Book Title: Jain Rajao
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ જનવિભાગ સુંદરતા કંઈક ઓછાં થયાં છે. તે એકલાં જિન મંદિરે કરાવી શાંત નહોતા રહ્યા. પરંતુ જૈન ઉપદેશક-સાધુ મહાત્માઓને દરેક જાતની અનુકૂળતા કરાવી દરેક સ્થળે-મ્લેચ્છ દેશમાં પણ–તેણે વિહાર ચાલુ કરાવ્યો હતો. તે વખતે જૈનધર્મ રવિને મધ્યાહ્ન સમય હતો. તેનાં પ્રખશે કરણે ભારતવર્ષમાં અને તેની બહાર પણ ઘેર ઘેર તપી-શેભી રહ્યાં હતાં. તેણે જૈન મંદિરો, જિન પ્રતિમાઓ, સાધુઓ, પુસ્તકો અને શ્રાવકની વૃદ્ધિ કરવા સારો પ્રયત્ન સેવ્યો હતો અને તેમાં સફળતા પામી તે બધાની ખુબ વૃદ્ધિ કરી હતી. એતિહાસિક ધ.. આ મહાન જૈન ચક્રવર્તિ રાજાની ઐતિહાસિક નોંધ જૈન સુત્રામાં અને ખાસ કરી હેમચંદ્રાચાર્યકૃત પરિશિષ્ટિ પર્વમાં છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ તેનું થોડું ઘણું વર્ણન કર્યું છે અને તેમાં તેને “સંપઈ” તરીકે ઓળખાવ્યો છે. આ સિવાય સમ્રાટ અશોકની માફક તેને કીર્તિસ્તંભે, શિલાલેખ આજ્ઞાપત્રો કે તામ્રપત્ર કંઈ પણ મળી આવતું નથી. આ રાજાએ જૈનપ્રતિમાઓ ઘણી કરાવી છે કે જેની ભવ્યતા અને સુંદરતા બહુ અલૌકિક છે અને તેને નમુન બીજે મળવો મુશ્કેલ છે. અત્યારે અમદાવાદ, પાટણ, ખંભાત, પાલીતાણામાં શત્રુંજય ઉપર અને ગિરનાર જામનગર ઇ. માં તેની કરાવેલી પ્રતિમાઓ છે પરંતુ તે પ્રતિમાઓમાં ક્યાંય તેના નામના શિલાલેખે મળી આવતા નથી. કોઈ મહાશય તે બાબતમાં વિશેષ જાણવા જેવું બહાર પાડી તેની ઐતિહાસિક નેંધની બેટને પુરી પાડે એમ હું ઈચ્છું છું. આનું મુખ્ય કારણ મને એકજ લાગે છે તે એ જ કે આગલા સમયમાં પોતાની નામના કાઢવામાં–બીજા શબ્દોમાં કહું તો આત્મપ્રશંસાના ભયથી ઘણું જણે પોતાનાં કાર્યોની નોંધ કરાવવાનું મેકુફ રાખ્યું હોય અને તે જ કારણે સંપ્રતિએ પણ તેમ કર્યું હોય એ બનવા જોગ છે. આ સિવાય પુરાણું સમયમાં ઘણું રાજા મહારાજાઓએ કરાવેલી પ્રતિમાઓમાં ઘણે સ્થળે શિલાલેખો મળી આવતા નથી અને આધુનિક સમયમાં ક્યાંક ક્યાંક તેવું બને છે પણ ખરું જેથી મારા ઉપલા અનુમાનમાં કંઈક ઋત્ય હશે એમ માનવું પડે છે. આ મહાન ચક્રવર્તિની ઐતિહાસિક દષ્ટિએ વિશેષ નોંધ નહિ મળી શકવાથી તેના જીવન સંબંધે વિશેષ લખવું મોકુફ રાખી તેનાં મળી આવતાં થોડાં સુકૃત્યોની નેંધ અને તેણે પિતે જૈન ધર્મ સ્વીકારી પોતાના તાબાના રાજાઓને પણ ચુસ્ત જૈન કેવી રીતે કર્યા હતા તે સંબંધે મળી આવતા થોડા કલેક ટાંકી વિરમીશ. તેણે ગગનચુમ્બી ભવ્ય સવાલાખ નવાં જિન મંદિરો કરાવ્યાં હતાં અને મનોહર સવાકરોડ નવી જિન પ્રતિમાઓ કરાવી હતી. ૩૬૦૦૦ હજાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ કરાવી હતી. દીનદુખીને માટે અનેક સદાવ્રત તથા વાવ, કુવા, તળાવ, પરબ આદિ ઘણાં લોકોપયોગી કાર્યોની નોંધ મળે છે. તેણે સવાલાખ જિનમંદિરે કરાવ્યાં હતાં એ ઉપરથી આપણે સમજી શકીશું કે તે કેટલો ધર્મચુસ્ત હતું છતાં તેણે ચક્રવર્તી રાજાની માફક એક સત્તાએ ભારતવર્ષમાં પિતાની આણ ૧ આ પરિશિષ્ટ પર્વમાં જૈન સમાજના ઘણાખરા મહાપુરુષનાં જીવનચરિત્ર સુંદર રીતે વર્ણવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29