્ષ અભિષેક
ક્ષેમરાજ
કણદેવ ૨૮ વર્ષ રાજ્ય
દેવપ્રસાદ
ત્રિભુવનપાળ
સિદ્ધરાજ જયસિંહ ૫૦ વર્ષ રાજ્ય
મહીપાલ
કીતિપાળ
કુમારપાલ સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ સુધી ૩૦ વર્ષ અને ૮ માસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org